CIA ALERT
23. April 2024
March 18, 20191min5190

Related Articles



સ્વ. મનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન

Share On :
Print Friendly, PDF & Email

હજારો લોકોની જનમેદની વચ્ચે પૂરા રાજકીય સમ્માન સાથે ગોવાના CM મનોહર પર્રિકરના અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા. માહોલ ગમગીન હતો તો કેન્દ્રીય સ્મૃતિ ઇરાની પણ પોતાના આંસુને રોકી શકયા નહીં. આપને જણાવી દઇએ કે કેન્સરથી પીડિત મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે રવિવારના રોજ નિધન થયું છે.

શ્રદ્ધાંજલી આપ્યા બાદ પીએમ મોદી અહીં તેમના બંને દીકરાને પણ મળ્યા હતા. PM ખૂબ લાંબા સમય સુધી તેમની પાસે જ મૌન ઉભા રહ્યા હતા. પર્રિકરના બંને દીકરાઓ પૈકી એક એન્જિનિયર છે જ્યારે બીજો દીકરાને પોતાનો વ્યવસાય છે. વર્ષ 2000માં પર્રિકરના પત્નિનું પણ કેન્સરના કારણે અવસાન થયું હતું.

 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા.

દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું ૬૩ વર્ષની વયે પણજીમાં સાંજે ૬.૪૦ વાગ્યે એમના નિવાસસ્થાને રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ માંદા હતા. પર્રિકરના અવસાનથી ગોવામાં ભાજપનો ચહેરો અને સ્વચ્છ ચરિત્ર ધરાવતા નેતા ગુમાવ્યા હોવાની ભાવના ભાજપે વ્યક્ત કરી હતી. સાદગીસભર અને સજ્જન વ્યક્તિ તરીકે જીવન વિતાવતા પર્રિકરે પોતાની સ્વચ્છ છબિને કારણે ગોવાવાસીઓના મન જીતી લીધા હતા. વર્ષોથી ગોવામાં ચાલતી રાજકીય અસ્થિરતાને પર્રિકરે પોતાની કુશળતાથી સ્થિરતામાં ફેરવી હતી અને મુખ્ય પ્રધાન તરીકે એમણે ગોવામાં સફળ નેતૃત્વ કર્યું હતું.

પર્રિકરને આ કારણસર ત્રણ વખત ગોવાના મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સૌ પ્રથમ ભાજપ તરફથી ૧૯૯૪માં તેઓ પણજીની બેઠક જીત્યા હતા. જૂન થી નવેમ્બર ૧૯૯૯ સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫, ૨૦૧૨થી ૨૦૧૪ અને ૧૪મી માર્ચ ૨૦૧૭થી એમના મૃત્યુપર્યંત ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. ગોવામાં ૨૦૧૩માં યોજાયેલી ભાજપની બેઠક વખતે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ પણ એમણે જ કર્યો હતો.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ દેશના સંરક્ષણ પ્રધાનની જવાબદારી એમને સોંપવામાં આવી હતી. એમણે ૨૦૧૪થી ૨૦૧૭ સુધી સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.

દરમિયાન, ૨૦૧૭માં ગોવાની વિધાનસભાની ચૂંટણી બાદ કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે પર્રિકરને ગોવા મોકલ્યા અને એમણે અહીં આવીને ગોવા ફોરવર્ડ પક્ષ અને એમજીપીનો ટેકો મેળવીને ફરીથી ભાજપની સત્તા સ્થાપી હતી. આ વખતે ભાજપે એમને ફરીથી મુખ્ય પ્રધાનપદની જવાબદારી સોંપી અને પર્રિકરે પોતાના નવા હોદ્દાને શાનદાર રીતે નીભાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌ પ્રથમ પર્રિકરને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમણે જણાવ્યું હતું કે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનના સમાચાર જાણીને અત્યંત દુ:ખ થયું. પાછલા એકાદ વર્ષથી તેઓ સતત માંદા રહેતા હતા અને પાછલા બે દિવસ દરમિયાન એમની તબિયત વધુ કથળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી એમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

મધ્યમ વર્ગના કુટુંબમાં ૧૩મી ડિસેમ્બર, ૧૯૫૫ના દિવસે જન્મેલા પર્રિકરે પોતાનું રાજકીય જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે શરૂ કર્યું હતું. આઇઆઇટી-મુંબઇમાંથી સ્નાતક થયા બાદ પણ એમણે સંઘનું કાર્ય કરવાનું ચાલું રાખ્યું હતું. સંઘ સાથેના એમના સંબંધને એમણે કદી છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સંઘના કાર્યક્રમમાં યુનિફોર્મ પહેરીને લાઠી ફેરવતા હોય એવા એમના ફોટા પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓ જ્યારે સંરક્ષણ પ્રધાન હતા અને ભારતે પીઓકેમાં જઇને ત્રાસવાદીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય એમણે સંઘના શિક્ષણનું પરિણામ ગણાવ્યું હતું.

એમનું સ્વાસ્થ્ય ફેબ્રુઆરી ૨૦૧૮થી કથળવા માંડયું હતું. સૌ પ્રથમ એમને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાર બાદ માર્ચમાં અમેરિકાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓ જૂન સુધી સારવાર લેતા રહ્યા હતા. ત્યાર બાદ ઑગસ્ટમાં ફરીથી એમને અમેરિકામાં સારવાર માટે લઇ જવાયા હતા. અંદાજે એક મહિનો સારવાર લીધા બાદ તેઓ ૧૪મી ઑક્ટોબરે ભારત પાછા ફર્યા હતા.

લગભગ અઢી મહિનાના ગાળા બાદ તેઓ ૨જી જાન્યુઆરીએ જ્યારે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સૌને આશ્ર્ચર્ય થયું હતું. ત્યાર બાદ એમણે અનેક રાજકીય કાર્યક્રમો અને વિધાનસભા તથા સંસદના કાર્યમાં ભાગ લીધો હતો. પાછલા કેટલાક દિવસોથી એમને વારંવાર સારવાર માટે ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં જવું પડતું હતું, પણ મોટેભાગે તેઓ પોતાના ઘરે જ રહ્યા હતા.

આજે ૧૧ વાગ્યે અપાશે શ્રદ્ધાંજલિ

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સોમવારે પણજી ખાતે આપવામાં આવશે અને સાંજે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાન, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીવાડરા, સપાના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક રાજકીય નેતાએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :