CIA ALERT
25. April 2024
June 17, 20191min3290

Related Articles



ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને આસાનીથી રંગદોળી નાંખ્યું

Share On :
Print Friendly, PDF & Email

ભારતે ગઈ કાલે અહીં ૨૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં મેઘરાજાને કારણે ખૂબ ખોરવાઈ ગયેલી હાઈ-વૉલ્ટેજ ડ્રામાવાળી વર્લ્ડ કપની મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૮૯ રનથી હરાવી દીધું હતું. ગઈ કાલે ફાધર્સ ડે હતો અને ક્રિકેટજગતમાં પાક સામે ‘બાપ’ ગણાતા ભારતે એ જ દિવસે એને કચડી નાખ્યું એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતના હાથે પાકનો સતત સાતમો પરાજય થયો હતો. ભારત સામે પાક ક્યારેય વિશ્ર્વ કપની મૅચ નથી

જીત્યું અને એ પરંપરા જળવાઈ છે. ભારતે આ શાનદાર વિજય સાથે ગયા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા (૧૪૦ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અપરાજિત ભારત બે પૉઇન્ટ મેળવી કુલ ૭ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.

વર્લ્ડ કપની ‘ફાઇનલ’ જેવી ગણાતી આ મૅચ જીતી લેતાં ભારત હવે આ ટુર્નામેન્ટ નહીં જીતે તો પણ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ પાક સામેના વિજયથી સંતોષ માની લેશે એમાં બેમત નથી. ગઈ કાલે પહેલાં ભારતીય બૅટ્સમેનોએ પાક બોલરોને હંફાવ્યા અને ફીલ્ડરોને દોડાવ્યા, પરંતુ ત્યાર બાદ મેઘરાજાએ બધાને પરેશાન કર્યા હતા અને કરોડો ક્રિકેટચાહકોને રાહ જોતા કરી દીધા હતા.

વરસાદને કારણે લગભગ એક કલાકની રમત બંધ રહેવાની શરૂઆત થઈ ત્યારે પાકનો સ્કોર ૩૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન હતો. રમત ફરી શરૂ થઈ ત્યારે પાકને જીતવા વધુ પાંચ ઓવરમાં બીજા ૧૩૬ રન બનાવવાનું કહેવાયું હતું. એ રીતે પાકને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૪૦ એાવરમાં ૩૦૨ રનનો અસંભવ લક્ષ્યાંક અપાયો હતો. જોકે, પાકની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. વિજય શંકર તેમ જ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ભુવનેશ્ર્વર કુમાર પોતાની ત્રીજી જ ઓવરમાં પગની ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો તેની ઓવર પૂરી કરવા આવેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર વિજય શંકરે પોતાના પહેલા જ બૉલમાં ઇમામ ઉલ હકની વિકેટ લઈને તે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલમાં વિકેટ લેનારો વિશ્ર્વનો ત્રીજો બોલર બન્યો હતો.

એ પહેલાં, પહેલા બૅટિંગ કરવાનું કહેવામાં આવતાં ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના ૧૪૦ રન ઉપરાંત વિરાટ કોહલીના ૭૭ રન અને ઓપનર કે. એલ. રાહુલના ૫૭ રન હતા. હાર્દિકે ૨૬, ધોનીએ ૧ અને વિજય શંકરે અણનમ ૧૫ તથા કેદાર જાધવે અણનમ ૯ રન બનાવ્યા હતા. પાક ટીમ વતી આમિરે ત્રણ તથા હસન અલી અને વહાબે એક-એક વિકેટ લીધી હતી. ચાર સ્પિનરોને એકેય વિકેટ નહોતી મળી શકી.

રોહિતે ૮૫ બૉલમાં ૨૪મી સદી પૂરી કરી હતી. તેની ૨૪ સેન્ચુરીઓમાં આ ત્રીજા નંબરની સૌથી ઝડપી સદી હતી. અગાઉ તેણે ૨૦૧૮ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે ૮૨ બૉલમાં અને એ જ વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૮૪ બૉલમાં સદી પૂરી કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :