CIA ALERT
25. April 2024
June 16, 20191min3670

ડૉ. મનમોહન સિંહ: સરકાર અને કૉંગ્રેસ બંને ઔચિત્ય ચૂક્યા?

Share On :
Print Friendly, PDF & Email

વિશ્ર્વમાં ભારતને એક ઉચ્ચ સત્તા સુધી લઈ જવામાં વિશ્ર્વવિખ્યાત અને ભારતના પ્રખર અર્થશાસ્ત્રી તેમ જ એક વખત ભારતના 10 વર્ષ સુધી વડા પ્રધાનપદે બિરાજનારા ડૉ. મનમોહન સિંહનું રાજ્યસભાનું પદ 15 જૂને પૂરું થાય છે. એક સરળ અને વિદ્વાન વ્યક્તિ જેમણે ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે તેમને સંભવિતપણે માનભેર વિદાય આપવામાં સરકાર અને કૉંગ્રેસ બંને ઊણી ઊતરી તેમ કહી શકાય. જો સરકારે ઈચ્છયું હોત તો આજે 15 જૂને વિશેષ સભા બોલાવી તેમને માનભેર વિદાય આપી હોત. કૉંગ્રેસ દ્વારા તેમને ફરી વખત રાજ્યસભામાંથી મોકલવાની જાહેરાત થઈ નથી. આથી કહી શકાય સંભવિતપણે હવે ડૉ. સિંહ રાજ્યસભામાં નહીં દેખાય. જો સરકારે વિશેષ સભાગૃહ બોલાવી આ સરળ અને સક્ષમ વ્યક્તિને વિદાય આપી હોત તો સંસદની ગરિમા ઉજ્જવળ બને, પરંતુ તેમ થઈ ન શક્યું.

28 વર્ષના રાજકારણના કામમાં ડૉ. સિંહ 10 વર્ષ ભારતના વડા પ્રધાન રહ્યા. તેમણે ક્યારેય કોઈ પણ પક્ષના દબાણ વિના કામ કર્યું. ફક્ત સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવાની તેમની નેમ હતી. કૉંગ્રેસ પક્ષમાં હાલમાં તેમને કોઈ વિશેષ સ્થાન અપાય તેમ જણાતું નથી. દેશના ખાડે ગયેલા આર્થિકતંત્રને વેગવાન કરી દોડતું કર્યાનું બહુમાન તેમને જાય છે. પહેલા નાણાપ્રધાન અને પછી વડા પ્રધાન બંને પદની ગરિમા તેમણે જાળવી હતી.

તત્કાલીન વડા પ્રધાન ડૉ. પી. વી. નરસિંહરાવ તેમને રાજકારણમાં લાવ્યા અને દેશના નાણાપ્રધાન બનાવ્યા, જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને વડા પ્રધાન બનાવ્યા. દેશમાં જાગૃતિકરણ અને ઉદારીકરણ લાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. ડૉ. સિંહની સરકાર બાદ દેવગૌડા, ડૉ. ઈન્દરકુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયીની સરકાર આવી, પરંતુ તેમણે પણ ડૉ. સિંહના પગલાં પર ચાલવાનું નક્કી કર્યું અને ઉદારીકરણ તેમ જ અર્થતંત્રને વેગવાન બનાવ્યું જે ડૉ. સિંહના પગલાંને યથાર્થ ઠેરવ્યું હતું, તેમ પ્રવીણ બર્દાપૂરકરે તેમના બ્લોગમાં જણાવ્યું છે.

દેશના ખાડે ગયેલા અર્થતંત્રને વેગવાન બનાવવા નરસિંહરાવે ડૉ. સિંહ પર પૂરો ભરોસો મૂક્યો હતો. જેને કારણે ભારત વિશ્ર્વમાં એક મહાસત્તા તરીકે ઊભરી આવ્યું. આજે પણ અર્થનિષ્ણાતો ડૉ. સિંહના પગલાંને યોગ્ય ગણે છે તેમ જ માર્ગદર્શન માગે છે. 28 વર્ષ રાજકારણમાં સક્રિય રહેનારા ડૉ. સિંહને માનભેર વિદાય આપવામાં ઊણી ઊતરનારી સરકાર અને ખાસ તો કૉંગ્રેસ પક્ષ માટે એટલું જ કહી શકાય કે સિંહ ઈઝ ઑલવેઝ કિંગ. વિરોધીઓની અનેક ટીકા સહન કરી ‘મૌનીબાબા’નું બિરુદ મેળવનારા ડૉ. સિંહના હૃદયમાં અનેક રહસ્યો ધરબાયેલા છે જે ક્યારેય બહાર આવશે નહીં…

ખડસેને પ્રદેશાધ્યક્ષપદ તો આટલું અપમાન કેમ?

મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ ખડસેનું નામ આજકાલ ફરી ચર્ચામાં છે, પરંતુ વિવાદમાં નહીં ભાજપના પ્રદેશાધ્યક્ષપદ માટે. એક વખત મુખ્ય પ્રધાનપદ માટેના દાવેદાર ગણાતા એકનાથ ખડસેનું નામ કૌભાંડમાં આવતાં જ તેમને દૂધમાંથી માખી કાઢી ફેંકી દેવાય તેમ પ્રધાનમંડળમાંથી પડતા મુકાયા હતા, એટલું જ નહીં ભાજપના રાજ્યના રાજકારણમાંથી તેમને દૂર કરાયા હોવાનું જણાઈ આવતું હતું. હાલમાં મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવતાં તેમની જગ્યાએ ખડસેનું નામ સૌથી આગળ દાવેદાર તરીકે બોલાઈ રહ્યું છે. જોકે તેમનો બોલ કેટલો પળાશે તે તો સમય જ કહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :