CIA ALERT
28. March 2024
March 20, 20202min5390

Related Articles



જનતા કરર્ફ્યુ કોરોના માટે સ્પીડ બ્રેકર બની રહેશે : કોરોનાને અટકાવવો હોય તો રવિવારે આપણે અટકી જવું પડશે

Share On :
Print Friendly, PDF & Email

મોદી સાહેબની કોરોના સામે લડવાની યુદ્ધ જેવી વ્યૂહરચના

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં કોરોનાને આગળ વધતો અટકાવવા માટે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી જ વ્યૂહરચના ઘડી કાઢી છે. યુદ્ધમાં સૈનિકો લડતા હોય છે, કોરોના સામેના યુધ્ધમાં સિટિઝન્સે લડવાનું છે. સૈનિક જેમ શિસ્તબદ્ધ હોય છે, નિષ્ઠાવાન હોય છે એમ હવે સિટીઝન્સે રવિવારે બતાવવાનું છે કે તેઓ પણ શિસ્તબદ્ધ સૈનિકથી કમ નથી.

ભારતે કોરોના માટે જે પગલાં અત્યાર સુધી ભર્યા છે તેને કારણે જ કોરોના હાલમાં મર્યાદિત બની શક્યો છે

ભારતમાં કોરોના જે ગતિએ આગળ વધી રહ્યો છે જો તેને અટકાવવો હોય તો લોકોની સામૂહિક મૂવમેન્ટ સ્ટોપ કરવી પડે. જો ભારત ને એક દિવસ અટકાવવામાં આવે તો પારાવાર નુકસાન થાય, એટલે મોદી સાહેબ અને તેમની સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો. રવિવારે આમેય બધું બંધ હોય, ફક્ત લોકોની મૂવમેન્ટ અટકે તો પણ કોરોના માટે સ્પીડબ્રેકર સમાન બની રહે રવિવાર. એટલે રવિવારને જનતા કરર્ફ્યુ માટે પસંદ કરવામાં આવ્યો.

આ સિવાય પણ મોદી સાહેબની વ્યૂહાત્મક નીતિ જોઇએ તો તા.22મી માર્ચથી ભારતમાં કોરોના થર્ડ સ્ટેજમાં દેખા દે તેવું પ્રોજેક્શન હતું, એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ 22મીથી એક સપ્તાહ સુધી બેન કરી દીધી છે. એવા તમામ ભયસ્થાનો માનવવિહોણા કરી દીધા છે જ્યાંથી કોરોનાની ચેઇન ભારતમાં આગળ વધી શકે. હવે સિટીઝન્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરવાનું છે કે કોરોનાને સ્ટોપ કરવો છે કે આગળ વધવા દેવો છે. જો કોરોનાને સ્ટોપ કરવો હોય તો આપણે રવિવારે સ્ટોપ થવું પડશે.

જનતા કરફ્યુ છે કે નહીં એ જોવા પણ બહાર નહીં નીકળતા

વિશ્વભરના દેશોમાં જે રીતે કોરોનાએ કહેર મચાવ્યો છે એ જોતા ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમયસર ભરેલા પગલાં અને ભરવામાં આવી રહેલા પગલાને કારણે કોરોનાને હજુ સુધી અંકુશમાં રાખી શકાયો છે. 130 કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતમાં કોરોનાના કેસ 206 સુધી પહોંચી શક્યા છે. આનું કારણ કેન્દ્ર સરકારની વ્યૂહાત્મક નીતિ રહી છે. કેન્દ્રએ એક પછી એક નક્કર પગલાંભર્યા છે. હવે રવિવારે જનતા કરફ્યું પણ વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે.

જનતા કર્ફ્યુનું પાલન કરો, સંકલ્પ કરો અને સંયમ રાખો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ માર્ચ, રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી દેશભરમાં ‘જનતા કર્ફ્યુ’ (લોકોએ જાતે રાખેલી સંચારબંધી)ની ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે બે દિવસ પછી એટલે કે રવિવારે દેશભરમાં સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી કોઇએ બહુ જ જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવું અને ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરવું. તેમણે સંકલ્પ અને સંયમની વાત કહી હતી. આપણે સંકલ્પ કરીએ કે આપણે સંક્રમિત થવાથી બચીએ અને અન્યોને પણ બચાવીએ. ભારત અને માનવતા આ યુદ્ધ જીતશે જ એમ મોદી જણાવ્યુંં હતું.

સંયમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ભીડથી બચવું અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવું.

વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકોએ નિશ્ર્ચિંત બનવાને બદલે સજાગ બનવું જોઇએ. આપણે બધા સંકટનો સાથે મળીને સામનો કરીશું.મોદીએ દેશસેવા કરનારા ડૉક્ટરો, પ્રસારમાધ્યમના લોકો, સરકારી કર્મચારીઓ સહિત લોકોનો આભાર માનવા માટે જનતાને રવિવારે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરના દરવાજા, અગાશી, બારી પાસે ઊભા રહીને તાળી પાડવા તેમ જ થાળી અને ઘંટડી વગાડવા અનુરોધ કર્યો હતો.વડા પ્રધાને સ્થાનિક પ્રશાસનને રવિવારે સાંજે પાંચ વાગ્યે આ માટે સાયરન વગાડવાની સૂચના પણ આપી હતી. મોદીએ ખાનગી કંપનીઓને

કર્મચારીઓ પોતાની કે સગાંની બીમારીના સંબંધમાં હાલમાં ગેરહાજર રહે તો માનવતાને ધ્યાનમાં રાખીને પોતાના કર્મચારીઓનો પગાર નહિ કાપવા સૂચના આપી હતી.

મોદીએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં વિશ્ર્વયુદ્ધની સરખામણીમાં કોરોના વાઇરસના રોગચાળાથી વધુ દેશો પ્રભાવિત થયા છે. અમુક દેશમાં પ્રારંભિક દિવસો બાદ રોગચાળાનો વિસ્ફોટ થયો હતો અને દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઇ છે.

તેમણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે ફેલાયેલા રોગચાળાને લીધે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઇ છે. અમારી સરકારે કેન્દ્રનાં નાણાં પ્રધાનના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફૉર્સ રચ્યું છે અને તે આર્થિક મુશ્કેલી ઘટાડવા પગલાં લેશે.

મોદીએ જણાવ્યું હતું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. આપણે સ્વસ્થ રહીશું, તો જગત સ્વસ્થ રહેશે. કોઇએ પોતાનું અને અન્ય કોઇનું જીવન જોખમમાં ન મૂકવું. જાહેરમાં ટોળે નહિ વળવું અને કાર્યક્રમો નહિ યોજવા.

તેમણે જનતાને, ખાસ કરીને ૬૦ વર્ષથી મોટી વયની વ્યક્તિને જરૂરિયાત વિના ઘરની બહાર નહિ નીકળવાની વિનંતિ કરી હતી.

મોદીએ જીવનાવશ્યક ચીજોની સંગ્રહખોરી ન કરવા ચેતવણી આપી હતી. આમ છતાં, દેશમાં કેટલાક ઠેકાણે સંગ્રહખોરી થતી અથવા વધુ ભાવ વસૂલ કરવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે યુદ્ધના સમયે ‘બ્લૅક આઉટ’ જેવી સ્થિતિ હોય છે એવી જ વ્યવસ્થા દેશભરમાં ઊભી કરવી જોઇએ અને લોકોએ જરૂરી ન હોય તો ઘરમાં જ રહીને તબિયતનું ધ્યાન રાખવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે જનતાને સંકલ્પ સાથે સંયમ જાળવીને પોતાના, આસપાસ રહેતા લોકોના અને સમગ્ર દેશના લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ. ડૉક્ટરોની સલાહ ફૉન પર લેવી અને બિનજરૂરી સર્જરી પણ મુલતવી રાખવી જોઇએ.

મોદીએ જણાવ્યું હતું કે દુનિયામાં હજી સુધી કોરોના વાઇરસની દવા કે રસી શોધાઇ નહિ હોવાથી આપણે બધાએ સતર્ક રહેવાની જરૂર વધુ છે.

તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વની મહાસત્તા ગણાતા દેશો સહિતના અનેક વિકસેલા રાષ્ટ્રમાં રોગચાળો ફેલાયો છે. આગામી થોડા દિવસ દેશની જનતાના આરોગ્ય માટે મહત્ત્વના છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, પરંતુ તેમાં નાગરિકોની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિકોએ પોતાની ફરજ અને કર્તવ્યનું પાલન કરવું જોઇએ.

તેમણે એનસીસી, એનએસએસ સહિતના સામાજિક સંગઠનોને આ રોગચાળા અંગે જનતામાં જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ ‘સેવા પરમ ધર્મ’માં માને છે. દુનિયામાં હાલમાં એક દેશ બીજાને મદદ કરી નથી શકતો. આગામી થોડા દિવસમાં નવરાત્રિ શરૂ થવાની હોવાથી આશા રાખીએ કે શક્તિના આ તહેવારમાં આપણો દેશ પૂરી શક્તિ, સંયમ, સંકલ્પ દ્વારા આ રોગચાળાથી બચી જશે અને અન્યને બચાવી લેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :