CIA ALERT
March 8, 20191min740

સર્વ જીવોનું કલ્યાણ કરનારા મહામંત્ર નવકારનો મહિમા

‘નવલખા જપતા નરક નિવારે’ એ પંક્તિઓ એના પ્રમાણરૂપ છે. આપણા ધર્મગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે નવલખા જાપ કરતાં નરક ગતિનું નિવારણ થાય છે

જૈન ધર્મમાં મહામંત્ર નવકારનો અચિંત્ય મહિમા ગવાયો છે. નવકારમંત્રના આપણા પર અનેકાનેક ઉપકારો છે. નવકારમંત્ર અહિંસા, સંયમ, તપ અને યોગસાધનાનો ઊંચામાં ઊંચો આદર્શ છે. આપણા જીવનનું શ્રેય કરવામાં નવકારમંત્ર હંમેશાં અગ્રેસર રહે છે. નવકારમંત્ર આપણી દુર્ગતિને અટકાવે છે. નવકારમંત્રનો સાધક ક્યારેય નરક ગતિમાં ન જઈ શકે એવું આપણા શાસ્ત્રકારોનું કથન છે.

‘નવલખા જપતા નરક નિવારે’ એ પંક્તિઓ એના પ્રમાણરૂપ છે. આપણા ધર્મગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે નવલખા જાપ કરતાં નરક ગતિનું નિવારણ થાય છે, પરંતુ જીવનના અંત સમયે પણ જો નવકારમંત્ર કર્ણપટ પર પડે તો તેની સદ્ગતિ અવશ્ય થાય છે. એટલે જ મનુષ્યની કે અન્ય જીવોની અંતિમ ઘડીએ નવકારમંત્ર સંભળાવવાની પરંપરા જૈનોમાં જળવાઈ રહી છે.

આપણે દુર્લભ એવો મનુષ્યજન્મ પામ્યા છીએ એ માટે આ મહામંત્ર નવકારનો જ ઉપકાર છે. એવી સંભાવના છે કે ભવાંતરની રખડપટ્ટી કરતા આપણા આત્માને કોઈ મહાપુણ્ય યોગે એની છેલ્લી ઘડીએ આ નવકારમંત્રનું સ્મરણ કરવા મ્ાYયું હોય અને આ પવિત્ર મંત્રના શબ્દો આપણા કાન પર પડ્યા હોય અને એથી જ એના ફïળસ્વરૂપે આ માનવભવ આપણને પ્રાપ્ત થયો હોય. આપણા શાjાકારોએ વારંવાર મહામંત્ર નવકારના ઉપકારો વર્ણવ્યા છે. તેમણે ઉપદેશ્યું છે:

કિંચ ધન્નાણ મણોભવણે સદ્ધા બહુમાણવટ્ટિને હિલ્લો

મિચ્છત્તતિમિરહરણો વિયરઈ નવકાર વરદીવો

અર્થાત્ જેમ શ્રદ્ધારૂપી દિવેટ છે, બહુમાનરૂપી તેલ છે અને જે મિથ્યાત્વરૂપી તિમિરને હરનારો છે એવો આ નવકારરૂપી શ્રેષ્ઠ દીપક ધન્ય પુરુષોના મનરૂપી ભવનને વિશે શોભે છે.

નવકારમંત્ર મિથ્યાત્વનો નાશ કરનારો અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનારો છે. અહીં આપણે એ જ ચિંતન કરવાનું છે કે જે મહામંત્ર નવકાર મહાશત્રુ સમાન મિથ્યાત્વનો નાશ કરે, અતુલ ગુણના નિધાન સમા સમ્ય્ાક્રત્નની પ્રાપ્તિ કરાવે અને જીવને અજરામર પદમાં સ્થાન અપાવે એ નવકારમંત્રનો કેટલો ઉપકાર માનવો? એથી જ નવકારમંત્ર આપણો મહાઉપકારી છે એટલે એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને આદર રાખવો એ આપણા સૌનું પરમ કર્તવ્ય છે.

આ જગતમાં દુ:ખના નિવારણની અને સુખની પ્રાપ્તિની કોણ આશા નથી રાખતું? સુખ-સમૃદ્ધિ અને યશ-કીર્તિની આશા કોને નથી? આ વિશે ઊંડું ચિંતન કરીએ તો જણાશે કે સંસારનાં સર્વ દુ:ખો આપણી ભવપરંપરાને આભારી છે. જો ભવપરંપરા જ ન હોય તો જન્મ, જરા, મૃત્યુ આપણને કેમ સતાવી શકે? એથી જ નવકારસાધકે સર્વપ્રથમ ભવપરંપરા નષ્ટ થાય એવી અભિલાષા અવશ્ય રાખવી જોઈએ. મનુષ્યજગતમાં પ્રેયસ અને શ્રેયસ એમ બે પ્રવાહો વહેતા હોય છે. એને પૂર્ણ કરવાનું સામથ્ર્ય જો કોઈમાં હોય તો એ નવકારમંત્રની નિત્ય આરાધનામાં છે. અઢળક સંપત્તિ, આલીશાન બંગલો, બાગ-બગીચા, નોકર-ચાકર, મોટર વગેરેનો કાફલો અને લોકો પર મેળવેલું પ્રભુત્વ વગેરેને આ લોકનું સુખ માનવામાં આવે છે. સ્વર્ગલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થવું કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ શિલામાં બિરાજમાન થવું એ પરલોકનું સુખ ગણાય છે. આ બન્ને પ્રકારનાં સુખોનું મૂળ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર મહામંત્ર નવકાર જ છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેઓ નવકારમંત્રનું નિત્ય સ્મરણ કરે છે, નિત્ય એની આરાધના કરે છે, નિત્ય એના જાપમાં તલ્લીન બને છે, નિત્ય એના ધ્યાનમાં આનંદની અનુભૂતિ પામે છે એ જીવ પોતાનાં સકલ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને જરૂર પામી શકે છે. એથી જ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘પંચ પરમેષ્ઠી ગીતા’માં સ્પષ્ટ ગાયું છે:

શ્રી નવકાર સમો જગિ, મંત્ર, ન યંત્ર ન અન્ય

વિદ્યા નવિ, ઔષધ નવિ, એહ જપે તે ધન્ય!

‘લલિતવિસ્તરાચૈત્યવંદન વૃત્તિમાં’માં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે ‘આ નવકારમંત્ર પરમ પિતા છે, પરમ માતા છે, પ્રેમથી છલોછલ ભરેલો બંધુ છે, પરમોપકારી મિત્ર પણ છે. શ્રેયોને વિશે પરમ શ્રેય છે, માંગલિકને િïવશે પરમ માંગલિક છે, પુણ્યોને વિશે પરમ પુણ્ય છે અને ફળોના વિશે પરમ ફળ છે. એટલે કે મહામંત્ર નવકાર જગતના સર્વ જીવોનું સદાસદૈવ કલ્યાણ કરનારો છે. આ લેખ પૂર્ણ કરતાં છેલ્લે મહામંત્ર નવકારનો મહિમા બતાવતી પંક્તિઓ સુજ્ઞ વાચકો માટે અહીં સમર્પિત કરીએ છીએ.

નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગિરિ

વિતરાગ સમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :