CIA ALERT
29. March 2024
November 4, 20195min5780

Related Articles



RCEP માં ભારત નહીં જોડાય, વડાપ્રધાન મોદીના સ્પષ્ટ સંકેતો

Share On :
Print Friendly, PDF & Email

RCEP સામેની સ્થાનિક ચળવળો રાષ્ટ્રીય સ્વરુપ પકડે એ પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ નામના 16 દેશો વચ્ચે થનારા સૂચિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સામે ભારતમાં ઉઠેલી ચળવળ રાષ્ટ્રીય સ્વરૂપ પકડે એ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ભારત RCEPમાં જોડાય તેવી કોઇ શક્યતા હાલ નથી. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં જોડાવા અંગેનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.

RCEP સામે સૂરતમાં ટેક્સટાઇલ કારખાનેદારો ખાસ કરીને વિવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ વગેરેએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક સુનિયોજિત લડતના મંડાણ કર્યા હતા. સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે મુંબઇ, ભીવંડી, અમદાવાદ વગેરેના પણ કારખાનેદારો, વેપારીઓ જોડાયા હતા. એ રીતે દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન વગેરેથી પણ RCEP સામે મૂવમેન્ટ વેગ પકડી રહી હતી. આ સ્થાનિક ચળવળો મોટું સ્વરૂપ પકડે એ પહેલા જ મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને RCEP માં જોડાવા અંગે હાલ તો પૂર્ણ વિરામ લગાડી દીધું છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું તેમની સ્પીચમાં

* PM Modi: Our farmers, traders, professionals and industries have stakes in such decisions. Equally important are the workers and consumers, who make India a huge market and the third biggest economy in terms of purchasing power parity. When I measure the RCEP Agreement with respect to the interests of all Indians, I do not get a positive answer. Therefore, neither the Talisman of Gandhiji nor my own conscience permit me to join RCEP.

RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતને હાનિ પહોંચે તેવી કેટલીક જોગવાઇઓ સામે અગાઉ ભારતે સખત વિરોધ કર્યો હતો એ બાબતે હજુ સુધી કોઇપણ પ્રકારના સુધારાઓ સૂચવાયા નથી. થાઇલેન્ડ ખાતે એશિયાઇ દેશો વચ્ચેની બેઠકમાં વડાપ્રધાન શ્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની તરફેણમાં ભારત નથી.

હાલમાં જે પ્રકારે RCEP ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ ફ્રેમ કરવામાં આવી રહ્યો છે તેની સામે પણ ભારત તરફથી નેગોશીએટ કરી રહેલા એક્સપર્ટસે અનેક વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા છે. જેમાં એક મુદ્દો ઇમ્પોર્ટ ડ્યૂટીની મોટી આવક ભારતે ગુમાવવી પડે તેમ છે, વિશ્વ માટે ભારત એક મોટું બજાર છે, ભારતમાં ડીમાંડ પણ હોય તેવી ચીજવસ્તુઓના ખડકલા ભારતમાં થશે જે અનેક મુશ્કેલીજનક બની રહેશે. આ અંગે RCEP કોઇ રેમેડિયલ પ્રપોઝલ મૂવ કરવામાં આવી નથી.

RCEP અન્વયે થનારા કથિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં ભારત અન્ય દેશો માટે સૌથી મોટું માર્કેટ બનશે તેની સરખામણીમાં ભારતે એવી માગ કરી હતી કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે. ભારતની આ માગ પરત્વે પણ કોઇ પ્રતિસાદ RCEP દ્વારા પાઠવવામાં આવ્યો નથી.

ભારતની સરખામણીમાં RCEP માં જોડાઇ રહેલા અન્ય દેશો ખુબ નાના છે, વિસ્તાર, વસતિ, ઇકોનોમીની દ્રષ્ટીએ એ દેશો અને ભારતનું મૂલ્ય સરખું આંકવાની બાબતે પણ ભારતે મોટો વાંધો નોંધાવ્યો છે.

RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતના પડતર પ્રશ્નો સંદર્ભે કોઇ ઉકેલ જણાતો નથી

આ મુજબના મુદ્દાઓને પગલે RCEP માં જોડાવાની બાબતે હાલ તુરત તો પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે

The RCEP failed to addressed some of the core concerns raised by India, such as the threat of circumvention of Rules of Origin due to tariff differential, inclusion of fair agreement to address the issues of trade deficits and opening of services.

* Indian negotiators had also questioned the design of the trade agreement, which will see elimination of import duties on 80-90% of goods, along with easier services and investment rules. For India, the big concern was goods trade as domestic industry fears that lower customs duty will see a flood of imports, especially from China, with which India has a massive trade deficit.

* In its negotiations, the government had also raised the issue of unavailability of MFN (Most Favoured Nation) obligations, where it would be forced to give similar benefits to RCEP countries that it gave to others.

* India had raised a red flag over the move to use 2014 as the base year for tariff reduction. While RCEP negotiators wanted to sign the deal in 2020, the new tariff regime will kick in from 2022 and will see duties go back to 2014 levels.

* In his speech at the RCEP summit, PM Modi said, “The present form of the RCEP Agreement does not fully reflect the basic spirit and the agreed guiding principles of RCEP. It also does not address satisfactorily India’s outstanding issues and concerns In such a situation, it is not possible for India to join RCEP Agreement.

* Earlier, under the UPA government, India had opened 74% of its market to Asean countries but richer countries like Indonesia opened only 50% of their markets for India. It also agreed to explore an India-China FTA in 2007 and join RCEP negotiations with China in 2011-12. However, the impact of these decisions resulted in increased trade deficit with RCEP nations – from $7 billion in 2004 to $78 billion in 2014.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :