CIA ALERT
29. March 2024
October 10, 20191min3730

Related Articles



મુંબઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી શોપ્સને GST માંથી મુક્તિ

Share On :
Print Friendly, PDF & Email

મહારાષ્ટ્ર સરકારે ડ્યૂટી ફ્રી શોપ્સ પર પણ GST ઠોકી બેસાડ્યો હતો, બોમ્બે હાઇકોર્ટે કાઢી નાંખ્યો

મહારાષ્ટ્ર સરકારે ગત જાન્યુઆરી 2019માં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લગાડવાનું જાહેરનામું બહાર પાડીને તેની વસૂલાત શરૂ કરતા મુંબઇ એરપોર્ટ પરથી ડ્યુટી ફ્રી શોપ્સ પરનું વેચાણ ઘટી ગયું હતું એથી વિશેષ વિશ્વભરમાં એકમાત્ર મુંબઇ એરપોર્ટ એવું હતું કે જ્યાં ગ્રાહકોએ બિનજરૂરી રીતે જીએસટી ચૂકવવો પડી રહ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નોટિફિકેશન સામે ડ્યુટી ફ્રી શોપ્સ હોલ્ડરોએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેના અંતિમ ચૂકાદામાં ગઇ તા.7મી ઓક્ટોબર 2019ના રોજ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લાગૂ કરતું નોટિફિકેશન રદ કરીને ડ્યુટી ફ્રી દુકાનોને જીએસટીમાંથી મુક્તિ આપી હતી. હવે મુંબઇથી આવન-જાવન કરતા મુસાફરોએ મુંબઇ એરપોર્ટ પરથી ખરીદી કરતા જીએસટી નહીં ચૂકવવો પડે.

બોમ્બે હાઇકોર્ટે ચૂકાદા સાથે ટાંક્યું હતું કે ડ્યુટી ફ્રી શોપ્સની વ્યાખ્યા કહે છે કે તેના પર કોઇ ટેક્સનું ભારણ ન હોઇ શકે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવન-જાવન કરતા મુસાફરો દ્વારા કરાતી ખરીદી પર જો આ પ્રકારનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો એ બિનજરૂરી બની રહે છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચા કરવા બરાબર ગણાતો ટેક્સ વિશ્વના અન્ય કોઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી દુકાનો પર નથી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી રણજિત મોરે અને શ્રી ભારતી ડાંગરેએ જીએસટી અંગેના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનને રદ કરતો હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે ચુકાદા સાથે આ ટાક્યું હતું.

“In our opinion, this will also negate the intent and purpose of Article 286,” ruled the bench. The article, under the Constitution, places restrictions on imposition of tax by states on sale or purchase of goods that take place “outside the state” or “in the course of import of goods into, or export of the goods out of, the territory of India.”

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :