CIA ALERT
20. April 2024
October 6, 20191min22120

Related Articles



ન ચૂંટણી, ના રાજકીય સભા, ‘જમીની’ નેતા સી.આર. પાટીલની એક હાકલે લોકો સ્વયંભુ ઉમટી પડે છે

Share On :
Print Friendly, PDF & Email

લોકનેતા હકીકતમાં એને કહેવાય કે એની એક હાકલથી લોકો તેમની સાથે ઉમટી પડતા હોય છે. ગુજરાત ભાજપ જ નહીં પણ ગુજરાતના રાજકીય તખ્તે વર્તમાન સમયમાં એવા આંગળીના વેઢે ગણાય તેટલા પણ નેતા નથી કે જેની હાકલ પડી હોય ને 50 માણસ પર ભેગું થાય. લોકોને પરાણે તેડાવા પડે ત્યારે માથા દેખાય. પણ સુરતના લોક નેતા સી.આર. પાટીલની વાત અનોખી છે. કોઇ ગમે તે કહે પણ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડ પણ એ વાત સ્વીકારે છે કે નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક જમીની નેતા છે, સંગઠનના માણસ છે અને તેની હાકલથી લોકો ઉમટી પડે છે. સી.આર. પાટીલએ પોતે જમીની નેતા છે એવું પુરવાર કરવાની ક્યારેય જરૂર પડતી નથી. એવા અનેક દાખલાઓ મળી આવે છે, જેમાં સી.આર. પાટીલની હાકલ પડી હોય અને માનવ કીડીયારું ઉભરાયું હોય. આજે તેમના મત વિસ્તારમાં કાઢવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા જ જોઇ લો.

સી.આર. પાટીલના નેતૃત્વમાં નીકળેલી ગાંધી સંકલ્પ યાત્રામાં કીડીયારાની જેમ મેદની ઉમટી પડી

નવસારી સંસદીય મત વિસ્તારમાં આવતા લિંબાયત ખાતે ગાંધી સંકલ્પ પદયાત્રા આજરોજ તા.6 ઓક્ટોબર 2019ના રોજ યોજવામાં આવી હતી. નવસારીના સાંસદ સી.આર. પાટીલએ જ્યાંથી યાત્રા શરૂ કરી ત્યારથી હકડેઠઠ માનવ મેદની ઉમટી હતી અને જ્યારે પૂર્ણ થઇ ત્યારે યાત્રા શરૂ થઇ તેનાથી 20 ગણા વધુ લોકો હતા. રવિવારની રજા, નવરાત્રીનો પર્વ અને દુર્ગાઅષ્ઠમી હોવા જેવા સંયોગ હોય ત્યારે રાજનેતા હોય તો એને ડર લાગે કે પબ્લિક આવશે કે કેમ, પણ લોક નેતાને એની ચિંતા હોતી નથી. આજે ના તો કોઇ ચૂંટણી યાત્રા હતી કે ના તો કોઇ રાજકીય કાર્યક્રમ, સી.આર. પાટીલના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રામાં હજારોની માનવ મેદની સ્વયંભુ ઉમટી પડી.

રવિવારે આમેય રજાના દિવસો આરામ કરવાનો મૂડ હોય, ગુજરાતી લોકો નવરાત્રીમાં મોડે સુધી ગરબે ઘૂમ્યા હોઇ, રવિવારની રજાના દિવસો આરામ કરવાના મૂડમાં હોય, બીજી તરફ પરપ્રાંતીય પરિવારોમાં આજે દુર્ગાઅષ્ઠમીનો ભારે મહિમા હોય. સી.આર. પાટીલના સમર્થકોમાં આ ત્રણેય વર્ગના લોકો આજે હર્ષોલ્લાસભેર ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

રવિવારની રજા, નવરાત્રી અને દુર્ગાઅષ્ઠમી હોવા છતાં લોકો સ્વયંભુ ઉમટ્યા

સાંસદ શ્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે સંકલ્પમાં ખૂબ તાકાત હોય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં વિચારો અને સિધ્ધાંતો લોકો સુધી પહોંચાડવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. આ સંકલ્પ યાત્રા પરવત કોમ્યુનિટી હોલથી શરૂ થઇ રામભરણજીની સ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌએ સત્ય, અહિંસા અને એકતાની વાત કરી. ભારત માતાની જયનાં પોકારોથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું.

આ સંકલ્પયાત્રા અંતર્ગત સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી એમનાં સિધ્ધાંતો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પૂજ્ય મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ વંદન.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :