CIA ALERT
29. March 2024
August 6, 20191min11250

Related Articles



સોનું ₹ ૩7,૦૦૦ની વિક્રમી સપાટી નજીક, ચાંદીએ ₹ ૪૨,૦૦૦ની સપાટી કુદાવી

Share On :
Print Friendly, PDF & Email

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જવાને કારણે સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪થી ૮૯૭ના ઉછાળા સાથે રૂ. ૩7,૦૦૦ નજીકની સપાટી પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. 

સોનાનો ભાવ સોમવારે ₹800 ઊંચકાઈને પ્રતિ દસ ગ્રામે સર્વોત્તમ સપાટી ₹36,970ને આંબ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતો અને અમેરિકા અને ચીન વચ્ચે વકરતા જતા વેપારયુદ્ધના લીધે રોકાણકારોએ પીળી ધાતુ પર પસંદગી ઉતારી છે. સોનાને અનુસરતા ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોગ્રામ ₹1,000 વધીને ₹43,100 થયો હતો. ઔદ્યોગિક એકમો અને સ્થાનિક સિક્કા ઉત્પાદકોની મજબૂત માંગના સથવારે તેનો ભાવ આટલો ઊંચકાયો હતો.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતાં વધુ ૩૦૦ અબજ ડૉલરના માલ પર પહેલી સપ્ટેમ્બરથી ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ વળતાં પગલાં લેવાની ચિમકી આપતાં ટ્રેડ વૉર વધુ વકરે તેવી શક્યતાએ આજે ડૉલર સામે યુઆન એક ટકાના કડાકા સાથે ૧૧ વર્ષના તળિયે પહોંચ્યો હતો અને લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળી હતી. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગત શુક્રવારના બંધથી ૧.૨ ટકાની તેજી સાથે મે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી ૧૪૫૭ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૪૬૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તે જ પ્રમાણે ચાંદીમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ આગલા બંધથી ૧.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જતાં આયાત પડતરમાં થયેલા વધારા ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪ની તેજી સાથે રૂ. ૩૬,૧૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૯૭ની તેજી સાથે રૂ. ૩૬,૩૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં અણધારી આગઝરતી તેજી રહેતાં જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી નીકળવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૪૨,૦૩૫ના મથાળે બંધ રહ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :