CIA ALERT
20. April 2024
July 25, 20191min6060

Related Articles



ડાયાબીટીસની દવાઓ ડિસેમ્બર 19થી સાવ સસ્તી મળતી થશે

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડાયાબિટીઝની Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાની પેટન્ટની આડમાં ફક્ત ભારતમાંથી જ અબજો રૂપિયા ઉસેટનાર નોવાર્ટીસ કંપનીની મોનોપોલી (પેટન્ટ) આગામી ડિસેમ્બર 2019માં પૂરી થઇ રહી છે, આ ડેવલપમેન્ટની રાહ જોઇને બેઠેલી ભારત અને વિદેશની કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાનું જનરિક વર્ઝન લોંચ કરવા તત્પર છે અને તેનો સીધો જ લાભ ભારતના સવાસાત કરોડ જેટલા ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓને મળે તેમ છે.

diabetic medicines

ડિસેમ્બર 2019 પછી ભારતમાં ડાયાબિટીઝની દવાઓના ભાવમાં તોતિંગ ઘટાડો થશે.

ભારતના ફાર્મા માર્કેટમાં ડિસેમ્બર 2019થી જ ઓછી કિંમતવાળી દવા ડાયાબિટીઝની દવાઓ લોંચ થઇ જશે.

સમજો કેવી રીતે ઓછી થશે ડાયાબિટીઝની દવાની કિંમત?

Gliptins ડાયાબીટીસની દુનિયામાં નવી ઓરલ દવા છે. આ દવા અસરકારક્તા અને ગુણવત્તામાં બેજોડ હોઇ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ દવા વિશ્વભરમાં લોકપ્રિય બની ગઇ છે અને એક્સપર્ટસ માની રહ્યા છે કે Gliptins ડાયાબીટીસનું ફ્યુચર છે. હાલમાં ફાર્મા બજારમાં Gliptins ત્રણ વર્જનમાં મળી રહી છે. જેમાં 1. Sitagliptin, 2. Vildagliptin 3. saxagliptin. આ પૈકી ભારતમાં નોવાર્ટીસ કંપની Vildagliptin નામની દવાનો એક પ્રકારનો ઇજારો (પેટન્ટ) ધરાવે છે અને તેની મુદત આગામી ડિસેમ્બર 2019માં પૂરી થવા જઇ રહી છે. હાલમાં ફક્ત નોવાર્ટીસ કંપની જ આ દવા બનાવી રહી હોવાથી કંપનીઓ ડાયાબિટીઝના દર્દીઓને ઉંચા ભાવે દવા વેચીને અબજો રૂપિયા કમાઇ રહી છે. પરંતુ, ડિસેમ્બર 2019માં તેની પેટન્ટ પૂરી થતાં જ 15-20 ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin ની જનરિક દવાઓ લોંચ કરવા માટે પૂર્વતૈયારીઓ કરી ચૂકી છે અને એ ભારતના બજારમાં મળતી થતાં જ ડાયાબિટીઝથી પીડાતા લોકોને દવાઓ સસ્તી મળવાની શરૂ થઇ જશે.

Vildagliptin દવા નો માર્કેટ શેર 25 ટકા

ડાયાબીટીસના દર્દીઓને અપાતી Gliptins દવાનું 3500 કરોડનું માર્કેટ છે. તેમાં Vildagliptin નો શેર 25 ટકા છે. ડોક્ટર્સ દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં ઓછી કિંમત ધરાવતી Teneligliptin દવા લખે છે. હવે Vildagliptinની પેટન્ટ પૂરી થયા બાદ આ દવા સાથે પણ એવું જ થશે કે બીજી 20-25 કંપની આ દવા બનાવશે અને તેની કિંમત ઘટી જશે.

હાલમાં ડાયાબિટીઝના દર્દીઓને એક દિવસની દવા પાછળ રૂ. 45 ખર્ચ થાય છે. એ હિસાબે ગણતરી કરીએ તો વર્ષે 17 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે નોવાર્ટીસની પેટન્ટ રાઇટ ખતમ થઇ જશે ત્યારે દૈનિક ખર્ચો રૂ.45થી ઘટીને રૂ.10-12 સુધી આવી જશે.

દવાનું જનરિક વર્ઝન લોન્ચ કર્યા બાદ ડાયાબીટીસ થેરેપીનો ખર્ચ 50 ટકા સુધી ઘટી જશે. ત્યાર પછી લાખો લોકો સસ્તા ભાવે આ દવા ખરીદી શકશે.

ઝાયડસ કેડિલા, ગ્લેનમાર્ક, મેનકાઈન્ડ ફાર્મા, યુએસ વિટામિન્સ, સિપ્લા અને એબોટ જેવી કંપનીઓ ડાયાબીટીસની નવી જનરિક દવા લોન્ચ કરવાની તૈયારીમાં હોવાનું માર્કેટની હિલચાલ પરથી જણાય આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :