CIA ALERT
24. April 2024
December 26, 20191min3630

Related Articles



બિનસચિવાલય ક્લાર્ક નું પેપર ફોડનારા 5 ને ઝડપી લેવાયા

Share On :
Print Friendly, PDF & Email

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે પોલીસે બિન સચિવાલયના પેપર લીક કરનારા 5 વ્યક્તિની ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું છે જેમાં કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની સંડોવણી સામે આવી છે. આ  ઉપરાંત દાણીલીમડામાં નવાબ બિલ્ડરની  એમ.એસ.સ્કૂલમાં જ સમગ્ર ષડયંત્ર ઘડાયુ હોવાનું ખુલ્યું છે. આ સ્કૂલ શાહઆલમના તોફાનના આરોપી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણના કાકાની છે . સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, સ્કૂલના સંચાલક ફારુખભાઇ,  દિપક જોષી અને પેપરના ફોટા પાડનાર ફખરુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. આમ, પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ક્લિન ચીટ આપી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન પેપરલીક થવા સાથે મોટાપાયે ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલી ગેરરીતિની વીડિયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. ઉમેદવારોના ઉગ્ર વિરોધના કારણે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ એસ.આઇ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી.  આ અંતર્ગત એસ.આઇ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, આઇબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો.

દરમિયાન ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, દાણીલીમડા એમ.એસ.સ્કૂલમાં પેપરલીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી.  આ સ્કૂલ નવાબ બિલ્ડર્સની છે, આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે અને પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને પેપેર કાઢ્યું હતું અને ફોટા પાડયા હતા. સ્કૂલના શિક્ષક મહોમ્મદ ફારૂકે પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. ફારૂક ફકરુદ્દીને તમામ વર્ગમાં પેપર પહોંચતુ કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકર લખવિંદરસિંહ પણ સામેલ છે. લખવિન્દરસિંહ પેપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા.
આ સિવાય પ્રવિણદાન ગઢવીનો સાળો પાલિતાણાનો વતની રામ ગઢવી,  દિપક જોશી સહિતના લોકોએ અહીંથી પેપર લીક કરવામાં ભાગ ભજવ્યો હતો. પોલીસે 11 મોબાઇલ જપ્ત કરીને એફએસએલમાં મોકલાયા હતા. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. આરોપીઓની શોધખોળ માટે 6 ટીમ કાર્યરત બની છે. હજુ વધુ કેટલાક આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. હાલ કોઇ આંતરરાજ્ય ગેગેની વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :