CIA ALERT
25. April 2024
June 1, 20191min8270

Related Articles



દેશભરમાં સરેરાશ ચોમાસું સામાન્ય રહેશે

Share On :
Print Friendly, PDF & Email

દેશભરમાં આ વખતે ચોમાસું એકંદરે સામાન્ય રહેશે. જોકે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી છે, એમ ભારતીય વેધશાળાએ 31 May 2019 શુક્રવારે જણાવ્યું હતું.

અલ-નીનો સમુદ્રના પાણીના ગરમાટાથી ઉદ્ભવતી એવી સ્થિતિ છે જેની ભારત સહિતના વિવિધ દેશોની આબોહવા તથા ચોમાસા પર અસર પડતી હોય છે. અલ-નીનોની અસર આ વખતે ભારતમાં વરસાદની મોસમ દરમિયાન પણ ચાલુ રહેશે. જોકે, ચોમાસાના પાછલા ભાગમાં આ સ્થિતિ તટસ્થ રહેવાની શક્યતા છે, એમ વેધશાળાએ જણાવ્યું હતું.

આ વિભાગનું એવું પણ માનવું છે કે જુલાઈ તથા ઑગસ્ટમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના પણ છે અને વરસાદનું પ્રમાણ લૉન્ગ પિરિયડ ઍવરેજ (એલપીએ)ના 96 ટકા રહેવાની શક્યતા છે. ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં વરસાદ એલપીએના 94 ટકા, મધ્ય ભારતમાં એલપીએના 100 ટકા, દક્ષિણ ભારતમાં એલપીએના 97 ટકા અને ઉત્તર-પૂર્વ ભારતમાં એલપીએના 91 ટકા રહેવાની આગાહી છે.

કેરળમાં ચોમાસું 6ઠ્ઠી જૂનની આસપાસ બેસવાની સંભાવના છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :