CIA ALERT
19. April 2024
May 31, 20191min3890

Related Articles



મોદી GOVT 2.0 : ૫૭ સભ્યો સાથે શપથવિધિ

Share On :
Print Friendly, PDF & Email

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૬૮ વર્ષીય નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની બીજી મુદત માટે ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીની સાથેે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી સહિત અનેક પ્રધાને પણ શપથ લીધા હતા.

મોદીના પ્રધાનમંડળમાં ૨૪ કેબિનેટ કક્ષાના છે, જ્યારે એટલા જ પ્રધાન રાજ્ય કક્ષાના છે. રાજ્ય કક્ષાના નવ પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરનો પ્રધાનમંડળમાં સમાવેશ થતાં કેટલાકને આશ્ર્ચર્ય થયું હતું.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડી. વી. સદાનંદ ગોવડા અને રામ વિલાસ પાસવાનનો પણ સમાવેશ થાય છે.

અગાઉની મોદી સરકારમાંના કેન્દ્રીય પ્રધાનો સુષમા સ્વરાજ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મેનકા ગાંધીને નવા પ્રધાનમંડળમાંથી હાલમાં બાકાત રખાયા છે.

મોદી પોતાના પ્રધાનમંડળમાં કુલ ૮૦ પ્રધાન રાખી શકે છે. બંધારણમાંની જોગવાઇ મુજબ વડા પ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાનમંડળમાંના પ્રધાનોની કુલ સંખ્યા લોકસભાના કુલ (૫૪૩) સભ્યમાંના ૧૫ ટકા સુધી રાખી શકાય છે.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્ય તરીકે શપથ લેનારા અન્ય નેતાઓમાં નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરતકૌર બાદલ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહ્લાદ જોશી, મહેન્દ્રનાથ પાણ્ડેય અને ગિરિરાજ સિંહનો સમાવેશ થાય છે.

મોદીના પ્રધાનમંડળમાંના નવ રાજ્ય કક્ષાના પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

અરવિંદ સાવંત અને ગજેન્દ્રસિંહ શેખાવતનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો હતો.

નિત્યાનંદ રાય, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકાસિંહ સરુતા અને સોમ પ્રકાશે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મોદી સરકારમાં ૨૪ કેબિનેટ પ્રધાન છે.

સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજિત, શ્રીપાદ નાયક અને જિતેન્દ્ર સિંહને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

કિરણ રિજીજુ, પ્રહ્લાદસિંહ પટેલ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી અને મનસુખલાલ માંડવિયાને પણ સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ફાગણસિંહ કુલહસ્તે, અશ્ર્વિની ચૌબે, અર્જુન મેઘવાલ, વી. કે. સિંહને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

કૃષ્ણપાલ ગુર્જર, રાવસાહેબ દાનવે, જી. કૃષ્ણ રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા અને રામદાસ આઠવલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન છે.

નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, સંજીવ બલયાન, સંજય ધોત્રે, અનુરાગ ઠાકુર અને સુરેશ આંગડીએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રામેશ્ર્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાસ ચૌધરી અને દેવશ્રી ચૌધરીને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :