CIA ALERT
23. April 2024
June 16, 20191min4330

Related Articles



જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડની સ્કૂલના નામે ખોટું TWEETની ફરિયાદ

Share On :
Print Friendly, PDF & Email

વાતે વાતે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરીને લોકોમાં હાઇપ ઉભી કરવાના પ્રયાસમાં અપરિપક્વ યુવા નેતાઓ કેટલો મોટો દાટ વાળે છ તેની પ્રતીતિ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરાવી છે. કોઇ શિક્ષક એક વિદ્યાર્થિની સાથે મારઝૂડ કરી રહ્યાના વિડીયોને વલસાડની સ્કુલના નામ સાથે જોડીને તેને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાની કોશિસ કરનાર જિજ્ઞેશ મેવાણીની સામે આખરે પોલીસ ફરીયાદ થતાં તેની શાન ઠેકાણે આવી છે.

વડગામથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાની ટ્વીટર વોલ પર વલસાડની એક સ્કૂલને બદનામ થાય એ રીતનો વિદ્યાર્થિનીની મારઝૂડનો વીડિયો શેર કર્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટર પર 20 મેએ એક વીડિયો શેર કરાયો હતો. વીડિયોમાં વલસાડની એક સ્કૂલના નામે શિક્ષક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક લાકડીથી મારતા દેખાય છે. જે બાદ વસલાડ પોલીસ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે મેવાણીએ વાઈરલ વીડિયોને ક્રોસ ચેક કર્યા વિના તેને પોસ્ટ કરી દીધો.

મેવાણી વિરુદ્ધ આઈપીસીના સેક્શન હેઠળ બદનક્ષીનો દાવો કરાયો છે.

પોલીસે વિધાનસભાના સ્પીકરને માહિતી આપી હતી કે વલસાડની દેસાઈ સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ બિજલ પટેલે મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં બિજલ પટેલે જણાવ્યું કે મેવાણીએ વીડિયોનું સત્ય જાણ્યા વિના તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના કારણે શિક્ષકો તથા શાળાની શાખને નુકસાન થયું છે.

પોલીસ દ્વારા સ્કૂલની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મેવાણીએ વીડિયો શેર કરીને સ્કૂલના નામે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને મેસેજ શેર કરવા કહ્યું હતું ‘તે શિક્ષકનું બરતરફ ન કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે.’

આ મામલે જીગ્નેશ મેવાણીએ પોતે અધિકારીઓ સમક્ષ ઘટના લાવવા માટે વીડિયો શેર કર્યો હોવાનું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ટ્વીટમાં મેં PMOને પૂછ્યું હતું કે આ વીડિયો સાચો છે કે શું? મારો સ્કૂલની શાખને બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું દુઃખ પહોંચેલા લોકોની હજાર વખતે માફી માગવા તૈયાર છું. પોલીસે કેસ નોંધતા પહેલા મારો ખુલાસો લેવો જોઈતો હતો. પોલીસ દ્વારા મહિલાને જાહેરમાં લાત મારનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. પરંતુ ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે મેવાણીએ 21મેએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું અને સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે લાગણીમાં આવીને વીડિયો શેર કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :