CIA ALERT
19. April 2024
July 3, 20191min5890

Related Articles



માઉન્ટ આબુમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

Share On :
Print Friendly, PDF & Email

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :