CIA ALERT
28. March 2024
August 13, 20191min8550

Related Articles



શિરડી એરપોર્ટ પર ડિસેમ્બર સુધી ફ્લાઇટો રાતે પણ લેન્ડિંગ કરી શકશે

Share On :
Print Friendly, PDF & Email

શિરડી એરપોર્ટ પર ચાલુ વર્ષના અંત સુધી રાત્રે પણ વિમાનોને લેન્ડિંગ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. એરપોર્ટની માલિકી ધરાવતા મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (એમએડીસી)એ અનેક ઓપરેટર્સ તરફથી વધતી માગણીઓને ધ્યાનમાં રાખીને ઉક્ત નિર્ણય લીધો હતો. એરપોર્ટનો રનવે એરબસ એ૩૨૦ અને બોઇંગ ૭૩૭ જેવા કોડ થ્રીસી જેવા વિમાનોને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. 

એમએડીસીના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે હાલમાં દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઇ, ભોપાલ, બેંગલુરુ અને જયપુર સહિત વિવિધ જગ્યાએથી શિરડીમાં રોજ દિવસ દરમિયાન બાવીસ ફ્લાઇટ આવતી હોય છે. વધુ દસ ફ્લાઇટની સંખ્યા વધારવાની તથા ડિસેમ્બર સુધી રૂ. ચાર કરોડના ખર્ચે રાત દરમિયાન લેન્ડિંગ સુવિધા ઇન્સ્ટોલ કરવાની યોજના છે. 

સાઇબાબા મંદિર તથા તેનાથી ૭૦ કિલોમીટરના અંતરે આવેલા શનિ શિંગણાપુરના દર્શન કરવા ૯૦ ટકા પ્રવાસીઓ શિરડી આવતા હોય છે. એરલાઇન્સની વિનંતીઓને ન ગણકારતા એરપોર્ટ પર હજી સુધી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ) બેસાડવામાં આવી નથી જેના દ્વારા પાઇલટ લો વિઝિબિલિટીમાં પણ વિમાન લેન્ડ કરી શકે છે. ચાલુ વર્ષે ૨૧મી મે, ૨૦૧૮ અને ૨૯મી એપ્રિલ, ૨૦૧૯ના બે વિમાન રનવે પર લપસી પડ્યા હતાં. હાલમાં એરપોર્ટ ૨,૭૫૦ ચો. મીટર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની રોજ ૫૦૦ પ્રવાસીની ક્ષમતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :