ચીનમાં કોરોના વાઇરસને પગલે ભારતના સ્થાનિક કાપડ ઉદ્યોગને મળી રહ્યા છે મોટા ઓર્ડર

Share On :

દરેક સંકટમાં એક તક પણ : બાંગ્લાદેશ-શ્રીલંકામાં ચીની ફેબ્રિકનું ડમ્પિંગ ઠપ : ભારતીય ફેબ્રિકની ડિમાંડ વધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા દોઢ મહિનાથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસને પગલે ચીની ઉદ્યોગ ધંધા તેમની ક્ષમતા કરતા 25 ટકા કેપેસીટી પર આવી ચૂક્યા છે. ચીની ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ છે અને તેની અસર ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ પર પણ પડી છે. બાંગ્લાદેશ અને ચીનમાં ઠલવાતા ચીની ફેબ્રિકનો કારોબાર ઠપ થવા પર છે અને હાલમાં આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતના લોકલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને મળી રહ્યાની પુષ્ટી તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલા ઇન્ડીય નીટ ફેરમાં ચોમેરથી મળી હતી.

ઇન્ડિયા નીટ ફેરમાં આવેલા ઉદ્યોગપતિઓએ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેળામાં વિવિધ દેશોના 31 ખરીદદારો અને 142 ખરીદનાર કંપનીઓ અને એજન્ટો હાજર રહ્યા હતા. તિરૂપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને કલકત્તાના કુલ 39 મોટા નિકાસકારોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતાં ભારતીય કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. યુ.એસ., યુ.કે., યુરોપ અને કેનેડાના ખરીદદારો હવે ભારતમાંથી કપડાની ખરીદીમાં વધારો કરી શકે છે, કારણ કે ચીનમાંથી સપ્લાય ખોરવાયો છે. કોઈમ્બતુર નજીક તિરૂપુર ખાતે ત્રણ દિવસીય ભારત નીટ ફેરના સમાપન પર જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયવ સંઘથી બ્રિટન નીકળવાનો ભારતીય કાપડ ઉદ્યોગને પણ ફાયદો થઈ શકે છે.

આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં રોગચાળાએ વર્તાવેલ મહામારી વૈશ્વિક એપરલ બજારમાં 20 અબજ ડોલરનો કારોબારની જગ્યા છોડી છે અને ભારતીય ઉદ્યોગે તેનો લાભ ઉઠાવવો જોઈએ. એક કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે કહ્યું કે, આ રીતે પોતાને પ્રોજેકટ કરવું સારું નથી, પરંતુ દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અમે ચીનને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ અમારા માટે એક મોટી તક પણ છે. તેમણે કહ્યું કે ચીને છેલ્લા 3 વર્ષમાં 20 અબજ ડોલરનો ધંધો છોડી દીધો છે. વિયેતનામને તેનો સૌથી વધુ ફાયદો થયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

One comment

  • AffiliateLabz

    February 21, 2020 at 8:50 pm

    Great content! Super high-quality! Keep it up! 🙂

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Share On :