CIA ALERT
25. April 2024
October 9, 20191min4530

Related Articles



ચાલુ ઓક્ટોબર મહિને બે પગાર અને બોનસ: કારખાનેદારો-વેપારીઓ ટેન્શનમાં

Share On :
Print Friendly, PDF & Email

દિવાળી આખર તારીખમાં, એવું પણ બને કે અનેક નોકરીયાતોને દિવાળી પહેલા પગાર (એડવાન્સમાં) ન પણ મળે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માર્કેટમાં હાલ અંડરટોન મંદી તરફી છે, નાણાંભીડની અભૂતપૂર્વ સ્થિતિ હોવાની દશેરાના તહેવારોની નબળી ખરીદીએ પ્રતીત કરાવી દીધું છે. સુરત વ્યાપારીક શહેર છે, ઉદ્યમીઓથી ભરેલું શહેર છે, નાના-મધ્યમ વર્ગના ધંધાર્થીઓ, કારખાનેદારોથી ભરેલું શહેર છે. બેથી 15-20 કર્મચારીઓ ધરાવતા કારખાનેદારો, વ્યાપારીઓની સંખ્યા અહીં લાખો છે. આવી સ્થિતિમાં દિવાળી આ વખતે બરાબર મહિનાની આખર તારીખમાં આવી રહી છે.

વ્યાપારીઓ-કારખાનેદારોએ ગત સપ્ટેમ્બર 2019 મહિનાનો પગાર નવરાત્રીના તહેવારો દરમિયાન કારીગર-કર્મચારીઓને ચૂકવી દીધો છે અને હવે દિવાળી આખર તારીખમાં હોઇ, ચાલુ ઓક્ટોબર 2019નો પગાર પણ દિવાળી પહેલા ચૂકવવો પડશે અને તેની સાથે જે ધંધાર્થીઓ કર્મચારીઓ, કારીગરો, કામદારોને બોનસ ચૂકવતા હોય તો એ પણ ચાલુ મહિને જ ચૂકવવું પડે તેવી નોબત આવી છે. સુરતમાં ઘણાં વેપારીઓ આ સ્થિતિને પામી ચૂક્યા છે અને તેમના નવરાત્રીના તહેવારોમાં દિવાળીની કેશ મેનેજમેન્ટનું ટેન્શન થઇ ગયું હતું.

Symbolic Photo

માર્કેટ મિડીયમ ચાલતું હોત તો આ ખર્ચા નીકળી શક્યા હોત, પણ મંદી છે એટલે મોટી મુશ્કેલી

23 જણાનો સ્ટાફ ધરાવતા ટેક્સટાઇલ કારખાનેદાર રતીલાલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં બે વખત (10-12 દિવસ એડવાન્સ) પગાર ચૂકવવો પડે તેવા સંજોગો ભૂતકાળમાં પણ સર્જાયા હતા પણ એ વખતે માર્કેટમાં ઘરાકી હતી અને થોડું જોર લગાડીને એડવાન્સ પગાર માટેની કેશની ગોઠવણ થઇ જતી હતી. પણ આ વખતે માર્કેટમાં મંદી છે અને એ આજકાલની નથી, ઘણા મહિનાઓથી ટર્ન ઓવર નીચું થઇ રહ્યું છે એટલે આ દિવસો કેમ જશે એ સમજાતું નથી.

કોર્પોરેટ સિસ્ટમમાં કદાચ ઓક્ટોબરનો એડવાન્સ પગાર ન પણ થાય

શહેરના જાણીતા લેબર કન્સલ્ટન્ટ કહે છે કે ઘણા ઉદ્યોગ, ધંધાઓ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે છે. માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે અને એવું પણ બને કે 5થી 7 તારીખ વચ્ચે દર મહિને પગાર કરતા એકમો દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ન પણ ચૂકવે. બોનસ કે કેશ જે સંસ્થઆની પરંપરા હોય તે અનુસાર કામદાર કર્મચારીઓને તહેવાર માટેની રોકડ ચૂકવવાનો અભિગમ પણ રાખે તો નવાઇ નહીં. અનેક એકમોમાં કર્મચારીઓ, કામદારો આ સિસ્ટમથી વાકેફ છે અને તેઓ પણ આ વખતે દિવાળી પહેલા એડવાન્સ પગાર નહીં મળે તો પારિવારીક તકલીફ પડશે એવી અનૂભુતિ કરી રહ્યા છે.

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સ્ટેન્ડ આગામી દિવસોમાં ક્લીયર થશે

દિવાળી આખર તારીખમાં આવી રહી હોઇ, કામદારો, કર્મચારીઓને એડવાન્સમાં ઓક્ટોબર મહિનાનો પગાર દિવાળી પહેલા ચૂકવવો જોઇએ કે કેમ એ અંગે દશેરાનો પર્વ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં શહેરના બે મોટા ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગકારો, કારખાનેદારો નિર્ણય લેશે કે શું કરવું. માર્કેટની પરિસ્થિતિ જોતા સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિનાનો પગાર અને સાથે દિવાળીમાં પેશગી, બોનસ કે એકમમાં જે શિરસ્તો ચાલતો હોય એ ત્રણેયને ભેગા કરવામાં આવે તો કારખાનેદારો અને કામ ઉદ્યોગકારોના રેવન્યુ ખર્ચમાં તોતિંગ વધારો થઇ શકે તેમ છે.

સૌથી મોટી મુશ્કેલી કામદાર-કર્મચારી વર્ગને

કામદાર કર્મચારીઓને પણ એ વાતનો અણસાર આવી ગયો છે કે આ વખતે દિવાળી આખર તારીખમાં છે અને માર્કેટમાં મંદીના ટોનને લઇને જો ઓક્ટોબર 2019નો પગાર એડવાન્સમાં નહીં મળે તો દિવાળીના તહેવારની ઉજવણી ફિક્કી પડે તેમ છે. મધ્યમવર્ગીય પરીવાર તેમજ નોકરીયાત વર્ગે પોતાના સેવિંગ્સમાંથી કરકસરપૂર્વક દિવાળીના ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

મૂડી-બચત ઘસાય, લોન ધિરાણ કે ઉછીના પાછીનાથી દિવાળીનું સેટિંગ થશે

જાણકારો કહે છે કે આ વખતે મંદીના માહોલમાં દિવાળીના ખર્ચાને પહોંચી વળવા માટે દરેક વર્ગના લોકો પોતાના રિર્ઝવ, સેવિંગ્સ, કેપિટલ જે રસ્તો સૌથી અનૂકુળ રહે તે અપનાવશે. ભૂતકાળમાં પણ આવા સંજોગો બન્યા હતા એના પરથી જ લોકો આ વર્ષે પણ દિવાળીનો રસ્તો કાઢશે. એવું બને કે મોટા કારખાનેદારો, વ્યાપારીઓ રેવન્યુ ખર્ચને પહોંચી વળવા માટે પોતાની મૂડી કેપિટલમાં થોડો ઘસારો વેઠે, મધ્યવર્ગીય પરિવારો, નોકરીયાતો સેવિંગ્સમાંથી દિવાળીને કેટલાક અનિવાર્ય ખર્ચાઓ કાઢે પણ ખરા, ઘણાં લોકો એવા પણ હશે કે દિવાળીના ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન, ધિરાણ, ઉછીના રૂપિયા લાવીને પણ દિવાળીના તહેવારનું સેટિંગ કરશે એમ મનાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :