CIA ALERT
24. April 2024
August 7, 20191min3070

Related Articles



બાહોશ અને લોકપ્રિય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નિધન

Share On :
Print Friendly, PDF & Email

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના લોકપ્રિય નેતા સુષમા સ્વરાજનું ગઈ કાલે રાત્રે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા.

એક સમયના દિલ્હીનાં મુખ્ય પ્રધાન સુષમા સ્વરાજ બાહોશ વિદેશ પ્રધાન હતાં. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે થોડા મહિનાઓ પહેલાં જ રાજકારણથી દૂર થઈ ગયાં હતાં. તેમણે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં નબળી તબિયતને કારણે જ ઝુકાવવાનું ટાળ્યું હતું. ૨૦૧૬માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

સુષમા સ્વરાજના નિધન સાથે ભારતીય રાજકારણમાં એક ગૌરવશીલ યુગનો અંત આવી ગયો છે. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ધારાશાસ્ત્રી હતાં. તેઓ વિદેશ પ્રધાનપદે આવનારાં સ્વ. ઇન્દિરા ગાંધી પછીનાં બીજા મહિલા હતાં. તેઓ એક સમયે હરિયાણામાં પ્રધાન પણ હતાં.

તેમને ગઈ કાલે રાત્રે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાની વચ્ચે દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં. 

અનેક વરિષ્ઠ પ્રધાનો એઇમ્સમાં દોડી આવ્યા હતા.

————

સુષમાજીએ સાંજે મોદીને ટ્વીટમાં કાશ્મીરના મુદ્દે અભિનંદન આપેલાં!

વડા પ્રધાનને શુભેચ્છામાં લખેલું, ‘થૅન્ક્યૂ વેરી મચ.’

નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી, પરંતુ સોમવારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને ખાસ સ્વાયત્તતા આપતી ૩૭૦મી કલમ કાઢી નાખવાની તેમ જ એને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ, એમ બે કેન્દ્ર-શાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવાની રાજ્ય સભામાં જે જાહેરાત કરી હતી એને પગલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો.

ગઈ કાલે લોકસભામાં પણ આ સંબંધિત ખરડો પસાર થયો હતો. ગઈ કાલે સાંજે સુષમા સ્વરાજે ટ્વિટર પર નરેન્દ્ર મોદીને કાશ્મીર મુદ્દે અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું. સ્વરાજે ટ્વીટમાં લખ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, થેન્ક્યુ પ્રાઇમ મિનિસ્ટર. થૅન્ક્યુ વેરી મચ. હું આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.’

અનેક પ્રધાનો, સંસદસભ્યો તેમ જ ભાજપના અને કૉંગ્રેસના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન વિશે શોક વ્યક્ત કરતા સંદેશા સોશિયલ મીડિયા પર પાઠવ્યા હતા.

સુષમા સ્વરાજના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને પુત્રી બાસુંરીનો સમાવેશ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન વિશે પીટીઆઇને શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘સુષમાજી ખૂબ જ સારા વક્તા અને અસાધારણ સંસદસભ્ય હતા. સમગ્ર પક્ષમાં તેમ જ સમગ્ર દેશમાં તેઓ લોકપ્રિય હતાં.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :