CIA ALERT
23. April 2024
September 30, 20191min9880

Related Articles



સુરતના 7 લાખ વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાયું : વર્ષ અગાઉ પણ ‘બંધ’ પર સરકાર અને સંચાલકો સામ-સામે હતા: મુદ્દો બદલાયો

Share On :
Print Friendly, PDF & Email

શિક્ષક પર હુમલાના વિરોધમાં સુરતની પ્રાઇવેટ સ્કુલો સ્વયંભુ અને સજ્જડ બંધ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં નાના વરાછા સ્થિત આશાદીપ ગ્રુપ ઓપ સ્કુલ્સના એક શિક્ષકને શાળા કેમ્પસમાં ઘૂસીને વાલીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સોમવાર, તા.30મી સપ્ટેમ્બરના રોજ સવારની પાળીમાં ચાલતી સુરત શહેર જિલ્લાની તમામ પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોએ સજ્જડ બંધ પાળીને આ મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું કે કોઇ એક શિક્ષક પર હુમલો એ સમગ્ર શિક્ષણ જગત પર હુમલો છે.

શાળાઓની ઇવેન્ટ્સ ખોરવાય, પહેલા નોરતેેં રવિવાર હતો, બીજા નોરતેં રજા મળી

આજે સવારની પાળીમાં સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, પ્રાઇવેટ ટ્યુશન, પર્સનલ ટ્યુશન, કોચિંગ ક્લાસીસો તમામ બંધ રહેતા સુરતમાં કમસેકમ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓનું એક દિવસનું શિક્ષણ કાર્ય ખોરવાય જવા પામ્યું હતું. અનેક શાળાઓમાં આજે ગરબા સ્પર્ધા તેમજ અન્ય ઇવેન્ટ ખોરવાય જવા પામી હતી. પહેલા નોરતાં એ રવિવારની રજા હતા અને સુરતમાં આજે બીજાં નોરતાં એ પણ વિદ્યાર્થીઓને રજા મળી જવા પામી હતી.

પ્રાઇવેટ સ્કુલોના વર્ગખંડો વિદ્યાર્થી વિહીન નિસ્તેજ દેખાયા

શાળાના વર્ગખંડો વિદ્યાર્થી વગર સૂનાસૂના ભાસતા હતા. સાંકેતિક ફોટો

વિદ્યાર્થી વગરના વર્ગખંડો વિદ્યાર્થીઓના અભાવે બિલકુલ વેરાન અને સૂના સૂના ભાસતા હતા. સુરત શહેરની એકેય પ્રાઇવેટ સ્કુલ શરૂ હોવાનો અહેવાલ કે અફવા પણ ફેલાઇ ન હતી એટલી મજબૂતાઇથી આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બંધના એલાનને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે સવારની પાળીમાં ફક્ત ગ્રાન્ટઇન એઇડ પ્રકારની અને શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય શરૂ રહ્યું હતું.

પ્રાઇવેટ સ્કુલો બંધ હોવા અંગે રવિવારે જ વાલીઓના મોબાઇલ પર મેસેજ પહોંચી ગયા હતા

સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ પ્રાઇવેટ શાળાઓ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, ટ્યુશન ક્લાસીસો બંધ રહેવા અંગે રવિવારે જ સંચાલકોએ પોતપોતાના વાલીઓને બંધ અંગેના મેસેજ પાઠવી દીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઇ જવાનું કામ કરતા સ્કુલ બસ, સ્કુલ ઓટો, સ્કુલ વાનવાળાઓને પણ સોમવારે બંધ અંગેની જાણકારી આપી દેવામાં આવી હતી. પરીણામે આજે સવારે સ્કુલોને બંધ પાળવા, પળાવવામાં કોઇ મુશ્કેલી જણાઇ ન હતી.

બરાબર એક વર્ષ અગાઉ સ્કુલ સંચાલકો અને સરકાર આમને સામને હતા

બરાબર એક વર્ષ અગાઉ ગઇ નવરાત્રીમાં પણ રાજ્ય સરકાર અને સ્કુલ સંચાલકો આમને સામને હતા અને આજે બીજા નોરતેં પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ છે. એક વર્ષ અગાઉ સરકારે આપેલા બિનજરૂરી, બિનઉપયોગી નવરાત્રી વેકેશનનો મુદ્દો હતો, ત્યારે સરકાર સ્કુલ બંધ કરાવવા માંગતી હતી અને સંચાલકો સ્કુલ શરૂ રાખવા માંગતા હતા. આજે એક વર્ષ પછી સંચાલકો સ્કુલ બંધ કરાવી છે, જ્યારે સરકારે સ્કુલ બંધ રાખવા સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. આમ પરિસ્થિતિ એ જ છે મુદ્દાઓ બદલાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :