CIA ALERT
20. April 2024
July 9, 20191min3160

Related Articles



આજે વર્લ્ડ કપ સેમિફાઈનલ : ભારત અને ન્યૂઝીલૅન્ડ અને વરસાદ, ત્રણમાંથી કોણ જીતશે?

Share On :
Print Friendly, PDF & Email

આજે આઇસીસી વર્લ્ડ કપ ક્રિકેટની પહેલી સેમિફાઇનલ માન્ચેસ્ટર ખાતે યોજાઇ રહી છે. અહીં બે ટીમો નહીં બલ્કે ત્રણ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જોવાનું એ રહે છે કે ત્રણ પૈકી ભારત જીતે છે, ન્યુઝીલેન્ડ જીતે છે કે વરસાદ જીતે છે એના પર તમામ ચાહકોની નજર રહેલી છે. પ્રથમદર્શી નજરે એવું મનાય છે કે આજનો દિવસ ભારત કે ન્યુઝીલેન્ડને વરસાદ નહીં ફાવવે દે, માન્ચેસ્ટરમાં આજે 50 ટકા વરસાદ પડે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને આજનો આખો દિવસ ખોરવાય જાય તેવી આગાહી પણ કરવામાં આવી છે.

આ મૅચ બંને ટીમ માટે એટલા માટે પણ મહત્ત્વની હશે કેમ કે આજની મૅચમાં વિજય મેળવનારી ટીમ 14મી જુલાઈએ રમાનારી વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશશે.

આજની મૅચમાં જો ભારતનો વિજય થશે તો તેને ત્રીજીવાર વર્લ્ડ ચૅમ્પિયન બનવાની તક મળશે અને જો ન્યૂ ઝીલૅન્ડની ટીમ વિજય મેળવશે તો તે પ્રથમ જ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં વધુ એક ડગલું માંડશે અને કદાચ વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું તેનું સપનું સાકાર થશે.

ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બંને ટીમે કરેલા પ્રદર્શનને જોતાં આજની મૅચ માટે ભારતીય ટીમને ફૅવરિટ ટીમ તરીકે જોવામાં આવી રહી છે કેમ કે બૅંટિંગ અને બૉલિંગ એમ બંને ક્ષેત્ર ભારતની ટીમ ન્યૂ ઝીલૅન્ડની ટીમ કરતા બળૂકી જણાઈ રહી છે.

ભારતે ટુર્નામેન્ટની અત્યાર સુધી રમાયેલી નવ મૅચમાંથી સાત મૅચમાં વિજય મેળવ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની એક મૅચ ધોવાઈ ગઈ હોવાને કારણે 15 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે તો ન્યૂ ઝીલૅન્ડની ટીમે નવ મૅચમાંથી પાંચ મૅચમાં વિજય મેળવી 11 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

આજની મૅચ પ્રેક્ષકો અને પ્રશંસકો માટે રોમાંચક, મનોરંજક અને ઉત્તેજનાસભર બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :