CIA ALERT
24. April 2024
June 10, 20191min3680

Related Articles



કાંગારુંઓને વિરાટની માત

Share On :
Print Friendly, PDF & Email

ભારતે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની લીગ મૅચમાં ૩૬ રનથી હરાવીને આ સ્પર્ધામાં સતત બીજો વિજય નોંધાવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ ભારતની મોટી જીત કહેવાય. બીજું, વિરાટસેનાએ તાજેતરમાં જ ઘરઆંગણે કાંગારુંઓ સામેની વન-ડે શ્રેણીમાં હાર ખમી હતી એ જોતાં ગઈ કાલે ભારતે એ હારનો બદલો લઈ લીધો હતો. શિખર ધવન (૧૧૭ રન, ૧૦૯ બૉલ, સોળ ફોર) આ જીતનો સુપર-હીરો હતો. હવે ગુરુવારે ભારતનો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સામે અને રવિવાર, ૧૬મી જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ગઈ કાલની જીત સાથે ભારતે પાકિસ્તાનને ચેતવી દીધું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે દરેક વખતે પાકને માત આપી છે.

ગઈ કાલે ભારતે પાછા ફૉર્મમાં આવી ગયેલા ધવનની ૧૭મી સદીની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ૫૦મી ઓવરના આખરી બૉલમાં ૩૧૬ રનના સ્કોર પર અંતિમ વિકેટ ગુમાવી હતી. ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી. ગઈ કાલે શરૂઆતની ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્ર્વરે કાંગારું બૅટ્સમેનોને બાંધીને રાખ્યા ત્યારે જ કાંગારુંઓની હાર નક્કી થઈ ગઈ હતી. ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નર રન બનાવવા માટે રીતસરના ઝઝૂમતા રહ્યા હતા. ૬૧મા રને કૅપ્ટન ફિન્ચની પ્રથમ વિકેટ પડ્યા બાદ સમયાંતરે કાંગારુંઓની વિકેટ પડતી રહી હતી.

એ પહેલાં, વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. તેણે એ સાચો નિર્ણય લીધો હતો, કારણકે ભારતે પાંચ વિકેટે જે ૩૫૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો એ તેના બૅટિંગ લેવાના નિર્ણયને યથાર્થ ઠરાવનારો હતો. ધવનને રોહિત શર્મા (૫૭ રન, ૭૦ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો અને તેમની વચ્ચે ૧૨૭ રનની ભાગીદારી થઈ હતી. જીતનો પાયો તેમણે જ નાખ્યો હતો અને ધવનને છેવટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ટૂંકો સ્કોર

ભારત: ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન (ધવન ૧૧૭, કોહલી ૮૨, રોહિત ૫૭, હાર્દિક ૪૮, ધોની ૨૭, રાહુલ ૧૧ અણનમ, જાધવ ૦ અણનમ, સ્ટોઇનિસ ૬૨ રનમાં બે તેમ જ કમિન્સ પંચાવન રનમાં એક, સ્ટાર્ક ૭૪ રનમાં એક અને કૉલ્ટર-નાઇલ ૬૩ રનમાં એક વિકેટ, મૅક્સવેલ ૪૫ રનમાં અને ઝેમ્પા ૫૦ રનમાં એકેય વિકેટ નહીં)

ઑસ્ટ્રેલિયા: ૫૦ ઓવરમાં ૩૧૬ રને ઑલઆઉટ (સ્મિથ ૬૯, કૅરી પંચાવન, વૉર્નર ૫૬, ખ્વાજા ૪૨, ભુવી ૫૦ રનમાં ત્રણ, બુમરાહ ૬૧ રનમાં ત્રણ, ચહલ ૬૨ રનમાં બે વિકેટ, હાર્દિક ૬૮ રનમાં, કુલદીપ પંચાવન રનમાં અને કેદાર ૧૪ રનમાં વિકેટ નહીં.’

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :