CIA ALERT
19. April 2024
April 19, 20191min10710

Related Articles



RILનો ચોખ્ખો નફો 10 ટકા વધીને ₹10,362 કરોડ

Share On :
Print Friendly, PDF & Email

ધીકતો પેટ્રોકેમિકલ બિઝનેસ અને ઝડપથી વૃદ્ધિ કરી રહેલા રિટેલ અને ડિજિટલ વેન્ચર્સને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં 10 ટકા વધ્યો હતો. આમ, વૈશ્વિક રિફાઇનરી માર્જિન અને ઊંચા ધિરાણખર્ચ સામે પેટ્રોકેમિકલ બિઝનેસે નુકસાન સરભર કર્યું હતું.

માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ₹10,362 કરોડ હતો, જ્યારે આવક 19.4 ટકા વધીને ₹1,54,110 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2018-’19માં ચોખ્ખો નફો 13.1 ટકા વધીને ₹39,588 કરોડ થયો હતો, જ્યારે આવક 44.6 ટકા વધીને ₹6,22,809 કરોડ થઈ હતી એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કંપનીના ટેલિકોમ સાહસ જિયોએ ₹840 કરોડનો ત્રિમાસિક ચોખ્ખો નફો કર્યો હતો, જે એક વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 65.7 ટકા અને ચાલુ નાણાવર્ષના ત્રીજા ક્વાર્ટર કરતાં 1.1 ટકા વધુ હતો. ઓપરેટિંગ આવક 55.8 ટકા વધીને ₹11,106 કરોડ થઈ હતી. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹7,128 કરોડની આવક થઈ હતી. 31 માર્ચે પૂરા થયેલા વર્ષમાં જિયોનો ચોખ્ખો નફો ₹723 કરોડથી ચાર ગણી વધીને ₹2,964 કરોડ થઈ હતી.

ડિજિટલ સર્વિસિસ અને રિટેલ બિઝનેસની વાર્ષિક આવક અને લગભગ EBIT બમણા થયા હતા. વર્ષોથી કંપનીની કામગીરી પર પ્રભુત્વ ધરાવતી જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના બિઝનેસ પર ગેસોલિનના નીચા ભાવ અને નેપ્થાનાં નબળાં માર્જિન્સની અસર પડી હતી. ક્રૂડ ઓઇલના પ્રોસેસિંગ અને ઈંધણ વેચાણમાંથી મળતાં નાણાં એટલે કે ગ્રોસ રિફાઇનરી માર્જિન 11 ડોલરથી ઘટીને 8.2 ડોલર થયા હતા. આરઆઇએલનું માર્જિન સિંગાપોર કોમ્પ્લેક્સ કરતાં 4.2 ડોલર ‌વધુ હતું.

સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, રિટેલ આવક ₹એક લાખ કરોડના આંકને વટાવી ગઈ હતી, જ્યારે ત્રિમાસિક આવક 51.6 ટકા વધીને 36,663 કરોડ થઈ હતી. ઊંચી આવક તથા માર્જિનમાં વધારાને કારણે સેગમેન્ટની EBIT 81 ટકા વધીને ₹1,721 કરોડ થઈ હતી.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપનીએ એનર્જી માર્કેટમાં ભારે વોલેટિલિટીની સમયમાં પણ કંપનીએ ₹39,588 કરોડનો કોન્સોલેડિટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. મને એ કહેતાં આનંદ થાય છે કે કંપનીએ તેનો PBDIT છેલ્લાં પાંચ વર્ષમાં બમણાથી વધુ કર્યો છે અને મૂલ્યસર્જન માટે વૈશ્વિક માપદંડ સ્થાપ્યો છે.

આરઆઇએલનો પેટ્રોકેમિકલ્સના બિઝનેસે 18.7 ટકાના વિક્રમ માર્જિન સાથે કામ કર્યું હતું, અન્ય ખર્ચ 59.6 ટકા વધીને ₹21,834 કરોડ થયો છે. ઘસારો ₹4,852 કરોડથી વધીને ₹5,295 કરોડ થયો હતો. ધિરાણખર્ચ ₹2,566 કરોડથી વધીને ₹4,894 કરોડ થયો હતો.

31 માર્ચની સ્થિતિએ ઋણ ₹21,873 કરોડથી વધીને ₹2,87,505 કરોડ થયું હતું. રોકડ અને રોકડ સમકક્ષ ₹78,063 કરોડથી વધીને ₹1,33,027 કરોડ થઈ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :