CIA ALERT
25. April 2024
February 13, 20201min3140

Related Articles



મહારાષ્ટ્રમાં Five Day Week

Share On :
Print Friendly, PDF & Email

મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું રહેશે, અને શનિ-રવિ રજા રહેશે. આ નિર્ણયનો અમલ 29 ફેબ્રુઆરીથી શરુ થઈ જશે. સી.એમ. ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધ-સરકારી તેમજ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કુલ થઈને 20 લાખ જેટલા કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું હોય છે, જ્યારે શનિ-રવિ કેન્દ્ર સરકારની ઓફિસો બંધ હોય છે.

ગુજરાત જેવા રાજ્યમાં બીજા અને ચોથા શનિવારે કર્મચારીઓને રજા હોય છે. મહારાષ્ટ્રએ કરેલી પહેલ બાદ હવે અન્ય રાજ્ય સરકારોના કર્મચારીઓમાં પણ શનિ-રવિ રજા આપવાનો ગણગણાટ શરુ થાય તો નવાઈ નહીં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :