CIA ALERT

Oscar Awards : કોને કોને મળ્યા ઓસ્કાર એવોર્ડ? વાંચો સંપૂર્ણ યાદી

સાઉથ કોરિયાની ‘પૅરેસાઇટ’ ફિલ્મ રવિવારે અહીં ૯૨મા ઍકેડેમી અવૉર્ડ્સના સમારંભમાં સર્વશ્રેષ્ઠ ઑસ્કર ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.

આ ઍકેડેમીના ૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જેમાં બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મને જગવિખ્યાત ઑસ્કર અવૉર્ડ મળ્યો હોય અને એ ગૌરવ ‘પૅરેસાઇટ’ ફિલ્મને મળ્યું છે.

backstage during the 89th Annual Academy Awards at Hollywood & Highland Center on February 26, 2017 in Hollywood, California.

એક તરફ, ‘પૅરેસાઇટ’ની વિજેતા-ફિલ્મ તરીકેની જાહેરાત આશ્ર્ચર્યજનક હતી ત્યારે બીજી બાજુ, સૅમ મેન્ડીસની યુદ્ધ પર આધારિત ‘૧૯૧૭’ ફિલ્મે ઘણી મોટી ટ્રોફીઓ સાઉથ કોરિયાની વિજેતા ફિલ્મને ગુમાવવી પડી હતી.

‘૧૯૧૭’ ફિલ્મ પ્રથમ વિશ્ર્વયુદ્ધ પર આધારિત છે અને એ કુલ ૧૦ પુરસ્કારો માટે નૉમિનેટ થઈ હતી. એમાં ખાસ કરીને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેકટર તથા બેસ્ટ ઑરિજિનલ સ્ક્રીનપ્લે અવૉર્ડનો સમાવેશ હતો. જોકે, ટેક્નિકલ ખૂબીઓ ધરાવતી આ ફિલ્મને છેવટે માત્ર બેસ્ટ સિનેમેટોગ્રાફી (રોજર ડીક્ધિસ), બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિગંની કૅટેગરીમાં જ પુરસ્કાર મળી શક્યા હતા. બાફ્તા તથા ગોલ્ડન ગ્લોબ્સ ખાતે આ વૉર-ફિલ્મ (‘૧૯૧૭’)ને બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેકટર નામના ટોચના બે પુરસ્કાર મળ્યા હતા.

જોકે, રવિવારે ‘પૅરેસાઇટ’ ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટિંગ અને બેસ્ટ સ્ક્રીનપ્લેના મુખ્ય ત્રણ અવૉર્ડ મેળવીને અનેકને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા.

ઍકેડેમીના વોટર્સે ‘૧૯૧૭’ ઉપરાંત બીજી એક જાણીતી ફિલ્મને પણ હરીફાઈની બહાર કરી દીધી હતી. માર્ટિન સ્કોર્સેસેની એ ફિલ્મ હતી, ‘ધ આઇરિશમૅન’ જે ગુનાખોરી પર આધારિત હતી. રોબર્ટ દ નિરો, અલ પૅચિનો અને જૉ પેસ્કી જેવા પીઢ કલાકારોના સમાવેશવાળી આ ફિલ્મ ૧૦માંથી એકેય નૉમિનેશનમાં અવૉર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

૧૬ કરોડ ડૉલર (અંદાજે ૧૧.૪૨ અબજ રૂપિયા)ના ખર્ચે બનેલી તેમ જ અમુક વિવાદોમાં સપડાયેલી ‘સ્કોર્સેસી’ ફિલ્મને કેટલાક અવૉર્ડ મળવાની ધારણા હતી, પરંતુ એને એક પણ ઑસ્કર અવૉર્ડ નહોતો મળી શક્યો.

‘લૅડી બર્ડ’ની જેમ ‘લિટલ વિમેન’ ફિલ્મને પણ એકેય મોટો પુરસ્કાર નહોતો મળી શક્યો.

બેસ્ટ ડિરેકટરના પુરસ્કાર માટે બીજી વાર જર્વીગને અવગણવા બદલ ઍકેડેમીની ભારે ટીકા થઈ હતી.

સ્ટુડિયો કૅટેગરીમાં અલ્ફૉન્સો ક્વારૉનના ‘રોમા’ને ત્રણ પુરસ્કારો અપાયા હતા જેને પરિણામે ‘નેટફ્લિક્સ’ને ગયા વર્ષ જેવી સફળતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળતા જોવી પડી હતી.

એક બાજુ, ‘પૅરેસાઇટ’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો ત્યાં બીજી તરફ, એ નૉન-ઇંગ્લિશ હોવાથી સબટાઇટલના વિઘ્નો હોવા છતાં બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ જીતનાર એ જ ફિલ્મના બૉન્ગ જૂન હોએ પુરસ્કાર સ્વીકારતી વખતે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું હતું, ‘થૅન્ક યુ, મારા માટે આ બહુ મોટું ગૌરવ છે. મારી પત્ની હંમેશાં મારા માટે પ્રેરણા બની રહી છે અને તેનો હું આભાર માનું છું. આ ફિલ્મને આ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડનારા જે ઍક્ટરો આજે અહીં મારી સાથે છે તેમનો પણ હું આભારી છું. અમારા દેશમાં અમે ક્યારેય અમારા દેશને રજૂ કરવાના હેતુથી સ્ક્રીપ્ટ નથી લખતા. સાઉથ કોરિયાને મળેલો આ સૌપ્રથમ ઑસ્કર અવૉર્ડ છે.’

‘વન્સ અપોન અ ટાઇમ…ઇન હૉલીવૂડ’ ફિલ્મ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો પુરસ્કાર મેળવનાર ૫૬ વર્ષીય સુપરસ્ટાર બ્રૅડ પિટને ગયા વર્ષે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર મેળવનાર અભિનેત્રી રેગિના કિંગે ટ્રોફી એનાયત કરી હતી. બ્રૅડ પિટે ‘અ લિટલ લવ’ સંદેશ સાથે હૉલીવૂડના સ્ટન્ટ કૉ-ઑર્ડિનેટરો તથા સ્ટન્ટ ક્રૂઝ (સ્ટાફ)નો આભાર માન્યો હતો તેમ જ સહ-અભિનેતા લીઓનાર્દો ડીકૅપ્રિયોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

બેસ્ટ ઍક્ટરની ટ્રોફી મેળવનાર ૪૫ વર્ષીય જૉકિન ફિનિક્સ (ફિલ્મ ‘જૉકર’)એ બાફ્તા, ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન ઍક્ટર્સ ગીલ્ડ અવૉર્ડ મેળવ્યા બાદ હવે સર્વોત્તમ ઑસ્કર અવૉર્ડ મેળવવાની ઇચ્છા રવિવારે પૂરી કરી હતી. લૉરા ડર્નને જાણે બર્થ-ડે ગિફ્ટના રૂપમાં ‘મૅરેજ સ્ટોરી’ ફિલ્મમાંના અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે સોમવારે ૫૩ વર્ષની થઈ હતી. જોકે, સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ રેની ઝેલવેગરને ‘જુડી’ ફિલ્મમાંના અભિનય બદલ મળ્યો હતો. તેના માટે આ બીજો ઑસ્કર અવૉર્ડ છે. ૧૫ વર્ષ પહેલાં તે ‘કોલ્ડ માઉન્ટેઇન’ ફિલ્મમાંના રોલ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર જીતી હતી.

———————————————–

ઑસ્કર ૨૦૨૦:કઈ કૅટેગરીમાં કોણ વિજેતા?

બેસ્ટ પિક્ચર: ‘પૅરેસાઇટ’ (સાઉથ કોરિયા)

બેસ્ટ ડિરેક્ટર: બૉન્ગ જૂન હો (‘પૅરેસાઇટ’)

બેસ્ટ ઍક્ટર: જૉકિન ફિનિક્સ (‘જૉકર’)

બેસ્ટ ઍક્ટ્રેસ: રેની ઝેલવેગર (‘જુડી’)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર: બ્રૅડ પિટ (‘વન્સ અપોન અ ટાઇમ…ઇન હૉલીવૂડ’)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ: લૉરા ડર્ન (‘મૅરેજ સ્ટોરી’)

ઑરિજિનલ સ્ક્રીનપ્લે: બૉન્ગ જૂન હો અને હૅન જિન વૉન (‘પૅરેસાઇટ’)

ઍડેપ્ટેડ સ્ક્રીનપ્લે: તૈકા વાઇટીટી (‘જૉજો રૅબિટ’)

ઍનિમેટેડ ફીચર ફિલ્મ: ‘ટૉય સ્ટોરી ૪’

ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ: ‘પેરેસાઇટ’

(સાઉથ કોરિયા)

ડૉક્યૂમેન્ટરી ફીચર: ‘અમેરિકન ફૅક્ટરી’

ડૉક્યૂમેન્ટરી-શૉર્ટ સબ્જેક્ટ: ‘લર્નિંગ ટૂ સ્કેટબોર્ડ ઇન અ વૉરઝોન (ઇફ યુ આર અ ગર્લ)’

લાઇવ ઍક્શન શૉર્ટ ફિલ્મ: ‘ધ નેબર્સ વિન્ડો’

ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મ: ‘હેર લવ’

ઑરિજિનલ સ્કોર: હિલ્ડુર ગુડ્નેડૉટિર (‘જૉકર’)

ઑરિજિનલ સૉન્ગ: ‘(આઇ ઍમ ગૉના) લવ મી અગેઇન’ (ફિલ્મ: ‘રૉકેટમૅન’)

સાઉન્ડ એડિટિંગ: ‘ફોર્ડ વર્સસ ફેરારી’

સાઉન્ડ મિક્સિગં: ‘૧૯૧૭’

પ્રોડક્શન ડિઝાઇન: ‘વન્સ અપોન અ ટાઇમ

ઇન હૉલીવૂડ’

સિનેમેટોગ્રાફી: ‘૧૯૧૭’

કૉસ્ચ્યૂમ ડિઝાઇન: ‘લિટલ વિમેન’

ફિલ્મ એડિટિંગ: ‘ફોર્ડ વર્સસ ફેરારી’

વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ: ‘૧૯૧૭’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :