CIA ALERT
25. April 2024
February 14, 20201min5540

વાળ સફેદ કેમ થાય છે ? સંશોધનનું રસપ્રદ તારણ

Share On :
Print Friendly, PDF & Email

આ વાળ તડકામાં સફેદ થયા નથી પણ ડહાપણથી શ્ર્વેત બન્યા છે, તેવું વૃદ્ધો અવારનવાર કહેતા હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાળ તણાવથી સફેદ થતાં હોય છે. આ અંગેનો એક સંશોધનથી જાણી શકાયું છે કે લાંબા સમયથી તણાવનો સામનો કરનારાઓના શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બની જતી હોય છે. જેની આડઅસરથી વાળ ધોળા થઈ જતા હોય છે. જો નર્વસ સિસ્ટમને સક્રિય ન થવા દઈએ તો વાળ ધોળા થવાની સંભાવના ઘટી જાય છે, તેવું ઉંદરો પર થયેલું સંશોધન દર્શાવે છે.

‘નેચર’ સામયિકમાં આ અંગેનો અભ્યાસ પ્રકાશિત થયો છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના થિઆગો મટ્ટર કુન્હાએ કહ્યું કે ‘લાંબા સમયથી માનવામાં આવતું હતું કે તણાવથી વાળ સફેદ થતા હોય છે, પણ આ માન્યતા માટે કોઈ આધાર મળતો ન હતો. અમારા અભ્યાસથી શોધી શકાયું છે કે શરીરમાં શું થવાથી વાળ સફેદ થતા હોય છે અને આ પ્રક્રિયા અટકાવવાનો માર્ગ અમે શોધી શક્યા છે.’ મોરોક્કોમાં થતા કેકટ્સ પ્રકારના પ્લાન્ટમાંથી મેળવેલું રેસિનિફેરાટોક્સીન ઉંદરમાં ઈન્જેક્ટ (દાખલ) કરવામાં આવ્યું હતું. આ ટોક્સીન (ઝેરી પદાર્થ) ઘણાં સપ્તાહ સુધી કાળા ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી અને તે પછી તેના વાળ સફેદ થયા હતા. સીડીકે (સાઈક્લીનડિપેન્ડેન્ટ કિનાસે) નામના પ્રોટીનથી વાળ સફેદ થતાં હોવાની સંંશોધનકારોને જાણ થઈ હતી. તે પછી સીડીકે ઈનહિબિટર (સીડીકેને અટકાવનાર) ઉંદરમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું તો ખબર પડી કે વાળ સફેદ થવાનું અટકી ગયું હતું. હાર્વર્ડના કુન્હાએ કહ્યું કે ‘ઉંદરોમાં રેસિનિફેરાટોક્સીન ઈન્જેક્ટ કરવામાં આવ્યું તે પછી અમે તેમને ગુઆનેથિડિન આપ્યું હતું જે એન્ટી-હાઈપરટેન્સિવ (તાણ ઘટાડે) છે અને અમે અવલોકન કર્યું કે વાળનો રંગ સફેદ થતો અટકાવી શકાયો હતો.

ઉંદરને થતી પીડાથી શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બનતી હોય છે અને એડ્રેનલિન અને કોર્ટિસોલ હોર્મોન ઉત્તેજિત થઈ જતા હોય છે. હૃદય ઝડપભેર ધબકવા લાગે છે. બ્લડપ્રેશર વધી જતું હોય છે. શ્ર્વાસોશ્ર્વાસ ઝડપી બને છે. ડોળા પહોળા થાય છે

અને આ પ્રતિભાવ વાળ સફેદ કરવા જવાબદાર છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :