CIA ALERT
25. April 2024
March 27, 20201min3890

Related Articles



ભારતે 27મી માર્ચ સુધીમાં 26,798 લોકોના ટેસ્ટ કરી દીધા છે, જેમાંથી 691 ટેસ્ટ પોઝીટીવ મળ્યા છે : હકીકતમાં ભારતમાં કોરોનાના ઓછા કેસ હોવાની વાત ભલભલાને ગળે ઉતરતી નથી

Share On :
Print Friendly, PDF & Email

ભારતે વધુ સેમ્પલ્સ ટેસ્ટીંગ કરવું જોઇએ એવી WHOની એક પોસ્ટ ભારતને ગભરાવી રહી છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ના નામે એક પોસ્ટ ભારે વાઇરલ કરવામાં આવી રહી છે. એકલા ભારતમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં આ પોસ્ટ ફેલાવવામાં આવી રહી છે. હકીકતમાં ભારતમાં અપેક્ષા કરતા ઓછા કેસો મળી રહ્યા હોઇ એ વાત વિશ્વ આરોગ્ય સંસ્થા સમેત વિશ્વભરના વૈજ્ઞાનિકોના ગળે ઉતરતી નથી એટલે ભારતમાં લૉકડાઉનથી કશું થાય નહીં અને ભારતે લેબ ટેસ્ટિંગ, સેમ્પલ ટેસ્ટિંગનો વ્યાપ વિસ્તાર વધારવો જોઇએ એવા મતલબની પોસ્ટ વાઇરલ કરવામાં આવી રહી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્તમાન પ્રમુખની આ તસ્વીર સાથેના એક સમાચાર ભારત સમેત વિશ્વમાં વાઇરલ કરવામાં આવ્યા છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લૉકડાઉનથી કશું નહીં વળે, ભારતે કોરોના વાઇરસને રોકવા માટે શ્રેણીબદ્ધ કડકાઈપૂર્વકના પગલાં ભરવા જોઇએ. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ભારતમાં હાલમાં કોરોના ટેસ્ટીંગ મર્યાદિત પ્રમાણમાં છે ભારતે કોરોનાના વાસ્તવિક કેસોની જાણકારી મેળવવા માટે મોટા પાયે ટેસ્ટીંગ કરવું જોઇએ. જોકે ભારત સરકારે કોરોના ટેસ્ટીંગ માટે 27 હજાર જેટલા લોકોના સેમ્પલ ટેસ્ટ કરી દીધા છે.

સી.આઇ.એ. એ થોડી જાંચ પડતાલ કરીને આઇ.સી.એમ.આઇ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા સેમ્પલ ટેસ્ટની માહિતી મેળવી. જે નીચે મુજબ છે.

આજરોજ તા.27મી માર્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સવારે 9 કલાક સુધીની માહિતી જાહેર કરવામાં આવી હતી. એ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે ભારતમાં કુલ 27,688 સેમ્પલ ટેસ્ટિંગ થઇ ચૂક્યા છે. જેમાંથી રિપીટેશનને બાદ કરીએ તો કુલ 26,798 લોકોના વ્યક્તિગત ટેસ્ટીંગ કરી દેવામાં આવ્યા છે. આ પૈકી આજની તારીખે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 691ની છે.

ભારતના એક્સપર્ટ તબીબો માને છે કે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઓછી હોવા બાબતે અનેક બાબતો સકારાત્મક નિવડી રહી છે. જેમાં ભારતનું ક્લાઇમેટ ઉપરાંત ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ, ફુડ હેબિટ્સ વગેરે પણ મોટી ભૂમિકા ભજવી રહી છે. પરંતુ, વિશ્વના દેશો તેમજ કેટલાક એક્સપર્ટસને એ વાત ગળે ઉતરતી નથી કે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઓછી કેમ છે

વિશ્વમાં સૌથી એડવાન્સ પગલાં ભારતે ભર્યા

હકીકતમાં કોરોના ચીનમાં હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે ભારતમાં મોદી સરકારે પગલાં ભરવાના શરૂ કરી દીધા હતા. વિશ્વના દેશો એ બાબત જોતા નથી કે આજે ભારતમાં કોરોનાના કેસો ઓછા મળી રહ્યા છે તેનું કારણ મોદી સરકારે ભરેલા એડવાન્સ પગલાં પણ છે. લૉકડાઉનનો આરંભ ભારતે ઝડપથી કર્યો અને એવું નથી કે લૉકડાઉનથી કરીને ભારત બેસી રહ્યું છે. ભારતે નેક્સ્ટ લેવલ વિચારીને પગલાં ભરવાના શરૂ કર્યા છે. હકીકતમાં કેટલીક પોસ્ટ ભારતની સીધા પાટે ચાલતી ગાડીને ટ્રેક પરથી ઉતારી દેવાની પેરવી હોવાનું જણાય આવે છે.

લેખક આ બાબતમાં વધુ ટીપ્પણી કરવા માટે સક્ષમ નથી પરંતુ, એ બાબત નિશ્ચિત છે કે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે જે પગલાં ભર્યા છે, એના સાક્ષી હોવાને નાતે કહી શકાય કે અત્યાર સુધી જે પણ પગલાં ભરવામાં આવ્યા છે તેના કારણે જ ભારતમાં કોરોનાને નિયંત્રણમાં રાખી શકાયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :