નારાયણ મૂર્તિના જમાઈ U.K.ના નવા નાણાં પ્રધાન
વડા પ્રધાન બૉરિસ જૉન્સને પ્રધાનમંડળમાં કરેલા ફેરફારના ભાગરૂપ ભારતીય મૂળના રાજકારણી રિશી સૂનાકની ગુરુવારે યુકેના નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ સૂનાક ચાન્સેલર ઑફ ધ ઍક્સચૅકર તરીકે ટોચના સરકારી હોદ્દા પર ગૃહસચિવ પ્રીતિ પટેલ સાથે જોડાશે.
ડિસેમ્બર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં જૉન્સને ભવ્ય વિજય મેળવ્યા બાદ એક આઘાતજનક પગલું લેતાં પાકિસ્તાની મૂળ ધરાવતા સાજિદ જાવિદે ચાન્સેલર ઑફ ધ ઍક્સચૅકરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. સૂનાકે હવે તેમનું સ્થાન લીધું છે.
સૂનાક અત્યાર સુધી જાવિદના જુનિયર તરીકે ચીફ સેક્રેટરી ટૂ ધ ટ્રૅઝરીના હોદ્દા પર હતા અને તેમને પ્રધાનમંડળના ઊભરતા સિતારા તરીકે જોવામાં આવતા હતા. સરકારમાં બીજા ક્રમાંકના સૌથી મહત્ત્વના હોદ્દાનો હવાલો સંભાળી લેનાર ૩૯ વર્ષના સૂનાક વડા પ્રધાનના કાર્યાલયની પાસે આવેલા નં.૧૧ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સ્થળાંતર કરવા સજ્જ થઈ ગયા છે.
ક્વિન ઍલિઝાબૅથે પણ સૂનાકની નિમણૂકને ખુશી ખુશી વધાવી લીધી હતી.
નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કરનાર યૉર્કશાયરના રિચમન્ડના સાંસદ સૂનાક વર્ષ ૨૦૧૫માં પ્રથમવાર સંસદમાં પ્રવેશ્યા હતા અને ખૂબ જ ઝડપથી ઊભરી આવ્યા હતા. યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાના જૉન્સનના વ્યૂહને તેમણે ટેકો આપ્યો હતો.
ફાર્માસિસ્ટ માતા અને નેશનલ હૅલ્થ સર્વિસ (એનએચએસ)ના જનરલ પ્રેક્ટિશનર પિતાના યુકેમાં જન્મેલા પુત્ર સૂનાક ઑક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટૅનફૉર્ડના સ્નાતક છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now