CIA ALERT
25. April 2024
January 3, 20191min6690

Related Articles



SGCCIના સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીને આવરી લેતા પ્રદર્શન ‘સીટેક્ષ- ર019’નો 4 જાન્યુ.થી પ્રારંભ

Share On :
Print Friendly, PDF & Email

 ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટે1ટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટે1ટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019) યોજાશે.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, સીટેક્ષ પ્રદર્શનમાં સમગ્ર ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીને આવરી લેવામાં આવી છે. આ પ્રદર્શનમાં ટેક્ષટાઇલ એન્‍સીલરી અને મશીનરીઓ, એમ્‍બ્રોઇડરી એન્‍ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટે1ટાઇલ એન્‍જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, મેન્‍યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે.

સીટેક્ષ ર019માં પ્રદર્શિત થનારી મશીનરીમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, ક્રાન્‍ક રેપીયર, નીડલ લૂમ્‍સ મશીન, ટીએફઓ, ટેકસ્‍ચ્‍યુરાઇઝીંગ મશીન, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, હાઇસ્પીડ એમ્‍બ્રોઇડરી મશીન, લેસર એમ્‍બ્રોઇડરી મશીન, કોમ્‍પ્‍યુટરાઇઝ એમ્‍બ્રોઇડરી મશીન, નેરો ફેબ્રિકસ મશીન, કોર્ડ વીન્‍ડર મશીન, વોર્પીંગ મશીન, યાર્ન ડાઈંગ પ્‍લાન્‍ટ, વોટર રિસાયકલીંગ પ્‍લાન્‍ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ
થાય છે.

આ પ્રદર્શનમાં અલીફ ટેક્ષપીન એન્‍જીનિયર્સ, ટ્રુ કલર્સ, બેબેન મશીનરી, અશોકા એન્‍ટરપ્રાઇઝ, રેઝ મશીન્‍સ, પીકવેલ એન્‍જીનિયરીંગ, ભગત ટે1ટાઇલ, અંજલી લિબર્ટી ટે1ટાઇલ, સ્પેક્ટ્રન સોલ્‍યુશન પ્રા.લિ., સતગુરૂ ઇમ્પેક્ટસ, વ્‍યુવટેક એન્‍જીનિયર્સ પ્રા.લિ., સનરાઇઝ ઇમ્પોર્ટસ એન્‍ડ એક્ષપોર્ટ્‌સ, તાન્‍તવી ટેક્ષમેક, શ્રીજી નીટર્સ, કેટીએલ ટેક્ષટાઇલ, સંતકૃપા આર્ટ, એમ્‍બ્રોજીયા, વૈભવ ઈન્‍ટરનેશનલ, પાર્થ ટેક્ષટાઇલ, ઓમ એકઝીમ, ડાયનામીક ઓટો લૂમ્‍સ પ્રા.લિ.સહિત 130થી વધુ એકઝીબીટર્સે ભાગ લઇ રહ્યા છે. જેમાં ટેક્ષટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્‍યુફેકચરર્સ પોતપોતાની મશીનરીઓનું પ્રદર્શન કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :