CIA ALERT
29. March 2024
July 1, 20191min13800

Related Articles



Paytm : આજથી ફ્રી વ્યવહાર બંધ, દરેક વ્યવહાર પર ચાર્જ લાગશે

Share On :
Print Friendly, PDF & Email

Jayesh Brahmbhatt 98253 44944

અત્યાર સુધી પોતાના પ્લેટફોર્મ પરથી જુદી જુદી સર્વિસ કે પ્રોડક્ટસ માટે પેમેન્ટ કરતા ગ્રાહકો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પોતે ભોગવતી આવેલી પેટીએમ કંપની હવે આજથી જ એટલે કે તા.1લી જુલાઇ 2019થી પોતાના ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસુલ કરશે. એટલે કે હવેથી પેટીએમ મારફતે કોઇ વસ્તુ, પ્રોડક્ટ કે સેવા માટે પેમેંટ કરવા સાથે વધારાની રકમ ચાર્જ ગણો કે ટેક્સ એ ગ્રાહકોએ ચૂકવવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શનની એક કોસ્ટ હોય છે, Paytm હવે આ કોસ્ટ ગ્રાહકો પાસે રિકવર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે જણાવ્યું કે આ વધારાના ચાર્જ સોમવારથી લાગુ પડશે.

સોફ્ટ બેન્ક અને અલીબાબા ગૃપ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળનવારી Paytm અત્યાર સુધી આ ચાર્જનો બોજો પોતે ઊઠાવી રહી હતી. પોતાના પ્લેટફોર્મથી થનારા પેમેન્ટ માટે તે એક્સ્ટ્રા રકમ ચાર્જ નહતી કરતી.

આજથી તા. 1 જુલાઈ 2019થી અમલમાં આવતા આ સંદર્ભના ડેવલપમેન્ટમાં Paytm મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું ભારણ ગ્રાહકો પાસેથી વસુલવાનું શરૂ કરી દીધું છે.

એમ.ડી.આર. શું છે

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ જે તે બેન્ક અને કાર્ડ કંપનીઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે MDR લે છે એના કહેવાય છે. પેટીએમ ન તો બેંક છે ન તો કાર્ડ કંપની, પેટીએમ ફક્ત પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે તેના દ્વારા પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ ક્યાં તો બેંક ક્યાં તો કાર્ડ કંપનીનો સહારો મેળવવો પડે છે.

કેટલો ચાર્જ લાગશે

પેટીએમ દ્વારા હવેથી જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવશે તો 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, ડેબિટ કાર્ડથી 0.9 ટકા અને નેટ બેન્કિંગ તથા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના માધ્યમથી ટ્રાન્ઝેક્શન પર 12થી 15 રૂપિયા સુધી ચાર્જ લાગશે. આ ચાર્જ ડિજિટલ પેમેન્ટના દરેક પ્રકાર પર લાગુ પડશે. જેમાં વોલેટ ટોપ અપ કરાવવાથી માંડીને યુટિલિટી બિલ અથવા સ્કૂલ ફી પેમેન્ટ કે પિક્ચરની ટિકિટ માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ સમેતની બાબતો આવરી લેવામાં આવી છે.

 

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :