CIA ALERT
23. April 2024
January 6, 20201min3240

Related Articles



યુવા MBBS ડોક્ટરોનો રવિવાર બગડ્યો : P.G. NEET ડિફિકલ્ટ રહી

Share On :
Print Friendly, PDF & Email

P.G. NEET : ક્લીનીકલ કેસ બેઝ પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા

દેશભરની મેડીકલ કોલેજોમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ બેઠકો પર પ્રવેશ માટે રવિવાર તા.5 જાન્યુઆરી 2020ના રોજ પી.જી. નીટ લેવામાં આવી હતી. દેશભરમાંથી મળી રહેલા અહેવાલો મુજબ ગત વર્ષની સરખામણીમાં 2020 નીટ પી.જી. પરીક્ષા અઘરી રહી હતી. ખાસ કરીને ક્લીનીકલ સેકશનના પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ ખાસ્સા અટવાયા હતા. મોટા ભાગના પરીક્ષાર્થીઓને ક્લીનીકલ કેસબેઝ પ્રશ્નો અટપટા લાગ્યા હતા. પી.જી. નીટમાં સમગ્ર દેશમાંથી અંદાજે ૧ લાખ ૬૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી ૮ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. આ પરીક્ષામાં ૮૦૭૪૫ વિદ્યાર્થિનીઓ, ૮૬૩૪૨ વિદ્યાર્થીઓ અને ૧૫ ટ્રાન્સજેન્ડર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીટ પી.જી. પરીક્ષા

  • એમ.ડી.ની કુલ ૨૦ હજાર,  
  • એમ.એસ.ની ૧૦૮૨૧,
  • પી.જી.ડિપ્લોમાની ૧૯૭૯ અને
  • ડીએનબીની અંદાજે ૬ હજાર બેઠકો સહિત
  • કુલ અંદાજે ૩૮ હજાર પી.જી.મેડિકલની બેઠકો માટે નીટ લેવામાં આવી હતી.
  • આ ઉપરાંત ચાલુ વર્ષે પી.જી.નીટમાં ઇડબલ્યુએસ કેટેગરી પણ દાખલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે ડીએનબી કોર્સ માટે અલગથી પરીક્ષા લેવામાં આવતી હતી. આ વર્ષથી તમામ કોર્સ માટે એક જ પી.જી. નીટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પી.જી. નીટ પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે ગતવર્ષની સરખામણીમાં અઘરી રહી હતી. ખાસ કરીને ક્લિનિકલ સેક્શનના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા પડ્યા હતા. 

પી.જી. નીટનું પરિણામ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે

સમગ્ર દેશમાં ૧૪૧ શહેર અને ૫૪૨ સેન્ટરો પરથી નીટ લેવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત અને મહેસાણા જેવા શહેરોમાં નીટ લેવામાં આવી હતી. કુલ ૩૦૦ પ્રશ્નોની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અત્યાર સુધી પી.જી.મેડિકલની બેઠકો માટે જ નીટ લેવામાં આવતી હતી. પરંતુ ચાલુ વર્ષથી એઇમ્સ, ચંદીગઢ, પોંડીચેરી, બેંગ્લુરુ સહિતની મેડિકલ સંસ્થાઓ ઉપરાંત ડીએનબીની ૬ હજાર બેઠકો માટે પણ  હવે નીટ લાગુ કરી દેવામાં આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :