CIA ALERT
25. April 2024
July 5, 20191min2740

Related Articles



ICC World Cup : પાક આજે જીતના અશક્ય માર્જિન માટે ફાંફાં મારશે

Share On :
Print Friendly, PDF & Email

સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ માટેનો મોકો ફક્ત ગણિતની શક્યતામાં ફેરવાઈ જવા પછી ભૂતપૂર્વ ચૅમ્પિયન પાકિસ્તાને તેનું સ્વપ્ન સાકાર કરવા માટે વર્લ્ડ કપમાં શુક્રવારે બંગલાદેશ સામે અહીં લોર્ડ્સ ખાતે રમાનારી પોતાની આખરી વિભાગીય મેચમાં અસંભવિત વિજય પ્રાપ્ત કરવાનો રહે છે.

૧૯૯૨ની સ્પર્ધાના વિજેતા પાકિસ્તાનની સેમી-ફાઈનલમાં પ્રવેશ કરવાની આશા પર ભારતની ટીમના ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજયથી ધક્કો પહોંચ્યો હતો અને ન્યૂ ઝીલેન્ડ બુધવારે રાતે આયોજક રાષ્ટ્રની ટીમ વિરુદ્ધ હારી જતા તેના માટે વર્લ્ડ કપ લગભગ સમાપ્ત થઈ ગયો હતો.

સરફાઝ અહમદની ટીમ માટે હવે સેમી-ફાઈનલ પ્રવેશ ફક્ત ગણિતની ગણતરી બની ગયો છે અને તે પણ પાકિસ્તાન ટોસ જીતીને પહેલા બૅટિંગ કરવા પર આધારિત છે. પાકિસ્તાન ટોસ હારી જતા અને તેને પહેલા ફિલ્ડિંગ કરવાનું કહેવામાં આવતા તેની સેમી-ફાઈનલની આશા પર પહેલો બોલ નખાવા પહેલા જ પાણી ફેરવાઈ જશે.

ન્યૂ ઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે ૧૧૯ રનથી હારી જવા પછી તેની નવ મેચમાંથી ૧૧ પોઈન્ટ પ્રાપ્ત કરવા સાથે પોતાની વિભાગીય મેચો સમાપ્ત કરી હતી, પણ પોતાના સંગીન પરાજય છતાં તે પોતાના નેટ રન-રેટથી ઘણું આગળ રહ્યું છે. પાકિસ્તાનના -૦.૭૮૨ સામે ન્યૂ ઝીલેન્ડનો નેટ રન-રેટ +૦.૧૭૫ છે. પોતાની આઠ મેચમાંથી કુલ નવ પોઈન્ટ સાથે હાલ પાંચમા ક્રમે રહેતા પાકિસ્તાનને ૩૫૦ રનનો જુમલો ખેડયા પછી બંગલાદેશને ૩૧૧ રનના માર્જિનથી અથવા ૪૦૦નો જુમલો ઊભો કરી ૩૧૬ રનથી હરાવવાનો પડકાર રહે છે કે જે અશક્ય લાગી રહ્યું છે.

ભારત સામે હારી જવા પછી પાકિસ્તાનની ટીમ બાબર આઝમ અને હેરીસ સોહેલના પ્રભાવિત બૅટિંગ દેખાવથી દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ વિજય મેળવી વિજયના માર્ગે પાછી ફરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :