CIA ALERT
25. April 2024
April 22, 20191min23540

Related Articles



ટીક ટોક સામે વાંધો શું છે?

Share On :
Print Friendly, PDF & Email

આજકાલ ટીવી છાપાઓ અને સામયિકોમાં ટીક ટોકની બહુ ચર્ચા કરવામાં આવે છે, પણ આ ટીક ટોક છે શું? આ પ્રશ્ર્ન બધાને કદાચ થતો હશે અને તેમાં હું પણ અપવાદ નથી. નવી પેઢીના યુવાન-યુવતીઓ કે ટીનએજર્સને કદાચ એમ લાગે કે આટલી સામાન્ય વાત કોઈને સમજાતી નથી કે ટીક ટોક શું છે કે જ્યારે ૨૦૧૮માં ૬૬ કરોડ અને ૩૦ લાખ વખત આ ઍપને ડાઉનલોડ કરવામાં આવેલ હતું જે સંખ્યા ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડ કરવા કરતા પણ વધારે છે અને આ કુલ ૬૬ કરોડ ૩૦ લાખ ડાઉનલોડમાંથી ૪૦ ટકા તો માત્ર ભારતમાં જ કરવામાં આવેલ છે! અમેરિકામાં ૨૦૧૮માં સૌથી વધારે ડાઉનલોડ ઍપમાં ટીકટોક પ્રથમ ક્રમાંકે હતું. આટલો મોટો ક્રેઝ આ ચાઈનીઝ વીડિયોઍપનો છે જેમાં યુઝર્સના શોર્ટ વીડિયો એકબીજા સાથે શેર કરી શકાય છે.

બાઈટ ડાન્સ: બાઈટ ડાન્સ એ ચીનનું સાશિયલ મીડિયા ગ્રુપ છે કે જેણે સપ્ટેમ્બર, ૨૦૧૬માં ટીક ટોક વીડિયો ઍપ બજારમાં મૂકેલો હતો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્ટેમ્બર, ૨૦૧૭માં ટીક ટોકમાં યુઝર ૩ થી ૧૫ સેક્ધડનો મ્યુઝિકલ વિડિયો બનાવી શકે છે. રોજના કરોડોથી વધારે વીડિયો ૧૫૦ માર્કેટમાં ૭૫ ભાષાઓમાં જોવાય છે.

જેમ જેમ ટીક ટોક વધારે ડાઉનલોડ થવા લાગ્યું અને નવા નવા વીડિયો શેર થવા લાગ્યા ત્યાર પછી આમાં પણ બદી પેસી ગઈ અને અશ્ર્લીલ ચેનચાળા કરતા અને અશોભનીય બીભત્સ વીડિયોનું ગાંડપણ ટીનએજર્સમાં થવા લાગ્યું અને જેમ ટીવીમાં ટીઆરપી વધે તે ટીવીવાળાને ગમે તેમ ટીક ટોકની ડાઉનલોડ સંખ્યા વધવાનું ઍપના પ્રણેતાને ગમવા લાગ્યું, પણ હાલમાં જ ભારતમાં મદ્રાસ હાઈ કોર્ટે ગૂગલ અને એપલને તેના પ્લે સ્ટોરમાંથી ટીકટોકને કાઢી નાખવાનું કહેલ છે અને સુપ્રીમકોર્ટે પણ મદ્રાસ હાઈકોર્ટના જજમેન્ટ સામે સ્ટે આપવાનો ઈનકાર કરેલ છે. તેથી હાલમાં ભારતમાં ટીક ટોક ગૂગલ અને એપલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં થઈ શકે. ટીક ટોક બેન્ડ કરવાનું કારણ છે કે કોઈ તેને રેગ્યુલેટ નથી કરતું તેથી સમાજ અને દેશ માટે તેનો ઉપયોગ સુરક્ષા માટે એક મોટો ખતરો છે.

જાન્યુઆરી, ૨૦૧૯માં અમેરિકાની “પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ તેના રિસર્ચ પેપરમાં જણાવેલું છે કે ટીક ટોક પશ્ર્ચિમના દેશો માટે એક મોટું સિક્યોરિટી રિસ્ક છે. રિસર્ચ પેપર ઉમેરે છે કે પશ્ર્ચિમના દેશોના યુઝર્સમાં આર્મફોર્સના સૈનિકો પણ સામેલ છે જે આ ઍપના પ્રોગ્રામના કારણે તેની ઈમેજિસ, લોકેશન અને બાયોમેટ્રિક ડેટા ટીક ટોકની ચીની માલિક કંપનીને પાસ ઓન કરી શકે છે અને ત્યાંથી તે ચીની સરકાર અને આર્મી પાસે પહોંચી શકે, કારણ કે ચીનની કોઈ કંપની એટલી સ્વતંત્રતા ધરાવતી નથી કે સરકારને ડેટા શેર કરવાની ના પાડી શકે! પીટરર્સનનું રિસર્ચ તો ત્યાં સુધી કહે છે કે ટીક ટોકનો સોશિયલ મીડિયા ઉપર ફેલાવો કોઈ પણ દેશમાં વિદેશી દખલ દઈને લોકોનું માનસ ભરમાવીને સરકાર ઊથલાવવા સુધી થઈ શકે તેમ છે.

૩ જુલાઈ, ૨૦૧૮ના ઈન્ડોનેશિયન સરકારે ટીક ટોકને તેના બીભત્સ વીડિયોના ફેલાવાના કારણે યુવા પેઢીના ભાવિને બચાવવા બેન્ડ કરેલ છે. નવેમ્બર, ૨૦૧૮માં બાંગલાદેશે પણ આજ કારણથી બેન્ડ કરેલ છે.

આમ ટીકટોકના અંકુશહીન ડાઉનલોડના કારણે વિશ્ર્વભરના દેશો ચિંતામાં છે. અમેરિકામાં તો ચીની ફાઈનાન્સ કંપની “એન્ટ ફાઈનાન્સને નેશનલ સિક્યોરિટી થ્રેટના કારણે “મનીગ્રામને ટેઈકઓવર કરવાની પરમિશન નથી આપી અને ભારતમાં આજ ચીની એન્ટ ફાઈનાન્સ કંપની બહુ પ્રચલિત પૅટીએમમાં બહુ મોટું મૂડીરોકાણ કરેલ છે! “ડેઈલી હંટ એ ભારતમાં બહુ વપરાતું ન્યૂઝઍપ છે, જેમાં સમાચારોના ઍલર્ટ આવતા હોય છે. આ ડેઈલી હંટમાં ૨૫ ટકા રોકાણ ચીની કંપનીનું છે અને ડેઈલી હંટના વપરાશ મનગમતા સમાચારો ફેલાવવા થઈ શકે તેમ છે.

સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ઍપના ડેવલોપમેન્ટ અને કોમર્શિયલ એક્સ્પ્લોઈટેશનમાં બહુ નાણાંની જરૂર પડે છે અને તેથી જ ચીની કંપનીઓ તેના નાણાંના જોરે ભારતમાં લોકલ કંપનીઓ સાથે જોડાઈ છે, પણ તેમાં નેશનલ સિક્યોરિટી જોખમમાં મુકાવાની શક્યતા નકારી શકાય તેમ નથી તેવું દિલ્હીસ્થિત “ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનનું કહેવું છે.

આમ ટીક ટોકનું બેન્ડ થવું કદાચ યુવા પેઢીને પસંદ ના પણ આવે અને સરકારને તેઓ ક્ધઝર્વેટિવ ગણે, પણ સૌની ફરજ છે કે તેઓને સમજાવે કે ચરિત્ર ભ્રષ્ટ થતું અટકાવવામાં અને રાષ્ટ્રીય સલામતીના હિતમાં જ્યાં સુધી ટીક ટોકને સંપૂર્ણ રીતે રેગ્યુલેટ ન કરી શકાય ત્યાં સુધી તેનું બેન્ડ થવું યુવા પેઢી અને રાષ્ટ્રના હિતમાં છે, કારણ કે કોઈ પણ સમાજનું ચારિત્ર્યઘટન અને દેશની સલામતી હંમેશાં પ્રથમ ક્રમાંકે જ હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :