CIA ALERT
25. April 2024

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસની અવગણના કરશો નહીં : દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપની રચના

Share On :
Print Friendly, PDF & Email

બિન સરકારી સંસ્થા તરીકે કાર્યરત અંતર ધ્વની દ્વારા આગામી રવિવાર તા.2 ફેબ્રુઆરીના રોજ સુરતમાં એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસના દર્દીઓ માટે ડો. બંકીમ દેસાઈ, ડો. અલ્પના પરમાર, ડો. નિશિલ શાહ, ડો. રોમી શાહ અને ડો. શીતલ અનીશદિવાનજીની હાજરીમાં સપોર્ટ ગ્રુપના સુરત ચેપ્ટરનો શુભાંભ કરવામાં આવશે.

સપોર્ટ ગ્રુપની રચના કેમ?

આ બધા ડોકટરો રૂમેટોલોજી ક્ષેત્રમાં નિષ્ણાત છે. એંકીલોઝીંગ સ્પોન્ડેલાઈટીસની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવાનો તથા રોગ અંગે જાગૃતી પ્રસરાવવાનો છે. આ સપોર્ટ ગ્રુપનો ઉદ્દેશ દર્દીઓ, નિષ્ણાત ડોકટરો, ફિઝીયોથેરાપિસ્ટસ, યોગા ટ્રેનર્સ અને ડાયેટિશિયનને સાથે સંપર્ક સાધીને રોગ અંગે સામાન્ય ફરિયાદોની જાણકારી મેળવવાનું તથા દર્દીઓને સહાયરૂપ થવાનો છે.

વિવિધ નિષ્ણાતો અને ડોકટરો આ સપોર્ટ ગ્રુપનો હિસ્સો બનશે, દર્દીઓ સાથે વર્કશોપ્સ અને ચર્ચા યોજાશે

આ ઉપરાંત ગ્રુપ દર્દીઓની લાગણી સમજીને નવાં તારણો અંગે માહિતી આપવાનું તથા આ રોગ માટે બહાર પડેલી નવી દવાઓની જાણકારી પૂરી પાડીને માર્ગદર્શન આપે છે. એંકીલોઝીંગ સ્પોન્ડેલાઈટીસ (એએસ) એક એવી સ્થિતિ છે કે જેમાં તમામ અથવા તો કેટલાક સાંધા અને કરોડરજ્જૂનાં કેટલાંક હાડકાં ગંઠાઈ જાય છે અને જવલ્લે જ થતો રોગ માનવામાં આવે છે, કારણ કે દર 10,000 વ્યક્તિમાંથી 8 દર્દી આ રોગનો ભોગ બનતાં હોય છે. તેનાથી ઘણી વાર કરોડરજ્જુમાં સોજો આવી જાય છે અને ગંભીર કેસમાં હૃદય અને આંખને પણ અસર થાય છે. આ રોગમાંથી સાજા થવાતુ નથી અને જીવનપર્યંત પીડાનો સામનો કરવો પડે છે, પરંતુ નિયમિત કસરત અને તબીબી સહાય દર્દીને રાહત થાય છે.

સામાન્ય લક્ષણો

એએસનો પ્રથમ ગુણધર્મ એ છે કે તેમાં વારંવાર દર્દ થાય છે અને પીઠનો પાછલો ભાગ અને કૂલા અક્કડ બની જાય છે. સમય જતાં તેની અસર વધતી જાય છે. પીડાનો અસર બંને બાજુએ થાય છે અને તે ત્રણ માસ સુધી ચાલુ રહે છે. સવારમાં અને રાત્રે આ દુખાવો અતિશય પ્રમાણમાં થતો હોય છે, પરંતુ હળવી કસરતો અને હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી સ્થિતિમાં સુધારો થાય છે.

મુખ્યત્વે કોણ ભોગ બને છે ?

20 થી 30 વર્ષની ઉંમરના પુરૂષો સામાન્ય રીતે એંકીલોઝીંગસ્પોન્ડીલાઈટીસનો ભોગ બનતા હોય છે. તેનાં લક્ષણોમાં, પીઠના નીચલા ભાગમાં દુખાવો થાય છે. વહેલી સવારથી અકકડપણુ આવે છે પણ તેમાં કસરતથી સુધારો થઈ શકે છે.એએસનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે જીનેટીક, પર્યાવરણલક્ષી પરિબળો અને રોગ પ્રતિકાર શક્તિ વચ્ચે આંતરપ્રક્રિયાને કારણે રોગનાં લક્ષણો વકરે છે.

આ રોગમાં રૂમેટોલોજીસ્ટ કેલ્સિયમ અને વિટામીન ડીથી સમૃધ્ધ આહારનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તેનાથી શરીરના માળખાને નુકશાન થતુ અટકે છે. અન્ય સામાન્ય સારવાર પ્રણાલીમાં દવા, કસરત અને શકય હોયતો ફિઝીયોથેરાપી, સારા બેસવાની ટેવ, સ્નાયુઓ નરમ પડે અને દર્દ ઓછો થાય તે માટે ગરમ/ઠંડા પાણીના ઉપયોગનો સમાવેશ થાય છે.

અંતરધ્વની:અંતરધ્વની એએંકીલોઝીંગ સ્પોન્ડેલાઈટીસ (એએસ) નો ભોગ બનેલા દર્દીઓ માટે સમાન પ્લેટફોર્મ પૂરૂ પાડતુ સપોર્ટ ગ્રુપ છે. આ ગ્રુપ મારફતે દર્દીઓ નિયમિતપણે મળીને જ્ઞાનમાં વૃધ્ધિ કરી શકે છે તથા સ્થિતિને મેનેજ કરવાની આવડતની જાણકારી મેળવી શકે છે. આ ગ્રુપમાં રૂમેટોલોજીસ્ટસ, ફિઝીયોથેરાપીસ્ટસ, અને દર્દીઓનો સમાવેશ કરાયો છે. આ ગ્રુપ રોગનાં લક્ષણોઅંગે સંશોધન, સારવાર અને એંકીલોઝીંગ સ્પોન્ડેલાઈટીસ (એએસ)ને અંકુશમાં લાવવા સહયોગ આપે છે. આ ઉપરાંત ગ્રુપ મુખ્યત્વે દર્દીઓ માટે તરફેણ, રોગ અંગેની માહિતી પૂરી પાડીને જાગૃતી લાવવાનું કામ કરે છે. અંતરધ્વની દ્વારા દેશભરમાં આ રોગ અંગે 10 સમારંભ યોજવામાં આવ્યા છે અને આજ સુધીમાં 1800થી વધુ દર્દીઓ અંતરધ્વનીના સપોર્ટ ગ્રુપમાં સભ્ય તરીકે જોડાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :