CIA ALERT
28. March 2024
October 1, 20191min7480

Related Articles



ગાંધીજી પણ મહાત્મા અને મોદી પણ મહાત્મા, 2જી ઓક્ટોબરે ગુજરાતમાં મહાત્મા ટુ મહાત્મા : જીતુ વાઘાણી

Share On :
Print Friendly, PDF & Email

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા, ગાંધીજીનું બીજું વિશેષણ મોદીને મળ્યું

આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પૂર્વે આજરોજ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતની ધરતી પર મહાત્મા ટુ મહાત્મા, નરેન્દ્રભાઇ મોદી ગાંધી બાપૂની 150મી જન્મજયંતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇ રહ્યા છે, ગુજરાત માટે તેમણે આ ઘટના ગૌરવવંતી ગણાવી હતી.

ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તા.2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પર્વે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઇ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવ્યા હતા.

થોડા દિવસો અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીનું એક વિશેષણ ફાધર ઓફ ધ નેશન શબ્દ પ્રયોગ શ્રી નરેન્દ્ર મોદી માટે કર્યો હતો. એ વાત સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ હતી. આજે તા.1લી ઓક્ટોબર 2019ના રોજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મહાત્મા ગાંધીને અપાયેલું એક વિશેષણ મહાત્મા શબ્દ પ્રયોગથી શ્રી નરેન્દ્ર મોદીને નવાજ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા કાશ્મીરમાંથી 360મી કલમ દૂર કરવા સંદર્ભે લીધેલા પગલાંને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી હોવાનું જણાવીને સમગ્ર દુનિયામાં ભારતનું સ્વાભિમાન વધારનાર નેતા તરીકે શ્રી મોદીને ગણાવ્યા હતા. અમેરીકાના સફળ પ્રવાસ બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તા.2જી ઓક્ટોબર 2019ના રોજ જોરદાર બહુમાન કરવામાં આવશે.

ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન

ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાદી પ્રિય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાં સૌથી મહત્વની ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન સૂત્ર આપીને ખાદી ખરીદીને દેશભરમાં પ્રચલિત કરનાર નેતા શ્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા.

જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી મોદીના આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના ગુજરાતના ટૂંકા પ્રવાસ અંગેના ટેન્ટીટીવ કાર્યક્રમ પત્રકાર પરીષદમાં ઘોષણા કરી હતી.

શ્રી મોદીના તા.2જી ઓક્ટોબરના સંભવિત સૂચિત કાર્યક્રમની રૂપરેખા

  • 5.30થી 5.45 વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે એરપોર્ટ પ્રીમાઇસીસમાં જ ભાજપા પ્રદેશ એકમ દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહ
  • 6.15 વાગ્યે સાબરમતિ આશ્રમ ખાતે મહાત્મા ગાંધી પ્રતિમાને ફૂલહાર, સૂતરની આંટી પહેરાવવાના કાર્યક્રમોમાં હાજરી આપશે
  • 7થી 7.30 દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જ્યાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશભરના 20000 ગામડાઓના સરપંચોના સમારોહને સંબોધશે
  • 8.40 સુધીમાં અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ગુજરાત સરકારના નવરાત્રી ઉત્સવમાં હાજરી આપશે. માં અંબાની આરતી ઉતારશે.
  • 9.10 પછી અનુકૂળ સમયે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોના વિજય માર્જીન વધારે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા હોવાનું જણાવતા જીતુ વાઘાણી

સુરત ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપાના ઉમેદવારો 6 એ બેઠકો પર માર્જિન વધારીને જીત મેળવશે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કોંગ્રેસના ઉમેદવારો હારેલા, જાકારો પામેલા છે, ભાજપાની જીતને આસાન બનાવી દીધી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :