CIA ALERT
20. April 2024

The Happening of Surat Airport : રજનિકાંત મારફતિયા અને ટીમે તૈયાર કરેલું પુસ્તક વાંચવા જેવું

Share On :
Print Friendly, PDF & Email

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા બુધવારે,તા. 10 જુલાઇ ર019ના રોજ સાંજે 4:00 કલાકે નાનપુરા સમૃદ્ધિ ખાતે ‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ. આ પુસ્‍તકમાં ચેમ્‍બર દ્વારા વર્ષ 1989થી આજદિન સુધી સુરત શહેરને એરપોર્ટ અપાવવા માટે કરેલા પ્રયાસોનો ચિતાર રજૂ કરવામાં આવ્‍યો છે. ચેમ્‍બરના પ્રમુખ તથા હોદ્દેદારો, ભુતપુર્વ પ્રમુખો અને ચેમ્‍બરની મેનેજિંગ કમિટીના સભ્‍યોના હસ્‍તે પ્રેસ એન્‍ડ મિડીયાની હાજરીમાં આ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ આ પ્રસંગે સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર તથા અન્‍ય સંસ્‍થાઓના વર્ષોના ખૂબ અથાગ પ્રયાસો થકી જ નાની જગ્‍યામાંથી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ધમધમતું કરી શકયા છીએ.ચેમ્‍બર દ્વારા આ પ્રયાસને પુસ્‍તકમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. ચેમ્‍બરના ભુતપુર્વ પ્રમુખશ્રી રજનિકાંત મારફતિયાએ શરૂઆતથી જ એરપોર્ટ માટેનું કામ કરી તેને સાકાર બનાવ્‍યુ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ભુતપુર્વ પ્રમુખશ્રી રજનિકાંત મારફતિયાએ જણાવ્‍યુ હતુ કે, આજથી 30 વર્ષ પહેલા ચેમ્‍બર દ્વારા સુરતને એરપોર્ટ અપાવવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યો હતો અને ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના સૂચનોને સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાએ સ્‍વીકાર્યા હતા.

સુરતમાં ઈન્‍ટરનેશનલ ટ્રાફિક થઇ શકે તે વાત ચેમ્‍બર દ્વારા એરલાઇન્‍સ અને ઓથોરિટીને સમજાવવામાં આવી હતી. અંતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી આજે ઈન્‍ટરનેશનલ ફલાઇટ પણ સુરતથી શરૂ કરી શકયા છીએ.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી મનોજ સિંગાપુરીએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્‍બરના માનદ્‌ મંત્રી શ્રી ધીરેન થરનારીએ પુસ્‍તક માટે સહયોગી બનનાર શ્રી મહેશભાઇ અને શ્રી કિરીટભાઇ ગાંધી તેમજ પ્રેસ એન્‍ડ મિડીયા સહિત સર્વેનો આભાર માન્‍યો હતો અને ત્‍યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકમાં આલેખવામાં આવેલી બાબતોના મુખ્‍ય મુદ્દાઓ નીચે મુજબ છે.

ગુજરાત સરકારે વર્ષ 1948માં સચિનના નવાબ થકી વારસામાં મળેલી સુરત એરપોર્ટ અંગેની જગ્‍યાનો કબજો લઇ એરપોર્ટ ચાલી શકે એ અંગે પોતાના પ્રયત્‍ન શરૂ કર્યા હતા અને એના ભાગરૂપે જાગૃત નાગરિકોની માંગણીને માન આપીને ગુજરાત ફલાઈંગ કલબની પ્રવૃત્તિ સુરત ખાતે શરૂ કરવા પ્રોત્‍સાહન આપી વર્ષ 1968માં જરૂરી જમીન ફાળવી રનવે બનાવી આપ્‍યો હતો. ફલાઈંગ કલબની પ્રવૃત્તિ વર્ષ 197રમાં બંધ થતા ગુજરાત સરકારે પોતે કાર્યવાહી હાથમાં લઇ વધુ જમીન સંપાદન કરી તથા રનવેને પણ વિસ્‍તારવાનું કામ ચાલુ કર્યુ હતુ.

નાણાંના ટાંચા સાધનોને કારણે એરપોર્ટ વિકસાવવું મુશ્‍કેલ હતુ છતાં પણ સરકારના પ્રયત્‍નથી સફારી એરવેઝની પ્રથમ સર્વિસિસ સુરત – ભાવનગર – અમદાવાદ વચ્‍ચે શરૂ કરવા સફળતા મળી હતી. આ પ્રવૃત્તિ ત્રણ વર્ષ બાદ બંધ થઇ ગઇ હતી. ઘણા વર્ષો સુધી એરપોર્ટના વિકાસ અંગે ખાસ કોઇ પ્રવૃત્તિ થઇ શકી ન હતી. આથી વર્ષ 1989થી ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સે સુરત શહેરને એરપોર્ટ આપવાની પોતાની ફરજ સમજીને તે દિશામાં નકકર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વર્ષ 1989માં ચૂંટાયેલા સાંસદ શ્રી કાશીરામ રાણાનો પણ ઉત્‍સાહી સપોર્ટ મળ્‍યો હતો.

સુરત એરપોર્ટના સર્વાંગી વિકાસ વ્‍યવસ્‍થિત થાય એ માટે ગુજરાત સરકારે એક રિપોર્ટ રાઇટ્‍સ કંપની પાસે તૈયાર કરાવડાવ્‍યો હતો. જેમાં પ્રોજેકટ ફિઝીબીલિટી, ટ્રાફિકના આંકડાઓ તથા ર0 વર્ષના વિકાસની વાતો વિસ્‍તૃતપણે જણાવવામાં આવી હતી. આ રિપોર્ટથી ઈન્‍ટરેસ્‍ટેડ આંત્રપ્રિન્‍યોર સાથે વાતચીત કરવાનું સરળ થયુ અને કેટલાક એનજીઓ સાથે આના આધારે વાતચીત શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઇ નકકર પરીણામ આવ્‍યુ ન હતુ.

1999માં ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયા સાથે રહી સુરતની એરપોર્ટનું માળખું કેવી રીતે વિકસાવવું તે અંગે એક કમિટી બનાવવાનું સૂચન કર્યુ હતુ. જેથી રામલીંગમ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી અને ગુજરાત સરકારના નિષ્‍ણાતો હતા. આ કમિટી રિપોર્ટને આધારે સુરતના એરપોર્ટનો વિકાસ કાર્યક્રમ થયો છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે 1989થી 1999 સુધીના ગુજરાત સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડીયાના તમામ કામોમાં ચેમ્‍બરને સાથે રાખવામાં આવી હતી અને તેના સૂચનો આમેજ કરવામાં આવ્‍યા હતા. 1989થી ર019 સુધીના 30 વર્ષ દરમિયાન ચેમ્‍બરના જુદા-જુદા પ્રમુખશ્રીઓએ કરેલી કામગીરી વિગતવાર આ પુસ્‍તકમાં આપેલી છે.

ચેમ્‍બર તથા ગુજરાત સરકારના સઘન પ્રયાસોથી સુરતને સફારી એરલાઇન્‍સ, વાયુદુત, ગુજરાત એરવેઝ, ડકકન એરવેઝ, એનઇપીસી વિગેરે એરલાઇનોની સવલતો મળી હતી. પરંતુ એ બધી જ નબળા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને કારણે ટૂંકજીવીની નીવડી હતી. ગુજરાત સરકાર પાસે નાણાંની ખૂબ જ મર્યાદિત સગવડ હોવાથી ચેમ્‍બરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રાજકીય દબાણ ઉભો કરવાનો પ્રયત્‍ન કર્યો હતો. જેને કારણે જે તે સમયે ગુજરાત સરકારના માનનીય મુખ્‍યપ્રધાન શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદીએ સુરત એરપોર્ટની જમીન, બાંધકામ સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાને સુપરત કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેને કારણે સુરત એરપોર્ટનો વિકાસ ખૂબ જ શિસ્‍તબદ્ધ અને સમયબદ્ધ થઇ શકવાના સંજોગો ઉભા થયા હતા. એ અંગેના એમઓયુ થતા પ્રોપર્ટી હસ્‍તાંતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને એરપોર્ટના વિકાસની વિગતો ઝડપથી તૈયાર કરવામાં આવી હતી.

સરકાર બદલાતા શ્રી પ્રતાપસિંહ રૂડીની જગ્‍યાએ શ્રી પ્રફુલ પટેલ આવતા વિકાસનો દોર તેમના હાથમાં આવતા એમણે નવો પ્‍લાન તૈયાર કર્યો હતો. તેમાં ઘણો વિલંબ થયો હતો અને કામ શરૂ થયા બાદ પણ ઘણી રૂકાવટો બાદ ખૂબ પ્રેશરને વશ થઇ, કોન્‍ટ્રાકટરની ફેરબદલી કરીને આખરે રર10 મીટરનો રનવે તૈયાર કરાવી એર ઇન્‍ડીયાની દિલ્‍હી – સુરતની પ્રથમ ફલાઇટ તા. 7 મે ર007ના રોજ ચાલુ કરી હતી. આ અંગે સુરત ચેમ્‍બર ઓફ કોમર્સે કરેલા પ્રયત્‍ન અને સહાયને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાએ બિરદાવી હતી. જયારે એરપોર્ટ બિલ્‍ડીંગનું કામ વર્ષ ર009માં પૂર્ણ કરવામાં આવ્‍યુ હતુ અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી દિનશા પટેલના હસ્‍તે સુંદર સમારંભમાં શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે પણ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રયત્‍નને સવિશેષ નવાજવામાં આવ્‍યા હતા.

આમ એરપોર્ટના વિકાસનો પહેલો તબકકો પુરો થયો હતો, જે પૂર્ણ કરવામાં ભુતપુર્વ મંત્રી અને સાંસદ શ્રી કાશીરામભાઇ રાણા, શ્રી જીવાભાઇ પટેલ, શ્રી પ્રમોદભાઇ ચૌધરી તથા શ્રીમતી સવિતાબેન શારદાનો સઘન ફાળો રહયો હતો.

હવે વધુ કનેકટીવિટી અંગેના પ્રયાસો શરૂ થયા હતા. ચેમ્‍બર તથા સાંસદ શ્રી સી. આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ અન્‍ય સંસ્‍થાઓના પ્રયત્‍નથી સ્‍પાઇસ જેટની દૈનિક દિલ્‍હી-સુરત-મુંબઇની ફલાઇટની શરૂઆત થઇ. એરપોર્ટમાં બાંધકામની કેટલીક ખામી અને ભેંસના અકસ્‍માતથી નવી ફલાઇટો આવતી બંધ થઇ હતી. દરમિયાન વેન્‍ચુરા કનેકટે પોતાની ફલાઇટ શરૂ કરી એક મહત્‍વનું પગલું ભર્યુ હતુ.

એરપોર્ટના બાંધકામની ખામી સુધારવા અંગે ચેમ્‍બરે કરેલા સૂચનને સ્‍વીકારી એરપોર્ટ વિસ્‍તરણ અને રિપેરીંગનું કામ સાથે જ શરૂ કરાયુ જે પુર્ણ થતા પણ લગભગ ત્રણ વર્ષનો સમય થયો અને સ્‍પાઇસ જેટે પણ પોતે બંધ કરેલી ફલાઇટ ફરી શરૂ કરી અને એર ઇન્‍ડીયાએ પણ પોતાની દિલ્‍હી – સુરતની ફલાઇટમાં વધારો કર્યો હતો. આ અંગે એર ઇન્‍ડીયાની દિલ્‍હી – સુરત ફલાઇટ માટે મોટું પ્‍લેન મળે એ અંગે સાંસદ શ્રી સી.આર. પાટીલે ખૂબ જ હિંમતભર્યુ પગલું ભરી ગેરંટી આપીને પણ ફલાઇટ ચાલુ કરવાનું બીડુ ઝડપ્‍યુ હતુ અને આમ ટ્રાફિક અંગેની ગેરમાન્‍યતાનું ખંડન કર્યુ હતુ અને વધુ એર સર્વિસિસ શરૂ થવા માટે માર્ગ મોકળો કર્યો હતો.

વર્ષ ર01પથી શરૂ થયેલું રિપેર અને એ1ટેન્‍શનનું કામ વર્ષ ર018માં પુરુ થયુ. વધુમાં સુરત શહેરના ટ્રાફિકની ખાતરી થતા સ્‍પાઇસ જેટે ઘણા નવા શહેરો સાથે કનેકટીવિટી આપી. જયારે એર એશિયા અને ઈન્‍ડીગોએ પોતાની ફલાઇટની શરૂઆત કરી હતી. આમ ર018થી વિકાસ રોકેટની ગતિથી આગળ વઘ્‍યો અને આજે રોજની 30 ફલાઇટ અને 1 લાખ પ0 હજાર મુસાફરો સાથે સુરતને ભારતના પ0 એરપોર્ટની યાદીમાં 3પમો દરજજો મળે છે. વધુમાં ચેમ્‍બરના પ્રયાસોથી સુરતને કસ્‍ટમ નોટીફાઇડ એરપોર્ટ બનાવવાની તક સાંપડી હતી અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાના વેસ્‍ટર્ન રિજનલ ડાયરેકટર શ્રીમતી હેમલથાજીના માર્ગદર્શન અને સહકારથી વર્ષ ર017થી શરૂ થયેલા પ્રયાસો ર019માં ફળીશ્રુત થયા. અત્રે નોંધવું જરૂરી છે કે સુરતને કસ્‍ટમ નોટીફાઇડ એરપોર્ટ તરીકે વિકસાવાનો નિર્ણય ચેમ્‍બર ઓફ કોમર્સમાં શ્રીમતી હેમલથાજીએ બોલાવેલી ખાસ મિટીંગમાં લેવામાં આવ્‍યો હતો. સુરતને ભારતના નવ નોટીફાઇડ કસ્‍ટમ એરપોર્ટમાં સ્‍થાન મળ્‍યું તથા સુરત – શારજાહની પહેલી ઈન્‍ટરનેશનલ ફલાઇટ તા. 16 ફેબ્રુઆરી ર019થી શરૂ થઇ અને જે હાલ પણ સારી ચાલી રહી છે.

અત્રે ખાસ નોંધવું જરૂરી છે કે મર્યાદિત ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને કારણે સુરતની ઇન્‍ટરનેશનલ ફલાઇટ માટે રાત્રે 1રઃ30 થી સવારે પ:00 વાગ્‍યા સુધીનો જ ટાઇમ સ્‍લોટ મળી શકે એમ હોવાથી એર ઈન્‍ડીયા એકસપ્રેસે પોતાની એનાઉન્‍સ કરેલી ફલાઇટ શરૂ કરવામાં વિલંબ કર્યો હતો, જે સાંસદ શ્રી સી.આર. પાટીલના અથાગ પ્રયત્‍નથી માનનીય મંત્રી શ્રી જયંત સિંહાએ સદર ફલાઇટ શરૂ કરવા એર ઇન્‍ડીયા એકસપ્રેસને જરૂરી દબાણ કરી સુરત – શારજાહ ફલાઇટ શરૂ કરવા જણાવ્‍યુ હતુ.

આ સાથે જ સુરતના વધુ વિકાસનો નકશો પણ તૈયાર થઇ ગયો છે અને 3પ0 કરોડના રોકાણ સાથે વર્તમાન એરપોર્ટથી ત્રણ ગણું મોટુ એરપોર્ટ વધુ એરોબ્રિજીસ, ટે1ાીવેજ અને પાર્કીંગવેજ સાથે વર્ષ ર0ર1માં સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે વિકસિત થશે. જેમાં સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય ફલાઇટો ર4 કલાક ચાલુ રહેશે તથા ર6થી 30 લાખ મુસાફરોની અવરજવર અને ર0 ઈન્‍ટરનેશનલ ફલાઈટ શરૂ થઇ શકશે એવો અંદાજ છે. સુરત એરપોર્ટના વિકાસ અંગે કામનું શુભ મુહુર્ત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદીના હસ્‍તે તા. 30 જાન્‍યુઆરી ર019ના રોજ થયુ હતુ. જે પણ સાંસદ શ્રી સી.આર. પાટીલના પ્રયત્‍નને જ આભારી હતું.

ચેમ્‍બરને એ વાતનો સંતોષ અને ગર્વ છે કે આ 30 વર્ષની યાત્રામાં ચેમ્‍બરના દરેક પ્રમુખે તેમનો મહત્‍વનો ફાળો આપ્‍યો હતો. આમ 1989થી શરૂ કરેલું આ મીશન ર019ની શારજાહની ફલાઇટથી આંતરરાષ્‍ટ્રીય ઉડાન શરૂ થતા એક મહત્‍વનો તબકકો સાકાર કરવામાં સંપૂર્ણપણે સફળ રહયુ.

સુરત એરપોર્ટના 1989થી શરૂ થયેલી વિકાસની ગાથા જેમાં સુરતને સંપૂર્ણ ક1ાાનું એરપોર્ટ આપવાનું ચેમ્‍બર ઓફ કોમર્સનું સુરત શહેર પ્રત્‍યેનું ઉત્તરદાયિત્‍વ સમજી આદરેલા અને સફળપૂર્વક પૂર્ણ કરેલા અભિયાનનું સંપૂર્ણ આલેખન ‘ધી સુરત એરપોર્ટ ગાથા’ પુસ્‍તકમાં કરવામાં આવ્‍યુ છે.

વધુમાં આ પ્રસંગે તા. 13મી ફેબ્રુઆરી ર019ના રોજ ચેમ્‍બર ઓફ કોમર્સે યોજેલા એરપોર્ટ ફેલિસીટેશન પ્રોગ્રામમાં સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાના દિલ્‍હી, મુંબઇ અને સુરતના અધિકારીઓ, વેન્‍ચુરા કનેકટ એરવેઝના પ્રમોટર્સ, એર ઇન્‍ડીયાને ગેરંટી આપનાર સચિન – પાંડેસરા તથા વિવિધ પ્રોસેસર્સ એસોસિએશનના હોેદારો તથા અન્‍ય વ્‍યકિત અને સંસ્‍થાઓએ કરેલા પ્રદાનની સવિશેષ નોંધ લઇ તેઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેની વિગતો તથા એર ઇન્‍ડીયા એકસપ્રેસની તા. 16મી ફેબ્રુઆરી ર019થી સુરત – શારજાહ વચ્‍ચે શરૂ થયેલી પ્રથમ ફલાઇટ વખતના એરપોર્ટ ખાતેના માહોલની અને સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશે કરેલા ઉદ્‌ઘાટન વિધીની વિગતો પણ ‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકમાં આમેજ કરવામાં આવી છે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :