CIA ALERT
25. April 2024
June 15, 20191min9250

Related Articles



બંગાળથી શરૂ થયેલું તબીબોનું આંદોલન રાષ્ટ્રવ્યાપી બની ગયું

Share On :
Print Friendly, PDF & Email

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.

હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.

ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.

કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.

પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.

રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.

અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.

દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :