CIA ALERT
23. April 2024
February 22, 20201min4300

Related Articles



17.57 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા ગુજરાત બોર્ડ સજ્જ, અગાઉના વર્ષો કરતા સંખ્યા ઘટી

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. 

અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019 કરતા આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો.૧૦માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતા ઓછો થયો છે.

આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતા વધુ હતી. 
જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019 કરતા આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯માં ધો.૧૨ સાયન્સમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ ૪ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.૧૦માં ૭૨ હજાર, સાયન્સમાં ૪ હજાર અને સામાન્ય પ્રવાહમાં ૬ હજાર મળી આ વખતે ૮૨ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. 

કયા વર્ષે કેટલા વિદ્યાર્થી નોંધાયા
વર્ષ     ધો- ૧૦   ધો-૧૨ સાયન્સ    ધો-૧૨ જનરલ
૨૦૧૭    ૧૧.૦૨ લાખ    ૧.૪૧ લાખ        ૫.૧૪ લાખ
૨૦૧૮    ૧૧.૦૩ લાખ    ૧.૩૪ લાખ        ૪.૭૬ લાખ
૨૦૧૯    ૧૧.૫૯ લાખ    ૧.૪૭ લાખ        ૫.૩૩ લાખ
૨૦૨૦    ૧૦.૮૭ લાખ    ૧.૪૩ લાખ        ૫.૨૭ લાખ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :