CIA ALERT
18. April 2024
June 20, 20191min6690

Related Articles



વિશ્વભરની નજર : ચીનના જિનપિંગ ઉત્તર કોરીયાની ઐતિહાસિક મુલાકાતે

Share On :
Print Friendly, PDF & Email

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસ માટે ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. ગુરુવારે જિનપિંગ પ્યોંગયાંગ પહોંચ્યા હતા. જિનપિંગ છેલ્લા 14 વર્ષમાં ઉત્તર કોરિયાની મુલાકાત લેનારા સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. જિનપિંગ અહીં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. આ બન્ને નેતાઓની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો તેમજ નિશસ્ત્રીકરણના દબાણને લઈને નિષ્ફળ પ્રયાસો બાદ ઉત્તર કોરિયાએ હવે ચીન સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો છે.

અગાઉ શિતયુદ્ધના ગાળા દરમિયાન પ્યોંગયાંગ દ્વારા પરમાણુ કરારના ઉલ્લંઘનો અને બેઈજિંગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રતિબંધોને સતત ટેકો આપવાથી બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળતી હતી જો કે જિનપિંગ અને કિમ જોંગ હવે આ સંબંધોને નવી દિશા આપવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ચીન હવે પ્રતિબંધોને હળવા કરવા સમર્થન કરી રહ્યું છે જ્યારે કિમ જોંગે છેલ્લા કટેલાક વર્ષોમાં ચારથી વધુ વખત ચીનની મુલાકાત લીધી હતી.

જિનપિંગ ગુરુવારે સવારે તેમના પત્ની પેંગ લિયુઆન, વિદેશ મંત્રી વાંગ યી અને અન્ય અધિકારીઓ સાથે પ્યોંગયાંગ પહોંચ્યા હતા. પ્યોંગયાંગમાં ઠેરઠેર જિનપિંગનું સ્વાગત કરવા ચીનના રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર લોકોએ હરોળબદ્ધ ઊભા રહી તેમને આવકાર્યા હતા.

નિશસ્ત્રીકરણ મામલે કિમ જોંગ અને ટ્રમ્પની બેઠક અગાઉ જ શિ જિનપિંગની ઉત્તર કોરિયાની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ પ્રતિકરૂપ મુલાકાત હોવાથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ મીડિયા કવરેજ પર પણ આકરા નિયંત્રણો લાદ્યા છે. પ્યોંગયાંગમાં રહેલા આંતરાષ્ટ્રીય પત્રકારોને આ મુલાકાત કવર કરવા મનાઈ ફરમાવી છે. આ મુલાકાતને કવર કરવા આમંત્રિત વિદેશી મીડિયાના પ્રતિનિધિઓને વિઝા પણ મળ્યા નહતા. જ્યારે શી જિનપિંગ સાથેના ચાઈનીઝ મીડિયાનો કાફલો પણ સિમિત રખાયો છે.

ઉત્તર કોરિયાના મિસાઈલ પરિક્ષણોને લઈને અમેરિકા સાથે મતભેદો યથાવત છે ત્યારે કિમ જોંગ દ્વારા હવે અમેરિકાના પ્રતિસ્પર્ધી દેશો રશિયા અને ચીન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એપ્રિલમાં કિમ જોંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :