CIA ALERT
29. March 2024
December 26, 20191min2940

Related Articles



2019નું અંતિમ સૂર્યગ્રહણ પૂર્ણ થયું, હવે જૂન 2020 માં સૂર્યગ્રહણ

Share On :
Print Friendly, PDF & Email

2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજરોજ તા.26 ડિસેમ્બર 2019ને સવારે પોણા અગિયાર વાગ્યાના ભારતીય સમય અનુસાર પૂર્ણ થયું હતું. વર્ષ-૨૦૧૯નું છેલ્લું સૂર્યગ્રહણને લઇને ભારતમાં આધ્યાત્મિક, પરંપરાગત, વૈજ્ઞાનિક એમ અલગ અલગ દ્રષ્ટીએ લોકોએ જોયું જાણ્યું હતું.

આજે ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે ચાલુ વર્ષનું પાંચમુ અને અંતિમ ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભૂત નજારો આકાશમાં જોવા મળ્યો હતો. આ પહેલા આ વર્ષમાં બે સૂર્યગ્રહણો (સોનાર ઈેક્લિપ્સ) અને બે ચંદ્રગ્રહણો (લુનાર ઈક્લિપ્સ) થયા છે. સમગ્ર ભારતમાં વધતા ઓછા અંશે દેખાનાર આ સૂર્યગ્રહણ ગુજરાતમાં સવારે ૮ કલાક ૪ મિનિટ ૪૦ સેકન્ડે શરૂ થયું હતું, સવારે  ૯.૧૯ વાગ્યે તે મહત્તમ દેખાયું હતું અને ૧૦ ક.૪૮ મિ.૪૦ સેકન્ડે પૂર્ણ થયું હતું.

ગ્રહણનું કોઇ શૂતક ના લાગે, વિજ્ઞાન જાથા

વિજ્ઞાન જાથાએ જણાવ્યા મૂજબ ગ્રહણથી કોઈ સૂતક લાગતા નથી અને આ બધી ગેરમાન્યતાઓ ચાલી આવે છે તેના ખંડનનો કાર્યક્રમ પણ યોજાયો છે. તેણે અપીલ કરી હતી કે ગ્રહણ વખતે રાંધેલા ખોરાકને બહાર નહીં ફેંકી દેતા ભુખ્યા લોકોને જમાડવા જોઈએ. તો બીજી તરફ ગ્રહણ અન્વયે આપત્તિ સહિતની આગાહીઓ પણ થઈ હતી અને લોકો આ દિવસે પરંપરાગત રીતે કેટલીક વિધિઓ કરતા રહ્યા છે. 

વધુમાં ગુજરાતમાં સૌથી વધુ ૨ ક. ૪૮ મિ.માટે સૂર્યગ્રહણનો સમય (પૂણ્યકાળ) સુરતમાં રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ૨ક. ૪૪ મિ. ૨૮ સેકન્ડ અને એ રીતે અમદાવાદ ૨ઃ૪૫ઃ૫૭, જુનાગઢમાં ૨:૪૪ઃ૪૮, જામનગરમાં ૨ઃ૪૩ઃ૧૬, પોરબંદરમાં ૨ઃ૪૩ઃ૨૯, વેરાવળમાં ૨ઃ૪૫ઃ૦૪ સે.સુધી દેખાયું હતું. આ રીતે સૂર્યગ્રહણ શરુ થવાના સમયમાં પણ એક બે મિનિટનો ફરક રહ્યો હતો. જેમાં દ્વારકા, જુનાગઢ, પોરબંદર, વેરાવળ ખાતે ૮.૦૩ વાગ્યે, રાજકોટ, જામનગર, ભાવનગર, ભૂજ ,મુંબઈ ખાતે ૮ઃ૦૪ વાગ્યે, સુરેન્દ્રનગર, સુરત, ખાતે ૮ઃ૦૫ વાગ્યે, અમદાવાદમાં ૮ઃ૦૬ વાગ્યે ગ્રહણ શરુ થશે તો દિલ્હીમાં ૮ઃ૧૭ વાગ્યે આરંભ થયો હોવાના અહેવાલો મળ્યા હતા.

વધુમાં જણાવાયા મૂજબ ચંદ્ર દ્વારા સૂર્યનો જે ભાગ ઢંકાયો હતો તેમાં રાજકોટ, જુનાગઢ ખાતે મહત્તમ ૭૯ ટકા ભાગ સવારે ૯.૧૯ વાગ્યે. તો અમદાવાદમાં મહત્તમ ૭૨ ટકા ભાગ પણ આ જ સમયે ઢંકાયેલો નજરે પડયો હતો. આમ, રાજકોટ,જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યગ્રહણ વધુ માત્રામાં જોવા મળી હતી.

આ ગ્રહણ ભારત ઉપરાંત સમગ્ર એશિયા,આફ્રિકા ખંડો, ઈથોપિયા, કેન્યા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં દેખાયું હતું. જેનો વૈજ્ઞાાનિકો સઘન અભ્યાસ કર્યો હતો. ગ્રહણને નરી આંખે કે ફિલ્ટર ચશ્મા પહેર્યા વગર જોવું તે આંખ માટે અતિ જોખમકારક છે અને લોકોએ આ  રીતે ગ્રહણ અર્થાત્ સૂર્ય સામે નજર કરવાનું ટાળવું જોઈએ એવી જાગૃતિ પણ જોવા મળી હતી. 

પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડતા સૂર્યગ્રહણ થાય છે અને ગુરુવારે સૂર્યગ્રહણમાં સૂર્ય સો ટકા ઢંકાવાનો નથી ત્યારે સૂર્ય સળગતી વિંટી જેવો કે બંગડી (કંકણ) જેવો નજરે પડશે તેથી તેને કંકણાકૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ કહે છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :