CIA ALERT
25. April 2024
July 21, 20192min12570

Related Articles



બક્ષીપંચ અને ઓપન વર્ગની યોજના સમાન, અમલીકરણમાં ગુજરાત સરકારનો ભારે ભેદભાવ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત સરકારે પાટીદાર આંદોલનને શાંત પાડવા માટે શરૂ કરેલા ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇનોનોમિકલ ડેવલપમેન્ટ કમિશનના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી યોજનાઓ જેવી જ યોજનાઓ વર્ષોથી બક્ષીપંચ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સોશ્યલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, એસ.ઇ.બી.સી.) માટે અમલમાં મૂકવામાં આવી છે.

પરંતુ, આ યોજનાઓના અમલીકરણમાં ગુજરાત સરકારના બેવડાં ધારાધોરણો હોવાનું અરજદારો કહી રહ્યા છે. બક્ષીપંચ અન્વયે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખના લોનધિરાણ માટે અરજી કરનાર સુરતના યુવાન રાકેશ પંચાલએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી એ પ્રોસેસ કરી રહ્યા છે પરંતુ, એટલા બધા ધક્કા ખવડાવીને દર વખતે નવા ડોક્યુમેન્ટસ માંગવામાં આવી રહ્યા છે. કોઇ મોટી બેંકમાંથી સરળતાથી ધિરાણ મળી જાય પરંતુ, ગુજરાત સરકારની આ પછાત વર્ગ માટે કહેવાતી કલ્યાણકારી યોજનામાંથી ખરેખર જરૂરીયાતમંદને ધિરાણ જ નહીં મળે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

જેની બીજી તરફ ઓપન કેટેગરીના આર્થિક પછાત વર્ગ માટે અદ્દલ આ જ પ્રકારની સ્કીમ છે. ઉજળીયાત વર્ગ ખાસ કરીને પાટીદારોને રિઝવવા માટે સરકારે આ સ્કીમના અમલીકરણને એટલું સરળ બનાવી દીધું છે કે અરજદાર અરજી કરે એટલે તંત્ર તેની લોન મંજૂર કરાવવામાં કામે લાગી જાય જ્યારે બક્ષીપંચમાં તો સુરતની કચેરીમાં કામ કરતો કારકૂન જ અરજદારોને તતડાવી કાઢી મૂકતો હોવાની ફરીયાદો મળી છે.

ઓપન કેટેગરી આર્થિક પછાત વર્ગ પાસે ડોક્યુમેન્ટસ પણ ઓછા માગવામાં આવે છે જ્યારે બક્ષીપંચના અરજદારો નહીં પણ જામીનદારો પાસેથી પણ મિલકતો ગીરો લખાવી દેવામાં આવે છે. બક્ષીપંચની લોન મંજૂર કરાવવા માટે ગાંધીનગર સુધીના રૂપિયા ખવડાવવા પડે, ગીફ્ટો આપવી પડે ત્યારે માંડ લોન મંજૂર થાય છે જ્યારે ઓપન કેટેગરીમાં ગણતરીના દિવસોમાં લોન મંજૂર કરી આપવામાં આવી રહી છે.

બક્ષીપંચની વિદેશ અભ્યાસ લોન માટે એટલે જડ નિયમો મૂકવામાં આવ્યા છે કે 100 અરજદારોમાંથી માંડ એકાદ બેની લોન પાસ થતી હશે. એક નિયમ એવો છે કે ગ્રેજ્યુએશન પછી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનના બે વર્ષના કોર્સ માટે જ ધિરાણ આપવામાં આવે છે. વિદેશમાં લોંગ ટર્મ કરતા શોર્ટ ટર્મ કોર્સનું મૂલ્ય એટલે કે રોજગારીની તકો વધુ હોય છે, ત્યારે બે વર્ષમાં એક કોર્સની જગ્યાએ બે વર્ષમાં ત્રણ-ચાર સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવે તો ઉમેદવારને ફોરેનમાં જ વધુ મળતરની સારી રોજગારીની તક વધી જતી હોય છે. પણ બક્ષીપંચના ઉમેદવારો માટે આ પ્રકારનું ધિરાણ આપવાની જોગવાઇ જ કરવામાં આવી નથી.

ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ માટે લોનધિરાણ મેળવનારાઓ પાસેથી ક્લાસ-1 અધિકારીના સહી સિક્કાવાળું બાહેંધરીપત્રક માંગવાની કોઇ જોગવાઇ નથી જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં તો અરજદારને એવું કહેવામાં આવે છે કે કોઇપણ ક્લાસ વન અધિકારી જે તે અરજદાર લોન ભરપાઇ કરશે અને નહીં કરે તો તેની જવાબદારી મારી (ક્લાસવન અધિકારીની) રહેશે એવા સહી સિક્કાવાળું બાંહેધરીપત્રક માગવામાં આવે છે. આજના જમાનામાં કયો ક્લાસવન અધિકારીઓ અજાણ્યા અરજદાર માટે આવું લખાણ આપશે અને અપવાદ રૂપ કોઇ આપવા તૈયાર થાય તો પણ ક્લાસવન અધિકારી પાસેથી આવું પ્રમાણપત્ર માંગવા પાછળનો કોઇ તર્ક ખરો, હજાર અરજીમાં એકાદ બે કેસમાં ક્લાસ વન અધિકારી ઓળખીતા હોય અને સહી સિક્કા સાથે બાંહેંધરી લેતા હોય ત્યારે ઓપન કેટેગરીમાં આ જોગવાઇ નથી તો બક્ષીપંચ માટે શા માટે આવી જોગવાઇ રાખવામાં આવી છે.

ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ ધિરાણ માટે જામીનદાર પાસે ફક્ત જામીનખત માંગવામાં આવી છે જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં જામીનદારોની મિલકતો ઉપરાંત તેનું વેલ્યુશન કરાવવામાં આવે છે અને વેલ્યુઅરને મોટી રકમની ફી ચૂકવ્યા પછી વેલ્યુશન સર્ટિફિકેટ મળે છે. બક્ષીપંચના ઉમેદવારોની ફાઇલ મંજૂર થાય જ નહીં એવા આંકરા નિયમો બનાવાયા છે જ્યારે પાટીદારોને રિઝવવા માટે થઇને સરકારે ખાસ બિનઅનામત આર્થિક પછાત વર્ગના ઉમેદવારોની અરજીઓ ફાસ્ટ ટ્રેકમાં મંજૂર કરવાની સૂચનાઓ જારી કરી છે.

ટૂંકમાં કહીએ તો હજુ માંડ દોઢેક વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કમિશન માટેની યોજનાઓનું સાવ સરળીકરણ કરીને તેનો અમલ ફાસ્ટ ટ્રેકમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે બક્ષીપંચ માટેની યોજનાઓનો અમલ થાય છે કે નહીં તેનું પણ મોનિટરીંગ કે ફોલોઅપ લેવાતું હશે કે કેમ એ સવાલ છે.

બન્ને વર્ગ માટેની સ્કીમ્સ ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જેની સરકાર છે એ ભાજપામાં આખો બક્ષીપંચ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ, આ બક્ષીપંચ સેલ ફક્ત હોદ્દાઓ માટે ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાય આવે છે. બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ માટેની કલ્યાણકારી યોજનાઓના સરળીકરણનો મુદ્દો બક્ષીપંચના નેતાઓ તેમની જ સરકાર સામે ઉછાળતા ગભરાય રહ્યા છે.

ભાજપામાં બક્ષીપંચ સેલના હોદ્દે બિરાજમાન નેતાઓને કદાચ એ પણ ખબર નહીં હશે કે બક્ષીપંચના યુવાનો માટે કેવી અને કેટલી સ્કીમ્સ છે અને એ સ્કીમ્સનું અમલીકરણ કેવી રીતે થઇ રહ્યું છે.

અહીં આર્થિક પછાત ઓપન વર્ગ અને બક્ષીપંચ વર્ગ માટેની એક યોજનાના ખરડા મૂક્યા છે, પ્રાથમિક દ્રષ્ટીએ વાંચ્યા પછી જ ખબર પડી જાય છે કે ઓપન કેટગરી માટે યોજનાનું સરળીકરણ કરી દેવાયું છે જ્યારે બક્ષીપંચના ઉમેદવારોને ડોક્યુમેન્ટસ ભેગા કરતા જ બે-ત્રણ વર્ષ નીકળી જાય

ઓપન કેટગરી માટેની યોજના

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :