CIA ALERT
19. April 2024
February 10, 20202min2870

Related Articles



ચીનમાં કોરોનો હાહાકાર : મોતનો આંકડો 1011

Share On :
Print Friendly, PDF & Email

ચીનમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંક 1000ને પાર પહોંચી ચૂક્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં 1011 લોકો આ વાયરસની લપેટમાં આવીને મોતને ભેટી ચૂકયા છે. મૃતકોની સંખ્યામાં જો ફિલીપાઈન્સ અને હોંગકોંગમાં થયેલા એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ પણ કરવામાં આવે તો આ આંકડો 1013 સુધી પહોંચે છે. 

ચીનની સરકારી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ વાયરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા 42600 પર પહોંચી ગઈ છે. 2003માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS)ના કારણે 774 લોકોના મોત નિપજ્યા હતા. જેની સરખામણીમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે. 

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 908 થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. ઉપરાંત કોરાના વાયરસથી કુલ 42300 અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, આ બાબતને ગંભીરતાથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે પોતાની એક ટીમ ચીન મોકલી છે. 

Reported on 10 Febryary 2020

Coronavirus death toll rises to 908 in China There were 97 deaths and 3,062 new confirmed cases of the lethal infection on Sunday, China’s National Health Commission said. The number of infections in China reached 40,171, with nearly 6,500 of these being severe cases.

તા.10મી ફેબ્રુઆરીને સોમવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને જારી કરેલી સત્તાવાર માહિતી મુજબ રવિવારે કોરોના પીડીત હોય તેવા વધુ 97 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 908 લોકોના મોત નિપજી ચૂક્યા છે. રવિવાર તા.9મી ફેબ્રુઆરીએ વધુ 3062 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ચીનમાં જ 40,171 હજારથી વધુ લોકો કોરોનાથી પીડીત છે. જેમાં 6500થી વધુ લોકોની તબિયત ગંભીર જણાય રહી છે.

Date 10 February

ચીનમાં મરણનો આંકડો વધીને ૮૧૩ થયો

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો રોજ વધી રહ્યો છે. શનિવાર સુધીમાં ૮૧૩ વ્યક્તિનાં મોત થયાં છે અને ૩૭૦૦૦ લોકોને ઈન્ફેકશન લાગ્યું છે. ૨૫ દેશોને આ વાઈરસની અસર થઈ છે.

૨૦૦૨-૦૩માં સાર્સ વખતે જેટલાં મરણ થયાં હતાં તેના કરતાં વધુ મોત કોરોના વાઈરસથી થયાં છે. શનિવારે એક જ દિવસમાં ૮૯ મરણ થયાં હતાં, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. સાર્સ વખતે ૭૦૦ વ્યક્તિના મોત થયાં હતાં.

હુબેઈ પ્રાન્તમાં શનિવારે ૬૦૦ વ્યક્તિને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડિસેમ્બરમાં આ વાઈરસ પ્રથમવાર જોવામાં આવ્યા હતા. ૬૧૮૮ દર્દી હજુ ગંભીર સ્થિતિમાં છે.ચીન આસપાસના દેશોમાં આ વાઈરસ ફેલાયો છે. અમેરિકા, જાપાન સહિત દૂરના દેશોમાં પણ આ વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.

મોદીએ ચીનના પ્રમુખને પત્ર લખીને હૅલ્પ કરવાની તૈયારી દર્શાવી

ચીન જીવલેણ કોરોના વાઈરસને કારણે નિર્માણ પામેલી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોવા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને પરિસ્થિતિનો સામનો કરવા જરૂરી તમામ સહાય કરવાની તૈયારી દર્શાવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ કોરાના વાઈરસને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં ચીનના લોકો અને પ્રમુખ શી જિનપિંગ પરત્વે એકતા વ્યક્ત કરી હતી.

કોરાના વાઈરસનું મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાન્ત હોવા છતાં આ વાઈરસ ચીનના લભગ તમામ પ્રાન્ત ઉપરાંત વિશ્ર્વના લગભગ પચીસ કરતા પણ વધુ દેશમાં ફેલાઈ ગયો હોવાને કારણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને તાકીદની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે.

પત્રમાં મોદીએ કોરોના વાઈરસને કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા તમામ પ્રકારની સહાયનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ મહામારીમાં જીવ ગુમાવનારાઓ પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે ચીનના હુબેઈ પ્રાન્તમાંથી ૬૫૦ જેટલા ભારતીયને ખસેડવામાં સહાયરૂપ થવા બદલ મોદીએ જિનપિંગની પ્રશંસા કરી હતી. સલામતીનાં પગલાંરૂપ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ ચીનમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા છે અને ચીનથી લાવવા લઈ જવામાં આવતા માલસામાન પર અંકુશ મૂક્યો છે. આ મહામારીની ચીનના અર્થતંત્ર પર ટૂંકાગાળાની અસર પડશે એવી કબૂલાત કરતા તેમણે કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિસ્થાપકતા વધી રહી છે અને મહામારીને કારણે નિર્માણ પામેલી આર્થિક પ્રવાહીતા સાથે કામ પાર પાડવા માટેના સાધનો અને સ્રોતો વિપુલ માત્રામાં તેમની પાસે હોવાનું તેમણે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :