ચીની કંપની HUAWEI પરના અમેરિકી પ્રતિબંધ સામે બીજિંગની લાલ આંખ
ચીને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની દૂરસંચાર ક્ષેત્રની અગ્રણી કંપની હુઆવેઇ પર મુકાયેલા પ્રતિબંધથી ગુસ્સે થઇને અમેરિકાને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. ચીને જણાવ્યું હતું કે અમે અમારા દેશના વ્યાપારી હિતાર્થે જરૂરી પગલાં લઇશું.
અમેરિકાના પ્રમુખે અમેરિકાની કંપનીઓને વિદેશી બનાવટના દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બેસાડતા રોકતો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે મૂકેલા આ પ્રતિબંધથી ચીનની હુઆવેઇ કંપનીના અમેરિકામાંના નેટવર્કસને માઠી અસર થવાની શક્યતા છે.
અમેરિકાના પ્રમુખના આ નિર્ણયથી બન્ને મહાસત્તા વચ્ચે ફરી વ્યાપાર-યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઊભી થઇ છે. અગાઉ, બન્ને દેશે એકબીજાને ત્યાંથી આયાત કરાતા માલસામાન પરની જકાતમાં વધારો કરતા વ્યાપાર-યુદ્ધ શરૂ થયું હતું અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની સીધી કે આડકતરી રીતે માઠી અસર થવાનો ભય ઊભો થયો હતો.
દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાંની એક હુઆવેઇ અમેરિકામાં પોતાનાં સાધનો બેસાડીને જાસૂસી કરાવતી હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે ટ્રમ્પના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ચીનની કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને વળતાં પગલાં લઇશું.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વાણિજ્ય મંત્રાલયનો સંબંધિત નિર્ણય ચિંતાજનક છે. ચીન હંમેશાં નિકાસના નિયંત્રણને લગતા કાયદાને અને આંતરરાષ્ટ્રીય જવાબદારીનું પાલન કરે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now