CIA ALERT
19. April 2024
July 15, 20191min3050

Related Articles



ICC World Cup Final : અભૂતપૂર્વ : એક મૅચ, બે ટાઇ : ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન

Share On :
Print Friendly, PDF & Email

વર્લ્ડ કપના અદ્ભુત થ્રિલરમાં ન્યૂ ઝીલૅન્ડ છેવટે હાર્યું: ટાઈ-ટાઈ ફિનીશ: બ્રિટિશ ટીમને ૨૮ કરોડ રૂપિયા

વન-ડે વર્લ્ડ કપમાં અભૂતપૂર્વ ફાઇનલ રમાઈ હતી બે વખત ટાઇ થવાને પગલે પરિણામ આવ્યું હતું જેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે યજમાન ઇંગ્લૅન્ડ પહેલીવાર વિજેતા જાહેર થયું હતું. મુખ્ય મૅચ ટાઇ થયા પછી સુપર ઓવર થઈ હતી અને એ સુપર ઓવર પણ ટાઇ થઈ હતી જેને પગલે ઇંગ્લૅન્ડે વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી વિજેતા થયું હતું.

મુખ્ય મૅચ ૨૪૧-૨૪૧ રનના સ્કોર પર લેવલ થઈ હોવાથી આ મુકાબલો ટાઇમાં પરિણમ્યો હતો. એકંદરે, બન્ને ટીમો બધી રીતે મુખ્ય મુકાબલામાં બરાબરીમાં રહી હતી અને છેવટે

વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ટાઇ હતી. દિલધડક મુખ્ય મુકાબલામાં ઇંગ્લૅન્ડ ઑલઆઉટ થયું હતું, પરંતુ એણે ન્યૂ ઝીલૅન્ડ જેટલા જ ૨૪૧ રન બનાવ્યા હોવાથી મૅચ બરાબરીમાં રહેતાં ટાઇ જાહેર થઈ હતી. એ વખતે બેન સ્ટૉક્સ (૮૪ અણનમ, ૯૮ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) નૉટઆઉટ રહ્યો હતો.

મૅચ છેક છેલ્લે સુધી બધાના શ્ર્વાસ અધ્ધર કરી મૂકે એવી હતી. અનેક ઉતાર-ચઢાવ પછી મુકાબલો છેવટે ટાઇમાં પરિણમ્યો હતો અને સુપર-ઓવરથી પરિણામ લાવવાનું નક્કી થયું હતું. સુપર ઓવરમાં બન્ને ટીમના ૧૫-૧૫ રન થયા હતા, પણ બ્રિટિશરોની વધુ ફોરને લીધે એને વિજેતા જાહેર કરાયું હતું.

ઇંગ્લૅન્ડની ટીમે મુખ્ય મૅચમાં ઓવરથ્રોમાં જે ફોર મેળવી એ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી.

એ અગાઉ, જૉસ બટલર અને બેન સ્ટૉક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે, સેમી ફાઇનલમાં છેલ્લે-છેલ્લે ભારતની જેવી હાલત હતી એવી ગઈ કાલે ઇંગ્લૅન્ડની હતી. ધોની છેલ્લી ક્ષણોમાં રનઆઉટ થયો હતો અને જાડેજા પાંચમી સિક્સર મારવા જતાં કૅચઆઉટ થયેલો એમ ગઈ કાલે જૉસ બટલર (૬૦ બૉલમાં ૫૯ રન) તથા તેના પછી ક્રિસ વૉક્સ (ચાર બૉલમાં બે રન) અને લિયામ પ્લન્કેટ (૧૦ બૉલમાં ૧૦ રન) ઊંચો શૉટ મારવાની લાલચમાં કૅચઆઉટ થયા હતા. બન્નેની વિકેટ લૉકી ફર્ગ્યુસને લીધી હતી.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૨૪૧ રન બનાવ્યા હતા. એમાં એકમાત્ર હેન્રી નિકોલ્સ (૭૭ બૉલમાં પંચાવન રન)ની હાફ સેન્ચુરી હતી. એકંદરે, ઇંગ્લૅન્ડની અનેક ગુણો ધરાવતા બોલિંગ-આક્રમણ સામે કિવીઓનો બૅટિંગ-પર્ફોર્મન્સ સાધારણ હતો. ઇંગ્લૅન્ડના પેસ બોલર ક્રિસ વૉક્સ (૯ ઓવરમાં ૩૭ રનમાં ત્રણ વિકેટ)ના પ્રારંભિક અફલાતૂન સ્પેલ બાદ હેન્રી અને કૅપ્ટન કેન વિલિયમસન (૫૩ બૉલમાં ૩૦ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી થઈ હતી. લૉર્ડ્સમાં બોલરોને વધુ ફાયદો કરાવતી પિચ પર ઇંગ્લિશ પેસ બોલર જોફરા આર્ચર (૧૦ ઓવરમાં ૪૨ રનમાં એક વિકેટ)ની પણ બોલિંગ અસરકારક હતી.

જોકે, બ્રિટિશ બોલરોમાંથી લિઆમ પ્લન્કેટ (૧૦ ઓવરમાં ૪૨ રનમાં ત્રણ વિકેટ) કિવીઓ માટે સૌથી વધુ ઘાતક રહ્યો હતો.

કિવી બૅટ્સમેનોનો રનરેટ ઇનિંગ્સમાં મોટા ભાગે ૪.૫૦થી નીચે રહ્યો હતો. અન્ય બૅટ્સમેનોમાં ગપ્ટિલે ૧૯, રૉસ ટેલરે ૧૫, ટૉમ લેથમે ૪૭, જેમ્સ નીશૅમે ૧૯, કૉલિન ગ્રેન્ડમે ૧૬, મિચલ સૅન્ટનરે અણનમ પાંચ, મૅટ હેન્રીએ ચાર અને ટ્રેન્ટ બૉલ્ટે અણનમ એક રનનું યોગદાન આપ્યું હતું. બ્રિટનના અન્ય બોલરોમાંથી માર્ક વૂડે એક વિકેટ લીધી હતી, જ્યારે આદિલ રશીદે ૩૯ રન આપીને બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :