CIA ALERT
20. April 2024
July 29, 20192min10750

ભગવાન શિવ ને જળાભિષેક કેમ ? વાંચો અહીં

Share On :
Print Friendly, PDF & Email

શ્રાવણ મહિનો આવતા જ વરસાદની રિમઝિમ વાછટની વચ્ચે ઉત્તર ભારતમાં ચારે તરફ બોલ બમ, બોલ બમની ગૂંજ વહેતી થઇ જાય છે. તે કાવડ યાત્રાના ભક્તોના ઉલ્લાસ સ્વરની ગૂંજ હોય છે. આમ તો સામાન્ય રીતે શિવ ભક્ત શ્રાવણનો મહિનો શરૂ થતાં જ ગંગા નદી તરફ જવા નીકળી પડે છે અને તેનું પવિત્ર જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે. પણ જે ક્ષેત્રોમાંથી ગંગા નદી બહુ દૂર હોય છે ત્યાં 

બીજી પવિત્ર નદીનું જળ લાવીને ભગવાન શિવ પર ચડાવાય છે. 

પશ્ર્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ હવે કાવડનીપરંપરા શરૂથઇ ગઇ છે. નાસિક પાસે આવેલા ત્ર્યંબકેશ્ર્વરમાં ભગવાન ત્ર્યંબકેશ્ર્વર એટલે કે શિવનો ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં 

આવે છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં કૃષ્ણા, કાવેરી નદીઓના જળથી પણ ભગવાન શિવનો જળાભિષેક થાય છે. 

પણ મૂળ તો કાવડની ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા ઉત્તર ભારતની જીવંત પરંપરાનો હિસ્સો છે. હરિદ્વાર અને ઋષિકેશથી અત્યારના દિવસોમાં જળ લાવીને શિવ ભક્તો પૂરા દેશમાં શિવ મંદિરોમાં જાય છે, જેના 

કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાંચલનો એક મોટો હિસ્સો શ્રાવણમાં કાવડ યાત્રાથી તરબોળ થઇ જાય છે. 

જો પૌરાણિક દૃષ્ટિએ જોઇએ તો એવું માનવામાં આવે છે કે રાવણ, પરશુરામ અને ભગવાન રામ દુનિયાના પહેલા કાવડિયા હતા, જેમણે નદીઓમાંથી પવિત્ર જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. તેની પાછળ ધાર્મિક વાર્તાનીદૃષ્ટિએજોઇએ તો પૌરાણિક કાળમાં દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ૧૪ રત્ન નીકળ્યા હતા. આ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું, જે બીજા દેવતાઓની વિનવણીથી ભગવાન શિવે પી લીધું હતું. 

કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે તે ઝેર પી લીધું તો તે એટલું બધું કડવું હતું કે તેને પીતા જ તેમનું પૂરું ગળું નીલા રંગનું થઇ ગયું. આથી જ તેમનું એક નામ નીલકંઠ પણ છે. તેનાથી ભગવાન શિવનું શરીર એકદમ ગરમીથી બળવા લાગ્યું. આથી તેમની દાહક ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ તેમના શરીર પર જળનો વરસાદ વરસાવ્યો. 

આ રીતે તેમના ભક્તોએ પણ તેમનો જળાભિષેક કર્યો. ત્યારથી જ આખા શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જળાભિષેક થાય છે. આખા દેશની પવિત્ર નદીઓમાંથી જળ લાવીને તેમના પર ચડાવવામાં આવે છે. જેથી પ્રતીકરૂપે પણ તેમના શરીરની ગર્મી ખતમ થઇ જાય. આ જળાભિષેક આખો શ્રાવણ માસ થાય છે. પણ સૌથી વધારે મંદિરોમાં ભીડ તેરસ અને ચૌદશે થાય છે. આ દિવસોમાં તો લાખો, કરોડો ભક્તો શિવની જળ આરાધના કરે છે. 

જોકે, તેનું ફક્ત ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ કાવડનું કારણ એક જબરજસ્ત સામાજિક અને સાંસ્કૃતિક કારણ પણ છે. વાસ્તવમાં કાવડ જળની મહત્તાને સ્થાપિત કરવા માટેનું કાર્ય પણ છે. 

લોકો સેંકડો હજારો માઇલ પગે ચાલીને પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે તો એક તરફ જળ એ મહત્ત્વની સંસ્કૃતિ છે તેની જાણ થાય છે તો બીજી બાજુ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોનું એક સામાજિક મિલન પણ થઇ જાય છે. જ્યાં સુધી આ કાવડ યાત્રાના કાયદા કાનૂનની વાત છે તો તે બહુ સ્થાયી પ્રકારના નથી. 

આથી ક્યાંક તો કાવડિયા પોતાના ઘરેથી ગંગા કે 

કોઇ બીજી પવિત્ર નદી સુધી પગપાળા જાય છે. પછી ત્યાંથી કાવડ લઇને ચાલે છે. પછી જ્યાં સુધી ભગવાન શિવ પર જળ નથી ચડાવી દેવાતું ત્યાં સુધી તે ના તો ક્યાંય અટકી શકે છે કે ના તો અન્ન, જળ ગ્રહણ કરી શકે છે. 

પણકાવડ યાત્રીઓનો કોઇ એક નિયમ નથી. જુદી જુદી જગ્યાએ અને એક જ જગ્યાએપણ જુદા જુદા કાવડ યાત્રીઓ જુદા જુદા પ્રકારના નિયમોનું પાલન કરે છે. કેટલાક કાવડ યાત્રી હરિદ્વાર કે ઋષિકેશથી જળ લાવીને કેટલાંક પગલાં પગપાળા ચાલે છે અને તેના પછી કોઇ વાહનમાં પોતાની કાવડ રાખીને પોતાના ગંતવ્ય સ્થાન કે તે મંદિર સુધી પહોંચે છે જ્યાં તેમને ભગવાન શિવનો જળાભિષેક કરવાનો હોય છે. 

અત્યારેહિન્દુ ધર્મની તમામ બીજી ધાર્મિક, સાંસ્કૃતિક ગતિવિધિયોની જેમ અહીં પણ કોઇ કટ્ટર નિયમ નથી. જેમને જેટલી શ્રદ્ધા હોય છે એ પરંપરાને તે તેટલી જ મહેનતથી સંપન્ન કરે છે. 

આ પ્રકારની ધાર્મિક ગતિવિધિયો ફક્ત આપણને અપ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ સાથે આત્મસાત કરવાની શીખ આપે છે એટલું જ નહીં પણ માણસની ભાવનાઓ, આસ્થા અને તેના સદીઓ જૂના વિચારોનું નિરંતર પ્રદાન કરે છે.આથી શ્રાવણ મહિનામાં બોલ બમ, બોલ બમની ગૂંજ ફક્ત ધાર્મિક સંદેશ જ નથી આપતી, પણ પ્રકૃતિ અને માનવીની સામંજસ્યતાનો મૂળ સંદેશ પણ આપે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :