CIA ALERT
29. March 2024
May 2, 20193min10920

Related Articles



NEET પરીક્ષા 5 મે એ : છેલ્લી ઘડીએ કેવી રીતે તૈયારી કરશો?

Share On :
Print Friendly, PDF & Email

આગામી તા.5મી મે 2019ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) 2019 લેવામાં આવશે. મેડીકલ અને ડેન્ટલ ઉપરાંત ગુજરાતમાં હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટે નીટ પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. 720 માર્કસની નીટ પ્રવેશ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ અત્યંત સ્ટ્રેસમાં હોય છે અને તેમની સાથે વાલીઓની પણ ચિંતાનો પાર હોતો નથી. કેમકે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે આનાથી વિશેષ બીજી કોઇ પરીક્ષાનો સ્કોર વેલિડ ગણાતો નથી.

નીટ યુજી 2019 ઓફલાઇન પેન અને પેપર પેટર્નથી લેવામાં આવશે.

પરીક્ષા આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પરીક્ષાર્થીઓ સાથે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ સ્ટ્રેસમાં આવ્યા વિના માનસિક રીતે મક્કમ બનીને પરીક્ષા આપવી જોઇએ.

ટોપીક વાઇઝ પ્લાન બનાવો

હવે નીટ આડે થોડા જ કલાકો બાકી રહ્યા છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ દરેકે દરેક મિનિટનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. વિદ્યાર્થીઓએ તેમની પાસે ઉપલબ્ધ સમયને પહેલા એવા વિષયો અને ટોપીક્સમાં ફાળવવો જોઇએ, જેમાં મહાવરો છે અને બાદમાં થોડો સમય જે ટોપિક્સ અઘરા લાગતા હોય તેને ફાળવવો જોઇએ.  આ પ્રકારે સમગ્ર સિલેબસનું ટૂંકાગાળામાં રિવિઝન થઇ શકશે. સહેલું વાંચવું અને તેની પ્રેક્ટિસ જરૂરી છે કેમકે એમાંથી જ તમને શ્યોર માર્કસ મળવાના છે. એ પહેલા વાંચવાથી આત્મ વિશ્વાસ પણ વધશે જે અઘરા ટોપિક્સને યાદ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે

મહત્વના ફોર્મ્યુલા અને ડાયેગ્રામ (આકૃતિ)નો રિવિઝન પ્લાન બનાવો

નીટ પરીક્ષા આડેના થોડા કલાકોમાં વિદ્યાર્થીઓએ સૌથી મહત્વની બાબત ફોર્મ્યુલા અને ડાયેગ્રામ્સના રિવિઝન પર ધ્યાન આપવું જોઇએ. વિદ્યાર્થીઓએ વધુને વધુ સવાલો આધારિત ફોર્મ્યુલા સોલ્વ કરવી જોઇએ, જે માર્કની શ્યોરિટી વધારી આપશે.

પેપર પ્રેક્ટિસ

વિદ્યાર્થીઓએ દરરોજ એક મોડેલ ટેસ્ટ પેપર, મોક ટેસ્ટ પેપર કે અન્ય પેપરની પ્રેક્ટિસ ખાસ કરવી જોઇએ. પરીક્ષાના દિવસો અગાઉ કરેલી પેપર પ્રેક્ટિસ બહું જ ઉપયોગી નિવડે છે. પેપર પૂરું કરવામાં તમારો સમય કેટલો જાય છે એ અગાઉથી જાણી શકાતું હોવાથી મુખ્ય પરીક્ષાના દિવસે પેપરમાં સવાલો બાકી રહી જવાની સમસ્યા નાબૂદ કરી શકાશે. પેપર પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓને જવાબોમાં એક્યુરેસી અને ઝડપ બન્નેમાં વધારો કરી શકાશે.

સહેલા સવાલો પહેલા એટેન્ડ કરો

પરીક્ષાનું પેપર હાથમાં આવે અને જવાબો લખવાનું શરૂ કરો ત્યારે સહેલા સવાલો પહેલા એટેન્ડ કરવો જોઇએ. વિદ્યાર્થીઓએ એ પહેલેથી નક્કી કરી લેવું જોઇએ કે તેમની ખરી શક્તિ શેમાં છે અને તેમની વિકનેસ શેમાં છે. પરીક્ષામાં સહેલા સવાલો પહેલા અને ઝડપથી એટેન્ડ કરીને બાકીના અઘરા સવાલોના જવાબ આપવા માટે પર્યાપ્ત સમય મળી રહેશે. બિનજરૂરી સ્ટ્રેસમાં રહેવા કરતા ચિંતાથી કોઇ પ્રશ્ન ઉકેલાતા નથી એ રુએ જેટલું થાય અને જેટલું કર્યું છે એનું ફળ અવશ્ય મળવાનું છે એમ માનીને પરીક્ષા આપવી જોઇએ.

NEET UG 2019 exam tips you should follow for revision

The National Eligibility cum Entrance Test (NEET) for undergraduate medical courses will be held on May 5, 2019. With just a few days left for the exam, students need to increase their efforts and devotion to secure good scores in the exam.

The NEET UG entrance exam will be conducted by the National Testing Agency (NTA) for admission to MBBS/BDS Courses in India in Medical/Dental Colleges. The NEET UG 2019 test will be held in offline (pen and paper) mode across the country.

The students who have registered for the NEET UG 2019 examination can follow the last minute tips given below for better preparation or revision for the exam:

Make a topic-wise revision plan

Since only a few days are left for the exam, students need to make the most of their time. Divide your time subject-wise and revise those subjects/topics first that you know very well followed by the tough topics so that you have enough time for revision. Revise the whole syllabus in this manner.

Revise important formulas and diagrams

It’s very important to remember all the important formulas and diagrams. Solve more and more formula based questions to polish your skills.

Practice

Practice papers and mock test are the things that will give you confidence for the exam day. Try to solve as many as possible.  They will also help in improving your accuracy and speed.

Find out your strengths and weaknesses

By this time, you should know which are the sections/topics you are strong in and where you need to improve. On the exam day, try to attempt easy questions first, so that you would have enough time to solve the tougher ones.

Stay away from stress 

Don’t be anxious and stressed before the exam. Get proper sleep and eat healthy food to be fit. It is very important to stay both physically and mentally strong during exam time. Take proper rest and sleep a day before the exam and attempt the NEET UG 2019 paper with a fresh mind.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :