CIA ALERT
29. March 2024
April 16, 20191min7080

Related Articles



સુરતમાં સેટ થવું હોય તો સૌથી બેસ્ટ કારકિર્દી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં, જોડાવ I.D.I.ના કોર્સીસમાં

Share On :
Print Friendly, PDF & Email

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ (IDI) ડાયમંડ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપતી સંસ્થા

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત એક સંક્ષિપ્ત વિવરણ અને જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ શું છે?

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલનો પ્રોજેક્ટ છે. આ સંસ્થાની સ્થાપના ૧૩મી મે ૧૯૭૮ નાં રોજ તે સમય નાં કેન્દ્રીય વાણિજ્ય  મંત્રી સ્વ. શ્રી મોહન ધારિયાનાં શુભ હસ્તે થઇ હતી. આઈ.ડી.આઈ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટનો મુખ્ય હેતુ હીરા, ઝવેરાત અને કલરસ્ટોનનાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશનલીઝમ લાવવાનો છે.તદુપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કાર્યકુશળતા વિકસાવવાનો છે. દુનિયાભરમાં જેમ એન્ડ જ્વેલરી ટ્રેડમાં થતા ટેકનોલોજીકલ ફેરફારોસાથે તાલમેલ સાધી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને તેનાથી માહિતગાર કરવાનો સંસ્થાનો અન્ય હેતુ છે. આમ પરોક્ષ રીતે સંસ્થાનો મુખ્ય હેતુ દેશ માંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો કરવાના સાથે આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનો છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુખ્ય પ્રવતિઓમાં જેમ એન્ડ જવેલરી ટ્રેડને અનુરૂપ તાલીમ કાર્યકમો ચલાવવા, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને કન્સલટન્સી સર્વિસ આપવી.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે?

આ સંસ્થામાં ડાયમંડ, જ્વેલરી અને કલર જેમ સ્ટોનનાં ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન જ્વેલરી પ્રોફેશનલ, પ્રોફેશનલ ડીપ્લોમાં – ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી મેન્યુફેકચરીંગ, જેમોલોજી, જેવા કારકિર્દી લક્ષી સંપૂર્ણ અભ્યાકમો ચલાવવામાં આવે છે. જે વર્ષમાં એપ્રિલે, જુન, ઓગસ્ટ અને ડીસેમ્બર માં શરૂ થાય છે.

શોર્ટ ટર્મ અભ્યાસક્રમો

ડીપ્લોમાં અભ્યાસક્રમ સિવાય અનેક ટુંકા ગાળાના સર્ટિફિકેટ લેવલનાં અભ્યાસક્રમોં પણ આ સંસ્થામાં ચલાવવામાં આવે છે, જેમાં  પ્રોફેશનલ અને ફાઉન્ડેશન લેવલ નાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો દર મહિનાના પહેલા સોમવારનાં દિવસે શરૂ થાય છે. જેમાં ડાયમંડ ક્ષેત્રમાં ડાયમંડ ગ્રેડીંગ, એડવાન્સ ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ, ગેલક્ષી ડાયમંડ પ્લાનીંગ, ગેલક્ષી QC, લેસર ડાયમંડ પ્રોસેસિંગ (4P), ડાયમંડ વેલ્યુએશન, ડાયમંડ આઇડેન્ટિફીકેશન, અને જ્વેલરીનાં ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ), CAD જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી ડીઝાઈન (MATRIX), જ્વેલરી ડીઝાઈન (CORAL), CAM જ્વેલરી મેન્યુફેકચરીંગ, ગોલ્ડ એસેયીંગ, જવેલરી કાસ્ટિંગ, જવેલરી મેકિંગ અને સ્ટોન સેટીંગ જેવા અભ્યાકમો ચલાવવામાં આવે છે.

ધંધાદારીઓને પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ સવલતો પૂરી પાડે છે

IDI સંસ્થા, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને વિવિધ સવલતો પૂરી પાડે છે. જેમાં ડાયમંડ જ્વેલરી ગ્રેડીંગ રિપોર્ટ, ડાયમંડ ગ્રેડીંગ રિપોર્ટ (4C), લેબગ્રોન ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સિન્થેટિક ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સ્ટાર અને મેલે સાઈઝ ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ, લૂઝ અને સ્ટડેડ જેમ સ્ટોન ટેસ્ટીંગ રિપોર્ટ, ગોલ્ડ ટેસ્ટીંગ રિપોર્ટ જેવી અનેક સુવિધાઓ તદ્દન નજીવા ભાવે આઈ.ડી.આઈ. ખાતે ઉપલબ્ધ છે.

હયાત કર્મચારીઓ માટે ખાસ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ કૌશલ્યમ 

જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં “કૌશલ્યમ“ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ નોલેજ પાર્ટનર તરીકે જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત રત્નકલાકારો, જવેલર્સ/ ટ્રેડ સાથે સંલગ્ન પ્રોફશનલને સ્કીલ અપગ્રેડેશન કરવા માટે ગુજરાતભરમાં તાલીમ આપે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત પ્રોફશનલ, જેના પાસે અનુભવ હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર નથી હોતા, એના માટે સંસ્થા એક દિવસીય પ્રેકટીકલ પરીક્ષા લઇ, ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ પ્રકારનું ટ્રેડ સર્ટિફિકેટ ફક્ત પોલીશ્ડ ડાયમંડ ગ્રેડીંગ, રફ ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ જેવા પ્રોગ્રામ માટે આપવામાં આવે છે.

10 જૂન 2019થી નવો બેચ શરૂ થશે

જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા ૩ વર્ષ (૬ સેમેસ્ટર) નો હાયર ડીપ્લોમાં ઇન જ્વેલરી ડીઝાઈન અને મેન્યુફેકચરીંગ અભ્યાસક્રમ છેલ્લા ૧૯ વર્ષ થી સતત ચલાવવામાં આવે છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઇ ચુકી છે. આ કોર્ષમાં એડમીશન ધોરણ ૧૨મું પાસ કર્યા પછી લઇ શકાય છે. આ અભ્યાસક્રમનો ૧૯મો બેચ ૧૦મી જુન, ૨૦૧૯ થી શરૂ થશે, આ કુલ ૬ સેમેસ્ટરનો કોર્ષ છે, જેમાં ૫ સેમેસ્ટર વિધાર્થીઓ આઈ.ડી.આઈ. માં અભ્યાસ કરવાના રહેશે અને ૬ઠું સેમેસ્ટરમાં  વિધાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ તરીકે પ્રેકટીકલ જ્ઞાન મેળવવાનું રહશે.

ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સામેલ બાબતો

કુલ ૩ વર્ષ નાં અભ્યાસક્રમ દરમ્યાન જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ અને કોમ્પ્યુટર), કેડ-કેમ, જવેલરી કાસ્ટિંગ, મેટલ ફેબ્રીકેશન, મેટલર્જી, ગોલ્ડ એસેયીંગ, રીફાઇનીંગ, સ્ટોન સેટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, જેમોલોજી વગેરે જેવા અનેક વિષયો તથા ડાયમંડ, જ્વેલરી અને જેમ સ્ટોનનાં ક્ષેત્રનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક જ્ઞાન આ કોર્ષમાં આવરી લેવામાં આવે છે.

અભ્યાસક્રમ કરનારને કેવા પ્રકારની જોબ વર્ક મળી શકે?

ઉપરોક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિધાર્થીઓને ડાયમંડ, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી ડીઝાઈનર, CAD ડીઝાઈનર, સુપરવાઈઝર, પ્રોડક્શન મેનેજર, QC ઇન્ચાર્જ, તથા ખ્યાતનામ લેબોરેટરીમાં ડાયમંડ ગ્રેડર તથા જેમોલોજીસ્ટ તરીકે ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે. ડાયમંડ, જેમ જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો આ એક સંપુર્ણ કોર્ષ છે.

સંસ્થા દ્વારા કોર્ષ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કોર્ષ પૂર્ણ કરનાર વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ જેવી કે  ટાઈટન, લક્ષ્મી જ્વેલરી, કિસના, જવેલ ગોલ્ડી, એનસાઈન, જેવી કંપની તથા IGI, GIA, IIDGR, GTL-જયપુર જેવી અનેક લેબોરેટરી માં નિમણૂંક પામી આજે ઉચ્ચપદો પર કાર્યરત છે

:: વધુ જાણકારી માટે સંપર્ક કરો ::

:: કતારગામ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, કતારગામ જી.આઈ.ડી.સી.,

સુમુલ ડેરી રોડ, સુરત-૩૯૫૦૦૮,

ટેલિફોન : ૦૨૬૧-૨૪૦૭૮૪૭ / ૪૮, મો. ૯૮૭૯૧૬૨૨૨૮

:: વેસુ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ – સીટી સેન્ટર, સોમેશ્વરા એન્કલેવ સોસાયટી પાછળ,
ઉધના મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭

ટેલિફોન : ૦૨૬૧-૨૨૧૫૫૧૧ / ૬૬, મો. ૯૪૨૬૧૨૪૮૭૯

ઈમેલ : [email protected]

web : www.diamondinstitute.net

*-*-*-*-*-*-

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :