CIA ALERT
29. March 2024
August 15, 20191min6840

Related Articles



MBBS ને 2 વિકલ્પ: (A) ગામડામાં 1 વર્ષની સેવા (B) 20 લાખ સરકારને ચૂકવો

Share On :
Print Friendly, PDF & Email

MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.

મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.

તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.

નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.

બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.

આવા વિદ્યાર્થીઓ રૂા.20 લાખના બોન્ડની બાંયધરી 300ના નોટરાઇઝડ’ સ્ટેમ્પ પેપર ઉપર આપવાની રહેશે.

ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :