CIA ALERT
25. April 2024
January 7, 20202min2280

Related Articles



દિલ્હીના તાજ માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન, ૧૧મીએ મતગણતરી

Share On :
Print Friendly, PDF & Email

૭૦ બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠમી ફેબ્રુઆરીએ યોજાશે અને પરિણામ ૧૧ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચે સોમવારે કરી હતી.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ૧.૪૬ કરોડ કરતા પણ વધુ લોકો મતદાન કરવાને પાત્ર છે જેમાં ૮૦,૫૫,૬૮૬ પુરુષ મતદાર અને ૬૬,૩૫,૬૩૫ મહિલા મતદાર તો ૮૧૫ વ્યંઢળનો સમાવેશ થાય છે, એમ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું હતું. તમામ મતદારોને ક્યૂડીઆર કોડ અને વૉટર્સ સ્લિપ આપવામાં આવશે જેને કારણે ઓળખ સરળ અને મતદાન ઝડપી બનશે, એમ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં ૧૧.૫૫ લાખ મતદાર એએસડી (ઍબસન્ટ-ગેરહાજર, શિફ્ટેડ-સ્થળાંતર કરી ગયેલા, ડિસિઝ્ડ-મૃત્યુ પામેલા)ની યાદીમાં આવે છે, એમ તેમણે કહ્યું હતું. આ વખતે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ-સીએએ હેઠળ મતદારયાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા શરણાર્થીઓનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ સૂચના ન હોવાનું તેમણે કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અંતિમ મતદારયાદી જાહેર કરી દેવામાં આવી હોવા છતાં કોઈપણ પાત્ર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીનાં નામાંકનનાં અંતિમ દિવસ સુધી મતદાર તરીકે નામ નોંધાવવા અરજી કરી શકશે, એમ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું.

ગયા વર્ષના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં મતદારયાદીની ફેરતપાસ કરવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મતદારયાદીનો મુસદ્દો ૧૫ નવેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ ૨૬ ડિસેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો મોકલી આપવા જણાવી દેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ અંતિમ મતદારયાદી બહાર પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૯ની અંતિમ મતદારયાદીની સરખામણીએ ૧, જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૯.૯૬ લાખનો વધારો જોવા મળ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીની સરખામણીએ ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું.

મતદારયાદીમાંથી ૬૦૮૪૮ નામ કાઢી નાખવામાં આવ્યા હતા તો ૨૪૭૯૫૦ નામ ઉમેરવામાં આવ્યા હતા પરિણામે મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હતો, એમ તેમણે કહ્યું હતું.

વિવિધ શ્રેણીના મતદારોમાં વિદેશી (૪૮૯), સર્વિસ વૉટર (૧૧૫૫૬), ૧૮થી ૧૯ વર્ષના મતદાતા (૨૦૮૮૮૩), ૮૦ વર્ષથી વધુ વયના (૨૦૫૦૩૫), શારીરિક રીતે અક્ષમ (૫૫૮૨૩) મતદારોનો સમાવેશ થાય છે.

મતદારયાદીમાંથી નામ કાઢી નાખવા તેમ જ ઉમેદવારને મામલે ગીરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોઈપણ રાજકીય પક્ષ તરફથી ન મળી હોવાનું તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના ઈશારે મતદારયાદીમાંથી જુદી જુદી કોમના લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ આમઆદમી પાર્ટીએ કરી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવશે અને તેમને અંતિમ મતદારયાદી સુપરત કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીની મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં અંદાજે ત્રણ લાખનો વધારો થયો હોવાનું તેમણે કહ્યું હતું.

મુખ્ય ચૂંટણી અધિકારીની વૅબસાઈટ પર પણ આ મતદારયાદી ઉપલબ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હીમાં ૨૬૮૯ સ્થળે કુલ ૧૩૭૫૦ મતદાન મથક ઊભા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી ‘આપ’ સરકારે કરેલા કામના મુદ્દે લડાશે.

અમારા પક્ષની પ્રચારઝુંબેશ હકારાત્મક હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે કોઈને ગાળો નહીં આપીએ કે કોઈના માટે ઘસાતું નહીં બોલીએ.

સોમવારે સાંજે પત્રકારોને આપેલી મુલાકાતમાં કેજરીવાલે મતદારોને અપીલ કરી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે સારું કામ કર્યું હોય એવું તમને લાગે તો જ અમને મત આપજો.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું જાહેરનામું ૧૪ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૨૪ જાન્યુઆરી હશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :