CIA ALERT
20. April 2024
March 28, 20202min3180

Related Articles



RBI એ જાહેર કરેલી આર્થિક રાહતો

Share On :
Print Friendly, PDF & Email

કોરોના કારમુ સ્વરૂપ ધરવા આગળ વધી રહ્યો છે, તેને હંફાવવા સરકાર વિવિધ અન્ય પગલાં સાથે દેશવાસીઓને નાણાકીય રાહત પણ આપી રહી છે જેથી કોરોના સામેની લડાઇમાં કોઈ કચાશ ન રહી જાય.

દેશની બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોના વાઈરસના પગલે આપવામાં આવેલા લોકડાઉનથી લોકોને મુશ્કેલી ન થાય તેના માટે લોનની ચૂકવણીમાં રાહત આપવા અને લોન સસ્તી કરવાનો નિર્ણય કર્યો છે.

એ જ સાથે, ટર્મ લોનના હપ્તાની ચુકવણીમાં ત્રણ મહિનાની રાહત આપવાની જાહેરાત પણ કરી છે.

એક મહત્વના પગલામાં રેપો રેટમાં પણ ૦.૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આને પરિણામે તમામ પ્રકારની લોન સસ્તી થશે.

રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસેથી લોન મળે છે. બેન્કોને સસ્તી લોન મળશે તો તેઓ ગ્રાહરો માટે રેટ ઘટાડશે.

રેપો રેટ પહેલા ૫.૧૫ ટકા હતો, હવે તે ઘટીને ૪.૪૦ ટકા થઈ ગયો છે. આ ફેરફારને પગલે વિવિધ પ્રકારની લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે.

*રિઝર્વ બેન્કે પાંચ મહત્વની જાહેરાત કરી છે, જે આ પ્રમાણે છે:*

૧. રેપો રેટમાં ૦.૭૫ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે, જેને પરિણામે લોન સસ્તી થશે

૨. ટર્મ લોનનો હપ્તો ભરવામાં ત્રણ મહિનાની છુટ આપવામાં આવી છે, જેને પરિણામે ગ્રાહકો અને બેન્કોને રાહત મળશે.

૩.વર્કિંગ કેપિટલ પર વ્યાજની ચુકવણી ત્રણ મહિના ટળી હોવાથી કોર્પોરેટ સેક્ટરમાં રાહત મળશે.

૪.કેશ રિઝર્વ રેશ્યો ૧ ટકા ઘટાડવામાં આવ્યો હોવાથી બેન્કોની પાસે વધુ રોકડ રહેશે.

૫. રિઝર્વ બેન્કના આં નિર્ણયની અસરથી બેન્કિંગ સિસ્ટમમાં ૩.૭૪ લાખ કરોડ રૂપિયાની રોકડ વધશે.

આરબીઆઈએ બેન્કોની સાથે લોન લેવા વાળા ગ્રાહકોને પણ રાહત આપી છે. બેન્ક ૩ મહીના સુધી ઈએમઆઈ ટાળી શકશે. ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોન એનપીએમાં નહીં ઉમેરાશે. નેટ ફંડિંગ રેશ્યો નિયમને પણ ૬ મહીના માટે ટાળવામાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યુ છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા એમપીસીએ નિર્ધારિત સમયથી પહેલા બેઠક કરી છે. ૨૪-૨૭ માર્ચ સુધી એમપીસીની બેઠક થઈ જેમાં એમપીસીએ ૪:૨ ના રેશિયોમાં રેટ કપાતનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ વ્યાજ દરો એટલે કે રેપો રેટમાં ૦.૭૫ ટકાની કપાત કરતા ૪.૪૦ ટકા કરી દીધા છે. તેની સાથે જ એલએએફમાં પણ ૦.૯ ટકાની કપાત કરતા તેને ૪ ટકા કરી દેવામાં આવી છે.

રિવર્સ રેપો રેટ દર પણ ૦.૯ ટકાથી ઘટાડીને ૪ ટકા કરી દેવમાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે અમારો ફોક્સ ફાઈનાન્શિયલ સ્થિરતા પર છે. એચ૨માં ૪.૪ ટકા ગ્રોથ હાસિલ કરવો ચૂનોતિપૂર્ણ રહેશે.

કોરોનાના લીધેથી માંગમાં ઘણી પીછેહઠ આવી છે. કોરોનાથી ગ્રોથ અને મોંઘવારી અનુમાનોમાં ઘણા બદલાવ સંભવ છે.

વર્તમાન સમય જેવી અસ્થિરતા અત્યાર સુધીમાં નથી જોવા મળી. સ્થાનિક અર્થતંત્રની સુરક્ષા સમયની માંગ છે અને એ જ કારણે આ પગલાં લેવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખતા લોન-રી-પેમેંટના ઢીલ દેવામાં આવી રહી છે.

બધી બેન્કોના સીઆરઆરમાં ૧ ટકા સુધી કપાત કરવામાં આવી છે. બધી બેન્કોના સીઆરઆર ૧ ટકા ઘટાડીને ૩ ટકા કરવામાં આવી

રહ્યા છે.

હવે આપણે એકસમાન માસિક હપ્તા (ઈએમઆઈ) ત્રણ મહિનાની છુટ શું છે, એ પણ જાણી લઈએ.

બેન્કિંગ ક્ષેત્રના સાધનો અનુસાર ઊખઈં પેમેન્ટમાં છુટનો અર્થ એ નથી કે તમારે બાકી નીકળતા ઈએમઆઈને ચૂકવવા પડશે નહિ. માત્ર ત્રણ મહિના ટાળી શકો છો. પછીથી ચુકવણી કરવી પડશે.

આ પગલું એ હેતુથી ઉઠાવવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે જેની પાસે ખરેખર કેશની અછત છે તેને લોનની ચુકવણીમાં થોડો સમય મળી જાય.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે જેમની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ છે તેમણે ઊખઈં સમય પર જ ચુકવવો જોઈએ નહિતર તેમની પર પણ બોજો વધશે.

એ નોંધવું રહ્યું કે સરકારે ગુરુવારે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમાં ગરીબ, ખેડૂત , મજૂર, મહિલા, વૃદ્ધા, વિધવા અને દિવ્યાંગોને રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

કોરોના વાઈરસના કારણે દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેનાથી અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :